________________
ગાથા૧૬૯
૨૯૭ સ્વદ્રવ્યમાં જે વિપરીત વિકાર થાય એ પણ એ નથી. એ તો જડ પરમાણુ છે. “અન્ય દ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન” એ અનેરા જડ આઠ કર્મ અન્યદ્રવ્યસ્વરૂપ આસ્રવો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી...” એ પુગલના પરિણામ છે. આહાહા...!
જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે.” ધર્મીને, જેમ માટીનું ઢેફુ ભિન્ન છે તેમ એ જડ કર્મ તો અજ્ઞાનીને પણ એના આત્માથી ભિન્ન છે. અહીંયાં તો ધર્મી (જેને) આત્મજ્ઞાન થયું, ચૈતન્ય અખંડ અભેદ સ્વરૂપ પૂર્ણ પરમાત્મ સ્વરૂપનું સમ્યગ્દર્શનમાં પર્યાયમાં ભાન થયું, ભાન તો પર્યાયમાં થાય છે ને ! તો શેનું ભાન ? અખંડ પરમ પંચમભાવ જ્ઞાયકભાવ ધ્રુવભાવ અખંડ ભાવ, એકરૂપ સ્વભાવભાવ, એનું જ્યાં સમ્યકજ્ઞાન થયું અને આ જડકર્મ પડેલા છે એ માટીનાં ઢેફાં સમાન છે. અજીવ છે ને, અજીવ ! | ‘-જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); જડ પરમાણુ માટી છે. જેમ આ માટી બહારની છે એમ એ માટી છે. આહા....! તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે..” એમ પાઠ છે ને એ તો ! “ સરીરે વલ્કા’ એ કાર્મણ શરીર સાથે રજકણોનો બંધ છે. આત્માની સાથે એને કંઈ સંબંધ છે નહિ. આહાહા...! “જીવ સાથે નહિ.” “કાર્પણ શરીર સાથે બંધાયેલા છે–સંબંધવાળા છે,” એટલો તો પાઠ છે. પછી આચાર્યે એમાંથી કાઢ્યું કે, “જીવ સાથે નહિ.” જડ આઠ કર્મના પરમાણુ પડ્યા છે એ અજીવ છે. એ અજીવ દ્રવ્ય તરીકે છે, જીવદ્રવ્ય તરીકે નથી.
માટે જ્ઞાનીને...” આહા..હા...! ત્રિકાળ જ્ઞાયકભાવ ભૂતાર્થ ભાવ, અખંડ પૂર્ણ સ્વભાવ ભાવ, એનું જ્યાં સમ્યગ્દર્શન અને જ્ઞાન થયું એને દ્રવ્યાસવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. એ જડ છે એ તો જડમાં છે, આત્માને કાંઈ સંબંધ નથી. એ તો સ્વભાવથી જ, અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.
ભાવાર્થ:- “જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસવભૂત પ્રત્યયો...” એને પ્રત્યય કીધા. પડ્યા છે એને આસવ કીધા. તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે.” અજીવમય પુગલ (છે). તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિ ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે.” આહા...હા....! આમ્રવની વ્યાખ્યા ચાલે છે.
આસ્રવ બે પ્રકારના – દ્રવ્યાસવ અને ભાવાસવ. ભાવાસવ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ, સમ્યગ્દર્શન થતાં ભાવાર્સવનો પણ અભાવ છે. બીજા અસ્થિરતાના ભાવ છે એની અહીં ગણતરી નથી અને દ્રવ્યાસવ તો જડ છે. એટલે જ્ઞાનીને દ્રવ્યાસ્ત્ર અને ભાવાત્રંવ બેય નથી. આહાહા...! અહીં સમ્યગ્દર્શનની અપેક્ષાએ (વાત) છે, હોં! સર્વથા આસ્રવ નથી જ (એમ નહિ). મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ સંબંધીના પરિણામ એને નથી. એથી ભાવાસવ નથી. જડ આસ્રવ પણ અજીવ છે. એ તો સ્વભાવથી જ પુદ્ગલ છે.
માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ