________________
૨૯૨
સમયસાર સિદ્ધિ-૬ સર્વ દ્રવ્યકર્મના આસવના થોક” “ગોવ' છે ને ? ‘ગોઘ’, ‘ગોલાન દ્રવ્યકર્માસવ શોધ’, ‘ગોધ મોટા. “ગોપાન એને રોકનારો છે. આહા..હા..! શું કહે છે ? આત્મા ચૈતન્ય ભગવાન જ્યાં રાગની એકતા તૂટીને સ્વભાવની એકતાનું પરિણમન કર્યું ત્યારે જે પહેલા મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ કાળે જે દ્રવ્યાસવનો થોક આવતો એ હવે અહીં આવતો નથી. રોક્યોનો અર્થ એ આવતો નથી. સમજાણું કાંઈ ? આવતો હતો ને રોક્યો છે, એમ નથી. એને એ આવતો જ નથી. એ આવવાનું પહેલા મિથ્યાત્વ વખતે હતું એ અત્યારે આવતું નથી, એમ. આવવાનું હતું એને રોક્યો છે, એમ નહિ. આવી વાતું છે. કથનમાં શું આવે ? સમજાવવું છે એમાં (આમ જ આવે). પહેલા આવતો હતો અને અત્યારે નથી આવતો એ અપેક્ષાએ એને રોક્યો છે એમ કહ્યું).
સર્વ દ્રવ્યકર્મના આસવના...” આહા...હા...! “(જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને)...” રાગની એકતાબુદ્ધિમાં જથ્થાબંધ કર્મ આવતા. આહા...હા...! તે “રોકનારો છે,...” કોણ ? જ્ઞાનમય ભાવ, આત્મામય ભાવ. રાગની એકતાબુદ્ધિ વિનાનો સ્વભાવની એકતાનો ભાવ, કર્મના ઓઘને – થોકને રોકનારો છે. આહા..હા....!
“Sષ સર્વ-માવાસ્ત્રવાળામું અમાવ:” અને “તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાત્સવના અભાવસ્વરૂપ છે.” બેય વાત લીધી. જડકર્મનો જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો થોક આવતો એ નથી આવતો અને જે મિથ્યાત્વ અને રાગ-દ્વેષનો આસ્રવ હતો, ભાવ. ભાવ, એ નથી. દ્રવ્યાસવ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી વખતે જે દ્રવ્યાસવ આવતા તે અહીંયાં સમ્યગ્દર્શનની પરિણતિમાં એ આવતો નથી અને તેને ભાવાસવ જે મિથ્યાત્વ ને રાગનો હતો એ ભાવાસવ અહીં નથી. દ્વવ્યાસ્ત્રવ અટકી ગયા અને ભાવાસ્રવ છે નહિ. અરે.. અરે..! ભાવાત્સવ એટલે આ મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જે ભાવ તે ભાવાત્રંવ. છે ને સામે ? પુસ્તક છે કે નહિ ? આહા...હા...!
તે જ્ઞાનમય) “ભાવ સર્વ ભાવાસવના અભાવસ્વરૂપ છે.” “સર્વ-માવાસ્ત્રવાર્ કમાવ:” આહા..હા..! એને દ્રવ્યાસવ મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આવતો એ તો નથી સમ્યગ્દર્શન થતાં, રાગની એકતા તૂટતા અને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો જે ભાવાસવ હતો એ પણ એને છે નહિ. દ્રવ્યાસવ આવતો નથી, ભાવાસવ છે નહિ. આહા...હા...! મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ભાવાત્સવ.
ભાવાર્થ :- મિથ્યાત્વ રહિત ભાવ...” જ્ઞાતા-દષ્ટા સ્વભાવનો ભાવ, દયા, દાન, વ્રતાદિના વિકલ્પની એકતા વિનાનો ભાવ. આહા...હા.... તે જ્ઞાનમય છે. એ આત્મામય છે, એ સ્વભાવમય છે, એ શુદ્ધ છે. મિથ્યાત્વ રહિત ભાવ તે જ્ઞાનમય છે, સમકિતમય છે, શાંતિમય છે, વીતરાગ પર્યાયમય છે. એ ચોથે (ગુણસ્થાને) !
મુમુક્ષુ – અનંતાનુબંધીનો જાય છે. ઉત્તર :- એ અનંતાનુબંધીનો ગયો એટલી સ્વરૂપ આચરણ વીતરાગતા આવી. એ