________________
ગાથા-૧૬૮
૨૮૯ પડે છે એની અહીં ગણતરી ગણવામાં આવી નથી. આહા..! અને તે પણ સમકિતીને અશુભ ભાવ આવે ભલે, પણ છતાં આયુષ્ય જ્યારે બંધાશે ત્યારે શુભભાવ આવશે એમાં બંધાશે. આહા..હા..! ચોથે ગુણસ્થાને ગમે ઈ લડાઈમાં ઊભો હોય, વિષયવાસનામાં આવી ગયો હોય પણ તે ટાણે એને ભવિષ્યનું આયુષ્ય નહિ બંધાય. આહા..હા...! કેમકે આત્મા અબદ્ધસ્કૃષ્ટ ચૈતન્યમૂર્તિ ભગવાન દષ્ટિ અને જ્ઞાનમાં નિરંતર પરિણમ્યો છે અને ભવિષ્યનું આયુષ્ય બંધાય એ શુભભાવ આવશે ત્યારે બંધાશે. એટલું એ દૃષ્ટિ અને નિર્મળતાનું જોર છે. આહા...હા....!
અન્ય પ્રકૃતિઓ” એટલે કે મિથ્યાત્વ સાથેની ૪૧ બંધાય એ સિવાય, “અન્ય પ્રકતિઓ સામાન્ય... અનંત સંસારનું કારણ નથી. સામાન્ય એટલે મિથ્યાત્વનું કારણ નથી અને મિથ્યાત્વ નથી એટલે સામાન્ય અનંત સંસારનું કારણ નથી. “મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં... આહા..હા...! જે વૃક્ષનું મૂળ કાપી નાખ્યું પછી એના લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘૂ... સુકાવાની છે. મૂળ કાપ્યું એના પાંદડાં સુકાઈ જવાના. અલ્પ કાળે હવે ઈ પાંદડાં વધવાના નહિ. આહાહા...! મૂળ પહેલી ચીજ છે એના પર જોર નથી અને જોર બધું આ વ્રત ને તપ ને ત્યાગ ને આ ને આ પંચ કલ્યાણક કરો મોટા...!
મુમુક્ષુ – પંચ કલ્યાણક તો આપના હાથે જ થાય છે એટલે બિચારા કરે ને !
ઉત્તર :- પંચકલ્યાણક (વખતે) શુભભાવ હોય, બીજું શું ? એ ક્રિયા તો જડની પરથી થાય છે અને શુભભાવ હોય તે પણ પોતાની ચીજ નથી. આહા...હા...!
એ તો લખાણ આવ્યું છે, પાનું આવ્યું છે ને ! પાનું ! સૌરાષ્ટ્રમાં એમ કે, “શ્રીમદૂને લઈને દિગંબર ધર્મ શરૂ થયો, પછી કાનજીસ્વામીને લઈને દિગંબર ધર્મના મંદિરો થયા. છાપુ આવ્યું હતું. ક્યાંક એ છાપુ છે. કાલે બપોરે હતું. નથી ને ? ‘નિયમસાર' (છે). આ પાનું છે, આ. આમાં આવ્યું છે. અહીં કે દિનું પડ્યું હતું. સૌરાષ્ટ્રમાં દિગંબર જૈન સંપ્રદાય. લેખક : શ્રી સત્ય. એમ કરીને બધું નાખ્યું છે. “શ્રીમદૂને લઈને થયેલું પછી “કાનજીસ્વામીને લઈને સૌરાષ્ટ્રમાં જિનમંદિરો થયા, દિગંબર ધર્મ વિસ્તાર પામ્યો. આ..હા..! એ તો બહારની વાતું છે. બહાર થાય ને ન થાય, એની સાથે કાંઈ લેવાદેવા નથી). આહા.હા..!
“મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સકાવાયોગ્ય છે. જેના ઝાડના મૂળિયાં કાપ્યા એના પાંદડાં થોડા દિમાં સુકાઈ જશે. એમ જેણે મિથ્યાત્વની ગાંઠ ગાળી નાખી અને સમ્યગ્દર્શન આત્માનું કર્યું અને બીજી પ્રવૃતિઓ જે થોડી છે એ થોડા કાળમાં સુકાઈ જવાની. આહાહા...! આવું કઠણ.
હવે, સમકિતીને અશુભભાવ થાય તોપણ કહે છે કે, તેનો એ જાણનાર છે અને એને બંધ પડે એ નિશ્ચયથી નથી. મિથ્યાષ્ટિને ભક્તિ આદિ પુણ્યનો શુભભાવ હોય તો કહે છે કે, મિથ્યાષ્ટિને અનંત સંસારનું કારણ છે. રાગની સાથે એકતા અને સ્વભાવ સાથે એકતા, એમ આ વસ્તુ છે. આ..હા...! એ બેસવું કઠણ જગતને. આહા..!