________________
૨૮૪
સમયસાર સિદ્ધિ-૬
છે. ઈ પહેલા આવી ગયું છે ને ? ૫૦-૫૫ (ગાથા). મિથ્યાત્વ ને બધા પુદ્ગલના પિરણામ કીધાં. કઈ અપેક્ષાએ ? જીવનો સ્વભાવ નથી એ અપેક્ષાએ એ વાત કરી છે. પણ થાય છે ત્યારે જીવમાં થાય છે. આહા..હા...! એ કર્મને લઈને નહિ તેમ દ્રવ્ય સ્વભાવને લઈને નહિ. પર્યાયમાં રાગ છે એ મારો (છે), એવી બુદ્ધિ. આહા..હા..! પર્યાયબુદ્ધિ કહેવા માગે છે.
ત્રિકાળી ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનું પરમાત્મ સ્વરૂપ બિરાજે છે તેનો તેને આદર નથી, તેનો તેને સ્વીકાર નથી અને કૃત્રિમ જે ક્ષણિક વિકૃત દશા દયા, દાન, કામ, ક્રોધ ભાવ (થાય) એ મારા, એ જીવનો મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વ ભાવ એકવાર જીવ સ્વભાવની એકત્વબુદ્ધિથી, રાગની એકત્વબુદ્ધિ એવો જે મિથ્યાત્વ ભાવ, એ સ્વભાવની એકત્વબુદ્ધિથી નાશ થયો એ ફરીને ઉત્પન્ન થવાનો નથી. આહા..હા...! આવું સ્વરૂપ !
આ રીતે જ્ઞાનમય એવો,...’ આત્મામય એવો. પછી જે અસ્થિરતાના રાગ-દ્વેષ છે એની અહીં ગણતરી ગણી નથી. અહીંયાં તો સમ્યગ્દર્શન થતાં આત્માના પરિપૂર્ણ સ્વભાવનો અનુભવ થઈને પ્રતીત થતાં... આહા..હા...! તે જ્ઞાનમય એવો... ભાવ. ત્યારે જ્ઞાનમય ભાવ થયો. ઓલો મિથ્યાત્વ ભાવ હતો. પર્યાયબુદ્ધિમાં રાગને પોતાનો માનવો એ મિથ્યાત્વ ભાવ હતો. એ મિથ્યાત્વ ભાવ સ્વભાવ ભાવના ભાન દ્વારા છોડ્યો તો એ જ્ઞાનભાવ રહ્યો. આત્મ સ્વભાવ ભાવ થયો. આહા..હા...! એને આ જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો...’ છે ? આહા..હા...! જ્ઞાનમય એટલે ચૈતન્ય સ્વરૂપ છે, ભગવાન, એના જ્ઞાનમય એટલે સ્વભાવમય આત્મામય ભાવ. એ રાગ સાથે નહિ મળેલો ભાવ છે. સમજાય છે
કાંઈ ?
-
મુમુક્ષુ :- રાગ સાથે નહિ મળેલો એવો ભાવ એટલે શું ?
ઉત્તર ઃ– રાગ કીધું ને, રાગની એકતાબુદ્ધિથી જે મિથ્યાત્વ ભાવ હતો તે સ્વભાવની એકતાબુદ્ધિથી ટળ્યો, એ જ્ઞાન ભાવ હવે રાગની એકતાબુદ્ધિમાં નહિ આવે. સમજાણું કાંઈ ? ગાથાઓ તો એક એક ગાથા ‘સમયસાર’ની, પ્રવચનસાર’ની અલૌકિક વાતું છે ! આ..હા...! અરે..! આ ભગવાન અંદર ભગવાન સ્વરૂપ આત્મા બિરાજે છે. ત્રણે કાળે નિરાવરણ અખંડ આનંદકંદ પ્રભુ છે. એને નાનામાં નાનો રાગનો વિકલ્પ ભગવાનની ભક્તિ આદિનો હો કે કોઈપણ શુભ વિકલ્પ હો), એ રાગને આત્માના સ્વભાવ સાથે એકત્વબુદ્ધિ કરી, તે મિથ્યાત્વ ભાવ જીવનો ભાવ કહ્યો, એ જીવનો ભાવ એકવાર જ્ઞાનસ્વભાવના ભાવની એકાગ્રતાથી નાશ થયો એ ફરીને મિથ્યાત્વ ઉત્પન્ન નહિ થાય. આહા..હા...!
આ રીતે જ્ઞાનમય એવો,...’ આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાંતસ્વરૂપ, વીતરાગ સ્વરૂપ એવા અનંત ગુણની પિરણિતરૂપ ભાવ. આ...હા...! અનંત ગુણની પરિણિતરૂપ જ્ઞાનમય એવો (ભાવ), રાગાદિક સાથે નહિ મળેલો....' વિકલ્પ ઉઠે એની સાથે એકત્વપણે નહિ થયેલો. આહા..હા...! રાગ થાશે ખરો, પણ તેમાં એકત્વબુદ્ધિ નહિ રહે. એને ભિન્ન તરીકે જાણવામાં