________________
ગાથા–શ્લોક-૧૧૪
૨૯૩ ના પડે છે કે ઘણા ! (સમકિતીને) સ્વરૂપાચરણ નથી. ઓલો વિદ્યાસાગર’ ના પાડે છે, નહિ? “વિદ્યાસાગર’ નામ ને ? લખ્યું છે. એ ના પાડે છે. અરે... પણ પ્રભુ ! આહા..હા...!
આત્મા જિનસ્વરૂપ ત્રિકાળ છે. એનું જ્યાં જિનસ્વરૂપનું ભાન થયું).. રાગથી એકતાબુદ્ધિમાં સંસાર હતો, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો (ભાવ હતો), એ ભાવ હવે સમકિતના ભાવ વખતે એ ભાવ નથી. એ ભાવ નથી તો જ્ઞાનમય ભાવમાં, શ્રદ્ધામય આવ્યો, શાંતિમય આવ્યો, સ્થિરતા આવી, અંશે વીતરાગતા આવી, અંશે આનંદ આવ્યો. આહાહા..! જેટલી શક્તિઓ છે તેની અંશે વ્યક્ત દશા થઈ), એ જ્ઞાનમય ભાવ કીધો, રાગ નહિ. સમજાય છે ને ? આહાહા...! ભાષા તો સાદી છે. આવું સમજાય એવું છે.
આહા..હા...! સંતોએ જગતને ન્યાલ કરી દીધા છે ! આહા...હા...! ન્યાકરણ એ લોકોમાં આવે છે. સ્વામીનારાયણ’ હતા ને ? “સ્વામીનારાયણ” જ્યાં ત્યાં દારૂને છોડાવે. ચાલકરણ. ન્યાલકરણ કહેતા એને. “સ્વામીનારાયણ” કાઠીમાં જાય માંસ છોડાવે, દારૂ છોડાવે, એવું છોડાવે એટલે લોકો કહે) વાલકરણ. ન્યાલકરણ. ન્યાકરણ. હવે એમાં શું ? આ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીની એકતાનો રાગ છોડાવ્યો એ ન્યાકરણ છે. આહા..હા..! અને ન્યાય જે આત્માનો ખ્યાલ છે એ પ્રગટ દશા થઈ. આહા..હા...!
મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે.” જોયું? ચોથે ગુણસ્થાને કે પાંચમે પણ જે નિર્મળ પરિણતિ થઈ એ તો રાગ-દ્વેષ-મોહ વગરની છે. મોહ એટલે મિથ્યાત્વ. રાગ-દ્વેષ અનંતાનુબંધી આદિ. એ વગરનું પરિણમન છે. આહાહા....! આસવ અધિકાર ! આગળ ૧૭૦ (ગાથામાં) લેશે. જઘન્યપણે છે એટલે યથાખ્યાત નથી ત્યાં સુધી એને આસવ આવે છે, પણ આ નહિ. રાગની એકતાબુદ્ધિનો મિથ્યાત્વ ભાવનો જે આસ્રવ એમાં દર્શનમોહ આવે છે. આહા..હા...! અને ચારિત્રમાં તે અનંતાનુબંધીનો ભાવ આવે છે. આહા..હા...!
આ જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે...” મિથ્યાત્વ અને અનંતાનુબંધીના. મિથ્યાત્વ – મોહ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ વિનાનો છે. આ..હા...! હવે આને સ્વરૂપાચરણ ન કહેવું ત્યારે શું કહેવું એને ? અહીં તો બિલકુલ રાગની એકતા વિનાનો ભાવ. અને બંધ અધિકારમાં પણ એ કહેશે, ઉપયોગમાં રાગને એકત્વ કરે છે એ બંધનું કારણ છે), એમ ત્યાં કહ્યું. રાગ બંધનું કારણ એમ નથી કહ્યું. આહાહા..! ઉપયોગની શરૂઆત કરી. બંધ અધિકારમાં, પાંચ ગાથા. ઉપયોગમાં રાગને એકત્વ કરે તે મિથ્યાત્વ બંધનું કારણ છે. આહાહા...! બંધ... બંધ અધિકાર ! ચારે કોરથી જુઓ તો... આહા...હા...! વસ્તુની ખબર ન મળે.
સચ્ચિદાનંદ પ્રભુ અંદર પૂર્ણાનંદનો સાગર ! અનંત ગુણગંભીર મોટો દરિયો પડ્યો છે. છે અરૂપી પણ સ્વભાવનો દરિયો છે ઈ. આહા...હા...! એનું જ્યાં શ્રદ્ધા-જ્ઞાન થાય છે ત્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના જે આસવ આવતા હતા એ અટકી ગયા અને ભાવાસવ