________________
૨૭૬
સમયસાર સિદ્ધિ-૬ લોહચુંબકનો સંસર્ગ કરવાથી સોયમાં પોતામાં ગતિ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ. એમ ભગવાનઆત્મા, પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી, પુણ્ય અને પાપનો રાગ છે એનો સંસર્ગ કરવાથી, એની કર્તા બુદ્ધિ હોવાથી રાગ મારું કાર્ય છે, એવી પ્રેરિત બુદ્ધિ થાય છે. આહાહા...! આવો માર્ગ. વાણિયાને વેપાર-ધંધા આડે નવરાશ ન મળે. આખો દિ ધંધો ને પાપ. એમાં આવું સાચુ સાંભળવા મળે નહિ. બહારનું સાંભળવા મળે. કરો જાત્રા, કરો ભક્તિ, કરો વ્રત ને કરો અપવાસ, કલ્યાણ થઈ જશે. એમ અજ્ઞાનીને રાગની ક્રિયાના પરિચયથી અજ્ઞાનભાવ ઉત્પન્ન થયો એ અજ્ઞાનભાવ રાગનો કર્તા થાય છે. આહાહા...! સૂક્ષ્મ છે, ભાઈ ! અનંત કાળ (ગયો).
જિનેશ્વરદેવનો માર્ગ દિગંબર સંત કહે છે. નગ્ન મુનિ ! ‘કુંદકુંદાચાર્યદેવ’, ‘અમૃતચંદ્રાચાર્યદેવ” જગત પાસે (જાહેર કરે) છે. પ્રભુ ! તારામાં રાગ અને પુણ્યનું કર્તાપણું કેમ થયું ? તું તો જ્ઞાતા છો અને રાગ-દ્વેષ પરિણામમાં કર્તાબુદ્ધિ કેમ થઈ ? કે, રાગ ને દ્વેષનો પરિચય કરવાથી, સંસર્ગ કરવાથી.. આ..હા...! રાગની કર્તાબુદ્ધિ તારામાં થઈ. આ..હા...! પહેલી વાત સમજવી કઠણ. સમ્યગ્દર્શન શું ચીજ છે, બાપુ !
આત્માને કર્મ કરવાને પ્રેરિત કરે છે, શું કહ્યું? લોહચુંબકના સંસર્ગથી સોયમાં ગતિ કરવાની શક્તિ થઈ, એમ ભગવાનઆત્મા તો જ્ઞાતા-દૃષ્ટા છે પણ રાગ ને દ્વેષ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામના સંસર્ગથી, એ મારા છે એમ પરિચય કરવાથી અજ્ઞાનભાવથી રાગ મારો છે એમ પ્રેરિત કરે છે. આહા...હા..! સમજાય છે ? આવી વાત છે, ભાઈ ! શું થાય ? “અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને સાચી ચીજ શું છે ? મળી તો આદર ન કર્યો. (માન્ય) નહિ, એ તો એકાંત છે, એકાંત છે એમ કરીને ટાળી દીધી. આહાહા..!
પરમાત્મા જિનેશ્વરદેવે જે કહ્યું એ સંતો, દિગંબર સંત આડતિયા થઈને જગતને માલ બતાવે છે. આડતિયા... આડતિયા ! દિગંબર સંત આડતિયા છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માના ભાવને બતાવવામાં અને કહેવામાં આડતિયા છે. આડતિયાને હિન્દીમાં શું કહે છે ? આહા..હા..! (દલાલ કહે છે).
દાખલો તો કેવો આપ્યો છે, જુઓને ! આ..હા...હા...! લોહચુંબકના સંસર્ગથી સોયમાં પોતાની પર્યાયમાં લોહચુંબક તરફ ગતિ થવાની શક્તિ ઉત્પન્ન થઈ. આહા..હા...! એમ ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ ! જ્ઞાતા-દષ્ટા સહજાનંદ મૂર્તિ પ્રભુ ! એમાં જે પુણ્ય-પાપના વિકાર ઉત્પન્ન થાય છે એનો પરિચય કરે છે કે, આ મારા છે. આ મારા છે. આ મારા છે. આહાહા..! તેના પરિચયમાં આવે છે, એના સંસર્ગમાં આવે છે), એની સોબત કરે છે. આહા..હા...! રાગ ને પુણ્ય પરિણામની સોબત કરે છે, પુણ્ય પરિણામના કર્તા થવાની શક્તિ અજ્ઞાનમાં ઉત્પન્ન થઈ. આહા...હા...! ઝીણું ઘણું, ભાઈ ! એ અજ્ઞાનીની વાત કરી.