________________
શ્લોક–૧૧૬
૩૨૩
થોડો ત્યાગ કરે ત્યાં ઓ..હો.હો...! (થઈ જાય). આ ખરો) ત્યાગ છે “સંચચન' જુઓ ! આહા..હા...!
પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર.” “સંન્યન’ નામ સન્યાસ કરે છે. આહાહા..! એ ત્યાગ કરે છે. આહા...હા...! ધર્મી તો રુચિપૂર્વક રાગનો ત્યાગ કરે છે. રાગની રુચિ નથી. આહા...હા...! એ મિથ્યાત્વનો ત્યાગ છે, સમકિતનું ગ્રહણ છે. આહાહા...! આવી વાતું.
નિરંતર...” “સંન્યરચન' આ...હા...હા..! નિરંતર ત્યાગી. આહા..હા....! પરનો ત્યાગી તો અજ્ઞાની પણ નિરંતર છે જ. આહા...હા...! પરવસ્તુ શરીર, વાણી, મન, જડ કર્મ પર, એ તો આત્મામાં છે જ નહિ તો પરનો ત્યાગ તો અનાદિથી છે જ. આહા..હા..! પણ રાગની રુચિ (છોડી) અને સ્વભાવની રુચિ કરીને રાગની રુચિ છોડવી, ત્યાગ કરવી એ ખરો ત્યાગ છે. આહા..હા...! આવી કઈ જાતનો ઉપદેશ આ તે ! આ બધું વ્રત પાળો ને પડિમા લ્યો ને એક લ્યો ને બે લ્યો ને ત્રણ લ્યો ને અગિયાર લ્યો ને... અરે...! ભાઈ ! વસ્તુની ખબર વિના પડિમા કેવી ? આહાહા...! મિથ્યાદૃષ્ટિને પડિમા ક્યાંથી આવી ? જેને રાગની પુણ્ય, દયા, દાનની રુચિ છે ત્યાં તો મિથ્યાત્વ છે. આહા..હા...! મિથ્યાત્વનો ત્યાગ નથી ત્યાં રાગનો ત્યાગ ક્યાંથી આવે ? અને પરનો ત્યાગ તો છે જ નહિ. આત્મા તો ત્યાગ-ગ્રહણ રહિત છે. આહાહા...!
“સમસ્ત બુદ્ધિપૂર્વક.' બુદ્ધિપૂર્વક સમજાણું ? રુચિપૂર્વક. આ રાગ કરવા લાયક છે, રાગ લાભ દાયક છે, એવી બુદ્ધિપૂર્વક. (એ) છોડી દેવું. આહાહા....! ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ હો, અરે...! ત્રણલોકના નાથનું સ્મરણ હો, પ્રભુનું સ્મરણ થાય એ પણ રાગ છે. એ રાગની ગ્રંચિ છોડી દે. આહા..હા...! આહા..હા..! ભગવાન વીતરાગસ્વરૂપ અંદર છે એની રુચિ કર. અરે. અરે...! આવી વાત છે.
“સંચન' છે ને પહેલો શબ્દ ? સંસ્કૃતમાં પહેલો (શબ્દ) છે. સંન્યરચન' શ્લોકમાં છે). એને ત્યાગ કહીએ. રાગની રુચિ બુદ્ધિપૂર્વક છોડવી એનું નામ ત્યાગ કહીએ. આહા...હા....! પહેલો શબ્દ છે ને ! શ્લોક.. શ્લોક(નો) પહેલો શબ્દ છે. આહાહા! છોડતો થકો અર્થાતુ...” રાગ નહિ કરતો થકો...” રુચિપૂર્વક રાગ નહિ કરતો થકો. રાગનો પ્રેમ છોડતો થકો અને પ્રેમથી રાગ નહિ કરતો થકો. આહા..હા.! અબુદ્ધિપૂર્વક રાગ છે. જ્ઞાનીને હજી અસ્થિરતાનો (રાગ છે). રુચિ નથી છતાં પુરુષાર્થની કમજોરીના કારણે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. તેને પણ જીતવાને..” અસ્થિરતા, અબુદ્ધિપૂર્વકનો રાગ રહ્યો તેને પણ જીતવાને વારંવાર... આહા..હા...!
“સ્વશવિત્ત પૃશન (જ્ઞાનાનુભવનરૂ૫) સ્વશક્તિ.” એ શક્તિ, સ્વશક્તિ. ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ! એ સ્વશક્તિનું સર્જન કરવું.. આહા..હા...! એને અનુભવવું. આહા..હા...!