________________
૨૯૪
સમયસાર સિદ્ધિ-૬. જે મિથ્યાત્વના હતા એ પણ નથી. દ્રવ્યાસ્ત્રવ નથી અને ભાવાસવે નથી. આહા..હા... “એ દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસવના અભાવસ્વરૂપ છે. બેય લીધું. આહા..હા..! સમજાય છે કાંઈ ? “ઝાંઝરીજી ! આવી વાત (અલૌકિક વાત છે) !
આહા...હા....! કહે છે કે, જ્યાં મિથ્યાત્વની ગાંઠ ગળી ત્યાં અંદર જ્ઞાનમય ભાવ રહે છે અહીં તો. આહા..હા..! આત્મામય ! જ્ઞાનમય એટલે આત્મામય. આત્માના જે શુદ્ધ સ્વભાવ અનંત છે તેની પર્યાયમાં અનંત ભાવનો જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, શ્રદ્ધામય એ બધી પર્યાયોની વ્યક્તતા એકલું પરિણમન જ રહે છે. આહા...હા...! એને દ્રવ્યકર્મ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના આવતા એ તો રોકાય ગયા પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના જે ભાવાત્રંવ છે એ જ્ઞાનમય ભાવમાં એ નથી. સમજાણું કાંઈ ? આહા...હા...! તેથી તે ભાવ જ ભાવ-આસવના અભાવસ્વરૂપ છે.”
અહીં કીધું, જુઓ ! “સંસારનું કારણ મિથ્યાત્વ જ છે.” મિથ્યાત્વ જ કીધું છે. એકાંત કરી નાખ્યું નથી ? મિથ્યાત્વ જ સંસારનું કારણ છે ? પછી બીજા કોઈ કારણ નથી ? ભઈ ! બીજા છે ઈ અલ્પ છે એની ગણતરી નથી. અનંત અનંત નરક ને નિગોદના
ભવ, બાપા! એ ચોરાશી લાખના અનંતા. અનંતા. અનંતા.. ભવ, એનું કારણ એક મિથ્યાત્વ જ છે. આહા...હા! સમકિત થાય પછી એક, બે-ચાર ભવ હોય ઈ કાંઈ ગણતરીમાં નથી, એ તો જ્ઞાનનું શેય છે. આહા...હા...!
“સંસારનું કારણ મિથ્યાત્વ જ છે અને બીજે પણ આવે છે. મિથ્યાત્વ જ આસવ છે. ખરો તો એ જ આસવ છે. આહાહા..! હવે આ ટીકાકાર કરનારા આમ કહે છે. એને એકાંત કોઈ ઠરાવી દયે. લ્યો ! મિથ્યાત્વ જ સંસાર (એ) એકાંત છે. સાંભળને ! અને સમકિત છે તે જ મોક્ષનું કારણ અને મોક્ષ છે. જેમ મિથ્યાત્વ સંસાર છે તેમ સમ્યગ્દર્શન તે મોક્ષ છે. આહા...હા...! કેમકે મોક્ષ – મુક્ત સ્વરૂપ, એની પ્રતીતિ અનુભવમાં આવી તે મુક્ત સ્વરૂપ જ છે. આ...હા...! “પ્રવચનસારમાં કહ્યું ને ! પાંચ ગાથા ! પાંચ ગાથા મોક્ષમાર્ગની છે છતાં મોક્ષતત્ત્વ કહ્યું છે. આહા..હા.! શું શૈલી ! નિજ સ્વભાવને પ્રાપ્ત કરવા માટેની શૈલી ! આ..હા...હા! બીજા લાખ ક્રિયાકાંડો કરે, દયા ને વ્રત ને તપ ને ભક્તિ ને પંચ લ્યાણક કરે ને બધા ગરથ કાઢે. આ સમ્યગ્દર્શનની શ્રદ્ધાના ભાન વિના એ બધા સંસાર ખાતે છે. આહાહા..!
સંસારનું કારણ મિથ્યાત્વ જ છે.” “જ”, “જ' છે, એમ કીધું છે. ત્યારે પછી અવ્રત ને પ્રમાદ, કષાય નહિ ? આ જ કારણ છે ? એ અનંત સંસારનું કારણ નથી. તેથી મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાત્સવનો અભાવ થયો એમ અહીં કહ્યું.” એ જાતના સર્વ ભાવાત્રંવ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના, (એ) સર્વ ભાવનો એને અભાવ થયો. સર્વ ભાવનો – આસવનો અભાવન થયો એમ અહીંયાં કહ્યું. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)