________________
૩૧૪
સમયસાર સિદ્ધિ-૬ હોવાને લીધે) જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી,.' આહા...હા...! ધર્મી સમ્યકુદૃષ્ટિ ક્ષાયિક સમકિત હોય તોપણ જઘન્ય ભાવ છે. ચારિત્ર અને જ્ઞાનની પૂર્ણતા નથી અને પૂર્ણ જાણવું-દેખવું નથી ત્યાં સુધી આસવની સ્થિતિ છે. અન્યથા જઘન્ય ભાવરૂપ પરિણમન ન હોય. આસ્રવ જો ન હોય તો જઘન્ય ભાવની પરિણતિ ન હોત. જઘન્ય ભાવની પરિણતિ જ્યારે છે ત્યાં સુધી આસ્રવ ભાવ પણ છે. બીજો (આસવ), મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નહિ. આહા...હા...!
એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી,” આ.હા..! રુચિ નહિ, દષ્ટિ નહિ પણ પોતાની કમજોરીને (કારણે) પર્યાયમાં રાગ-દ્વેષ અસ્થિરતાના આવે છે એ કર્મકલંક વિપાકનો સદ્ભાવ છે. એ ભાવ વિકાર છે એ જ કર્મકલંક છે. જડકર્મ નહિ. જે પુણ્ય અને પાપના ભાવ આવે છે એ વિકારી કર્મ છે. એ વિકારી કર્મ છે એટલું કલંક છે. આહા..હા...! સમ્યગ્દર્શન થયું, ક્ષાયિક સમકિતી થયો, તોપણ જઘન્ય પરિણતિ નીચે છે એ જ બતાવે છે કે એને પણ હજી રાગ-દ્વેષના પરિણામ આસવ ઉત્પન્ન થાય છે. એટલું કર્મ કલંક છે. આહા...હા...! સમજાય છે ? ઝીણી વાત છે, ભાઈ ! “સમયસાર” “આસવ અધિકાર છે. બપોરે પ્રવચનસાર' (ચાલે છે).
પુગલકર્મનો બંધ થાય છે. ધર્મી જીવને સમ્યફદૃષ્ટિને પણ નીચલા દરજ્જામાં છે, ઊંચે દરજ્જામાં જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્કૃષ્ટ દશા છે નહિ ત્યાં સુધી કર્મ કલંકનો અભાવ હોવાથી રાગ-દ્વેષાદિના ચારિત્રદોષના પરિણામ ઉત્પન્ન થાય છે. તેનાથી પુદ્ગલકર્મનો બંધ થાય છે. એને પુદ્ગલકર્મનો બંધ થાય છે.
માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું.” ત્યાં સુધી અંદર ભગવાનઆત્માને દેખવો, ઉત્કૃષ્ટપણે શ્રદ્ધવું અને જાણવું, દેખવું અને ઠરવું. આહા..હા.! ‘ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે.” આહાહા...! આત્મા પૂર્ણ સ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ ! એનું પૂર્ણ આચરણ વીતરાગ ભાવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પૂર્ણને દેખવો. આહાહા..! પૂર્ણને દેખવો, પૂર્ણને જાણવો અને પૂર્ણનું આચરણ કરવાનો પ્રયત્ન કરવો. સમજાય છે ? | ‘અને આચરવામાં બરાબર આવી જાય. ‘ત્યાં સુધી જ્ઞાનને દેખવું,” આહા...હા...!
જ્યાં સુધી પૂર્ણ આત્માનું આચરણ, જ્ઞાન – કેવળજ્ઞાનાદિ ન હો ત્યાં સુધી “જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો...” ત્યારે સાક્ષાત્ જ્ઞાની (થયો). પહેલા નિરાસવ તો કહ્યું પણ ચોથે, પાંચમે ગુણસ્થાને તેની હદ પ્રમાણે નિરાસવ હતો. પણ સાક્ષાત્ નિરાસવ... આ.હા...હા...! આત્માને પૂર્ણ જાણવો, દેખવો અને આચરવું થઈ જાય ત્યારે સાક્ષાત્ નિરાસવ થાય છે. આહા...હા...!