________________
ગાથા- ૧૬૯
આથા-૧૯/
अथ ज्ञानिनो द्रव्यास्त्रवाभावं दर्शयति .
૨૯૫
पुढवीपिंडसमाणा पुव्वणिइबद्धा दु पच्चया तस्स ।
कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स । । १६९ ।। पृथ्वीपिण्डसमानाः पूर्वनिबद्धास्तु प्रत्ययास्तस्य ।
कर्मशरीरेण तु ते बद्धाः सर्वेऽपि ज्ञानिनः । ।१६९ ।।
ये खलु पूर्वमज्ञानेन बद्धा मिथ्यात्वाविरतिकषाययोगा द्रव्यास्रवभूताः प्रत्ययाः, ते ज्ञानिनो द्रव्यान्तरभूता अचेतनपुद्गलपरिणामत्वात् पृथ्वीपिण्डसमानाः । ते तु सर्वेऽपिलस्वभावत एव कार्माणशरीरेणैव सम्बद्धाः, न तु जीवेन । अतः स्वभावसिद्ध एव द्रव्यास्त्रवाभावो ज्ञानिनः।
હવે, જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ છે એમ બતાવે છે :
જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને,
છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯.
ગાથાર્થ :- [તત્ત્વ જ્ઞાનિનઃ] તે જ્ઞાનીને પૂર્વનિવદ્ધાઃ તુ પૂર્વે બંધાયેલા સર્વે અ]િ સમસ્ત [પ્રત્યયાઃ] પ્રત્યયો [પૃથ્વીપિન્ડસમાનાઃ] માટીનાં ઢેફાં સમાન છે [] અને [] તે [ર્મશરીરે] (માત્ર) કાર્મણ શરીર સાથે [વદ્વા:] બંધાયેલ છે.
ટીકા :– જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્દગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે (–જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્પણ શરીર સાથે બંધાયેલા છે – સંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને વ્યાસવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.
-
ભાવાર્થ :– જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસવસમૂહ પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ તો સ્વભાવથી જ છે. (વળી શાનીને