________________
ગાથા–૧૬૮
૨૮૭
થતો નથી. ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન એવો ચૈતન્યનો ભાવ ઉત્પન્ન થાય. એ ઉત્પન્ન થયો તે તેને સદાકાળ (રહે છે). એ ભાવ સદાકાળ રહે છે. રાગથી ભિન્ન પડેલી શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની દશા એ રાગથી સદાકાળ ભિન્ન રહે છે. આહાહા....!
“પછી જીવ અસ્થિરતારૂપે...” જરી રાગ આવે. જ્ઞાનીને જરી અશુભ રાગ અને શુભ રાગ આવે. ઈ અસ્થિરતાનો છે, એકતાબુદ્ધિનો એ નથી. આહા..હા...“જીવ અસ્થિરતારૂપે.” રાગાદિ કીધું ને ? જરી દ્વેષ આવે. આહા..હા..! જ્ઞાનીને દ્વેષનો અંશ આવે, રાગ આવે, વિષય વાસના આવે, અશુભ રાગ થાય અને શુભ રાગ ભક્તિ આદિનો પણ જ્ઞાનીને આવે.
અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયર્દષ્ટિમાં જોડાણ છે જ નહિ.” આહા..હા..! સ્વભાવની સાથે જોડાણ થયું તેથી રાગની સાથે હવે જોડાણ છે જ નહિ. ભલે અસ્થિરતારૂપે રાગ આવ્યો, દ્વેષ આવ્યો. આહાહા...! છે ?
| નિશ્ચયદૃષ્ટિમાં એ રાગમાં જોડાણ નથી, એત્વબુદ્ધિ નથી ને એથી જોડાણ નથી. આહા..હા...આવું હવે. ઝીણી વાતું ક્યારે સમજવી ? બહારમાં કો'ક દિ માંડ કલાક નવરો થાય તો સાંભળવા મળે) સામાયિક કરો ને કાં ભક્તિ કરો ને પૂજા કરો ને વ્રત કરો ને અપવાસ કરો. થઈ રહ્યું, જાઓ જિંદગી લૂંટાઈ જાય) !
મુમુક્ષુ :- લુંટાઈ જાય. ઉત્તર :- રોકાય ગયો. આહા...હા...!
અહીંયાં તો કહે છે કે, એ રાગના વિકલ્પમાં રોકાણો એની સાથે એકત્વબુદ્ધિ થઈ. તેથી તે મિથ્યાત્વ ભાવ થયો અને એ મિથ્યાત્વ ભાવને જેણે એકવાર જીવના સ્વભાવ સન્મુખ થઈને રાગથી વિમુખ થઈ, સ્વભાવની સન્મુખ થઈને એકવાર રાગની એકતા તોડી તેને હવે રાગ સાથે એકત્વ – જોડાણ થાતું નથી. રાગ સાથે એકત્વનું જોડાણ થાતું નથી. આહાહા..! “નિશ્ચયદૃષ્ટિમાં જોડાણ છે જ નહિ” આહાહા! એ તો વ્યવહારનયથી અસ્થિરતા છે એ જાણે છે વ્યવહારનય.
અને તેને જે અલ્પ બંધ થાયસમકિતીને જ્ઞાનીને રાગની એકતા તુટી તે ધર્મીને જે અસ્થિરતાનો રાગ થાય તેમાં જોડાણ – એકત્વપણું નથી તેથી તે નિશ્ચયષ્ટિમાં તેનું જોડાણ છે નહિ અને તે દૃષ્ટિમાં તેને બંધ અલ્પ થાય તે નિશ્ચયદૃષ્ટિમાં બંધ છે જ નહિ. આહા..હા...! અલ્પ રાગાદિ થાય, એ તીવ્ર વિષયવાસના (થાય), અરે! રૌદ્ર ધ્યાન થાય. આ..હા...!
મુમુક્ષુ :– અનંત સંસારનું કારણ ન થાય.
ઉત્તર :- અલ્પ સ્થિતિ, રસ હોય છે. એ નિશ્ચયષ્ટિમાં એનો બંધ ગણવામાં આવ્યો નથી. આહા..હા...! એની સાથે જોડાણ નથી તેથી તેનો બંધ થાય તેને પણ અહીં ગણવામાં આવ્યો નથી. સમજાણું કાંઈ ? આવી વાત !