________________
૨૯૬
સમયસાર સિદ્ધિ-૬ ભાવાસવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસવો નવાં કર્મના આસવણનું કારણ થતા નથી તેથી તે દૃષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસવનો અભાવ છે).
પ્રવચન નં. ૨૪૮ ગાથા–૧૬૯ થી ૧૭૧, શ્લોક-૧૧૫ શુક્રવાર, જેઠ સુદ ૧૩,
તા. ૦૮-૦૬-૧૯૭૯
સમયસાર ૧૬૯ ગાથા. હવે, જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ છે એમ બતાવે છે – ભાવાત્રવનો અભાવ છે એમ તો પહેલે કહ્યું. ઈ ભાવાત્રવ એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી રાગ-દ્વેષ, એનો આસ્રવ એને નથી. એથી સમ્યક્દૃષ્ટિને એ દૃષ્ટિ વિપરીતનો જે આસવ હતો તે આસવ નથી, ભાવાસવ (નથી). હવે અહીં દ્રવ્યાસવ કહે છે.
पुढवीपिंडसमाणा पुव्वणिइबद्धा दु पच्चया तस्स। कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स।।१६९।। જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને,
છે પૃથ્વીપિડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯. ટીકા :- જે પૂર્વે સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન પામ્યા પહેલાં અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ...” પ્રમાદ નથી નાખ્યો. પાંચ છે ને ! મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય (અને યોગ)). કષાયમાં પ્રમાદ લઈ લીધો. ‘મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસવભૂત પ્રત્યયો...' ખૂબી શું છે કે, જે કર્મ પડ્યા છે એને દ્રવ્યાસ્રવ કહે છે. જડ. જડ ! ઉદયને તો કહે પણ આ જડ આઠ કર્મ પડ્યા છે. અજ્ઞાનથી પહેલા બાંધેલા એને અહીંયાં દ્રવ્યાસ્ત્રવ (કહે છે). જડ પરમાણુ પડ્યા (છે) તેને દ્રવ્યાસ્ત્રવ કહે છે. પડ્યા છે એને.
મુમુક્ષુ :- ઉદય આવે ત્યારે ખરે ને નવા થાય.
ઉત્તર :ઈ જુદી વસ્તુ, ઈ પછી. આ તો પૂર્વના પડ્યા છે દ્રવ્યાસવ એ જડ છે. એ તો જડ છે પણ એને દ્રવ્યઆસ્રવ કહ્યા, એમ કહેવું છે. અજ્ઞાનથી પહેલા બંધાયેલા જે જડ કર્મ આત્માના પ્રદેશ પરદ્રવ્ય તરીકે પડ્યા છે અને અહીંયાં દ્રવ્યઆસ્રવ કહ્યા. દ્રવ્યાસવ છે, છે એને.
તે દ્રવ્યાસવભૂત પ્રત્યયો.” કીધા ને ? એ જડ આસવો છે. તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો....” એ તો પૂર્વે બંધાયેલા પરમાણુ અન્ય દ્રવ્યસ્વરૂપ છે. સ્વદ્રવ્ય સ્વરૂપ નથી તેમ