________________
ગાથા૧૭૧
૩૦૭
સ્વદ્રવ્યમાં તો અંતર્મુહૂર્ત જ ધ્યાનમાં રહી શકે છે. પછી એને પરદ્રવ્યનું અવલંબન, પરશેયનું (અવલંબન) આવે છે, “વિપરિણામ પામે છે. આહાહા.! એટલે ? વિકાર પરિણામ જે સ્વભાવથી વિરુદ્ધ છે તેને એ પામે છે. આહા..હા..! અશુભ ભાવ પણ પામે છે. જ્ઞાની અશુભ ભાવ. આહા.હા...! એને પામે છે. બાહુબલી ને ભરત બેય સમકિતી. એકબીજાએ ચક્ર માર્યું. એ અસ્થિરતાનો રાગ છે, ચારિત્રનો દોષ છે. આહા..હા...! સમકિતની અપેક્ષાએ અબંધ છે પણ અસ્થિરતાની અપેક્ષાએ હજી બંધ છે. સ્થિરતા પૂરી થઈ નથી. આહા..હા...! આમાં એકાંત તાણે, સમકિતીને બંધ જ નથી, એને દુઃખ જ નથી. (રાગ) બાકી છે. દસમે ગુણસ્થાને છે કર્મ બાંધે, દસમે ! તેથી યથાખ્યાત પહેલા કીધું ને ! દસમે ગુણસ્થાને પણ એક મોહનીય અને આયુષ્ય વિના છ કર્મને બાંધે છે. રાગ છે ને, રાગ ! આહા..હા...
એક કોર સમ્યગ્દર્શન થતાં તે સંબંધીના વિપરીત પરિણામ નથી તેથી તેનું બંધન એને આસ્રવ નથી પણ અસ્થિરતાના અપેક્ષાએ જઘન્ય સ્થિરતા છે, પૂરી સ્થિરતા નથી તેથી તે વિપરિણામ – વિકારમાં આવી જાય છે. વિકારને લઈને બંધન પણ છે. આહાહા...!
માટે એમ અનુમાન પણ થઈ શકે છે....” માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો...... આહાહા. જોયું ? ચાહે તો વિકલ્પ આવે, રાગ આવે એમાં હો કે ચાહે તો નિર્વિકલ્પ દશા ધ્યાનમાં હો. આહાહા..! જોયું ? ભલે નિર્વિકલ્પ દશા ધ્યાનમાં હો, ચોથે, પાંચમે, છઠ્ઠ (હો). યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં....” આ.હા...હા...! સ્થિરતા પૂર્ણ જામ્યા પહેલા. વીતરાગતા ! પર્યાયમાં સ્થિરતાની વીતરાગતા થયા વિના.. આહા..હા....! દૃષ્ટિ છે એ વીતરાગ છે, જ્ઞાને વીતરાગ છે પણ સ્થિરતામાં વીતરાગતા નથી એમ કહે છે. પાછું એમ અહીં લઈ જાય કે, દૃષ્ટિ તે રાગી છે. એમ નથી. દૃષ્ટિ તો સમ્યક્ વીતરાગ છે. જ્ઞાન પણ પ્રગટ્ય તે વીતરાગી જ્ઞાન છે. આહાહા...! સ્વરૂપની સ્થિરતા પ્રગટી છે એ પણ વીતરાગી છે, પણ જઘન્ય સ્થિરતા છે. જે ચારિત્રની સ્થિરતા યથાખ્યાત હોવી જોઈએ એ નથી). એના અભાવને લઈને અનુમાન થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં હો તોપણ કર્મબંધન કરે છે. આહાહા.! સમજાય છે કાંઈ ?
નિર્વિકલ્પ ધ્યાનમાં હોય, જ્ઞાતા-શેયતના ભેદ) ભૂલી જાય, એકલું ધ્યેય રહે. “છ ઢાળામાં આવે છે ને ! જ્ઞાતા-જ્ઞાન-શેય ભૂલી જાય, એકલો જ્ઞાનનો અનુભવ ચોથ, પાંચમે આદિ (રહે. છતાં તે કાળે પણ એને અસ્થિરતા ઊઠી છે માટે તે કાળે પણ આસવ છે, બંધ છે. આહા..હા...!
મુમુક્ષુ :- નિર્જરા તે કાળે નથી ?
ઉત્તર :- નિર્જરા છે પણ સાથે બંધ છે ને ! નિર્જરા થોડી છે. કીધું ને, સંવર ને નિર્જરા થોડો છે. સ્થિરતા થોડી છે એનો અર્થ શું ? એને અસ્થિરતા છે અને સ્થિરતા