________________
ગાથા
૨૯૧ છે. આહા..હા..!
“તે જ ભાવાસવનો અભાવ છે...” જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસવનો અભાવ છે મિથ્યાત્વરૂપી ભાવાસવ. આ..હા..હા...! એનો અભાવ છે. “એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :–' લ્યો ! ૧૧૪ (કળશ).
(શનિની भावो रागद्वेषमोहेर्विना यो जीवस्य स्याद् आननिर्वृत्त एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रबौधान्
एषोऽभावः सर्वभावास्रवाणाम् ।।११४ ।। જીવને જે રાગદ્વેષમોહ... વિના. એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ લેવા. રાગદ્વેષમોહ વગરનો, જ્ઞાનથી જ રચાયેલો ભાવ... અહીં એમ કહે કે, બિલકુલ રાગ વિનાનો, એ નહિ. રાગની એકતાની બુદ્ધિવાળો રાગ-દ્વેષ, એ વિનાનો ભાવ. રાગ-દ્વેષ હો. ઈ તો વાત થઈ કે, અસ્થિરતામાં ગઈ. આહા..હા....! એકતામાં જે સંસારમાં હતો તે અસ્થિરતામાં સંસાર અલ્પ રહી ગયો. રાગની એકતાના મિથ્યાત્વ ભાવમાં જે સંસાર અનંત હતો એ અસ્થિરતામાં અલ્પ સંસાર રહી ગયો. એ અલ્પ સંસાર પણ સુકાય જવાનો, સ્વભાવની દૃષ્ટિના જોરથી. આહા..હા...! આવું છે.
રાગદ્વેષમોહ વગરનો...” એટલે સમજાણું ? મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ વિનાનો, એમ. બધા રાગ-દ્વેષ વિનાનો એમ નહિ. “જ્ઞાનથી જ રચાયેલો.” એ આત્માના સ્વભાવથી જ બનેલો. આહા...હા...! સમ્યકજ્ઞાન, સમ્યગ્દર્શન, શાંતિની સ્થિરતા, સ્વરૂપાચરણ, આનંદ, વીતરાગતા વગેરે. એ “જ્ઞાનથી જ રચાયેલો ભાવ છે અને...” “સર્વાન્ દ્રવ્યવર્માસ્ત્રવગોપાત્ “તે સર્વ દ્રવ્યકર્મના આસવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, એટલે તે આવતો નથી, એમ. રોકનારાનો અર્થ ઈ. આવતો ને રોક્યો છે એમ નહિ.
જે સર્વ દ્રવ્યકર્મના આસવના થોકને....” જે મિથ્યાત્વમાં અને અનંતાનુબંધીના ભાવમાં જે આસ્રવ આવતા એ થોક અહીંયાં સમકિતદર્શન, જ્ઞાન અને શાંતિની સ્થિરતાના ભાવમાં એ દ્રવ્યાસ્ત્રવ રુંધાય જાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી જે આસ્રવ આવતો એ આસવ રૂંધાય જાય છે. આહા..હા..! હવે આવું ઝીણું પડે માણસને. પછી એને જોડી દીધા, વ્રત ને તપ ને અપવાસ ને શરીરથી બ્રહ્મચર્ય પાળે એટલે થઈ ગયો ધર્મ ! હવે એવું તો અનંત વાર કર્યું છે, બાપા !
અંદર ભગવાન વીતરાગમૂર્તિ પડ્યો છે, એની એકતા વિના અને રાગની એકતા તૂટ્યા વિના જન્મ-મરણનો અંત એને આવતો નથી. આહા...હા....! આ તો ભવના અંતની વાત છે. આ..હા...!