________________
૨૮૮
સમયસાર સિદ્ધિ-૬ કારણ કે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. શું કીધું ઈ ? જે ચૌદમી, પંદરમી ગાથામાં આવ્યું ને ! અબદ્ધસ્કૃષ્ટ ! રાગના ભાવના બંધથી ભિન્ન. રાગ જેને સ્પર્યો નથી, એવો જે અબદ્ધસ્વરૂપ ભગવાન, એની રાગની એકતા તૂટીને અબદ્ધ સ્વરૂપનું જ્ઞાન ને ભાન થયું તે અબદ્ધસ્પષ્ટપણાનું પરિણમન તો સદા નિરંતર રહ્યા જ કરે છે. રાગની એકતાબુદ્ધિ તૂટી તે રાગ વિનાનો અબદ્ધસ્કૃષ્ટ ભાવ સદા નિરંતર રહ્યા જ કરે છે. આહા..હા...! વીતરાગતા છે. આહા...! પેલા ના પાડે છે કે, ચોથે ગુણસ્થાને વીતરાગતા ન હોય. અરે.પ્રભુ!
વીતરાગ સ્વરૂપ જ આત્મા છે, એની શ્રદ્ધા, જ્ઞાન ને પરિણમન થયું એ વીતરાગરૂપે પરિણમન હોય કે રાગરૂપે હોય ? ભલે સમકિત હોય અને ચોથું ગુણસ્થાન હોય. આહા..હા...! એ વીતરાગભાવપણે ભલે જઘન્ય ભાવ છે, ઉત્કૃષ્ટ તો યથાખ્યાત થાય ત્યારે થાય, પણ જઘન્ય ભાવ છે એ વીતરાગભાવપણે પરિણમે છે અને રાગની સાથે જોડાણ – એકત્વ નથી. માટે રાગ સાથે જોડાણ નથી અને એ રાગથી કંઈ કર્મથી થોડો રસ બંધ પડે એ નિશ્ચયદૃષ્ટિમાં એને ગણવામાં આવતો નથી. આહાહા...!
“અબદ્ધસ્કૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. સમ્યફદૃષ્ટિને રાગના વિકલ્પની એકતા તૂટતાં વીતરાગ ભાવની અબદ્ધસ્કૃષ્ટ પર્યાય નિરંતર પરિણમ્યા જ કરે છે. આ..હા..હા....! એક વાર ગયું ને થયું, એ થયું તો થયું જ છે, એમ કહે છે. એ થયું તે જ રીતે રહ્યા કરે છે. આહાહા....! રાગથી સંબંધ અને બંધ વિનાનો સ્વભાવ પ્રગટ્યો એ પરિણમન નિરંતર રહ્યા કરે છે. ચાહે તો એ લડાઈમાં ઊભો હોય, સમકિતી ! બે ભાઈ બાડ્યા ને ! “બાહુબલીજી” અને “ભરત’. પણ અંદર તો અબદ્ધસ્કૃષ્ટ પરિણમન નિરંતર રહે જ છે. અરે...! આ વાત કેમ બેસે ? એના ઉપર ઉપર રાગ થાય છે, એનું પરિણમન અહીં અબદ્ધસ્કૃષ્ટમાં ગણવામાં આવ્યું નથી. આહા..હા..! આવું છે.
વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથીજે ૪૧ પ્રકૃતિ મિથ્યાત્વમાં બંધાતી. આહા...હા...! ૧૪૮માંથી ૪૧ વધારે અંદર હતી. એ સમિકત થતાં ૪૧ પ્રકૃતિનો બંધ થતો જ નથી. આહા...હા...! “મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી.” એ શું કહ્યું ? બીજી પ્રકૃતિ થોડી બંધાય છે પણ સામાન્ય સંસાર જે મિથ્યાત્વ તેનું કારણ નથી). કહેશે, આના પછી તરત કહેશે. “સંસારનું કારણ મિથ્યાત્વ જ છે;” ઓલી કોર કહેશે. ઓલી કોર પાછળ કહેશે. “સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. પહેલી લીટી. ખરેખર મિથ્યાત્વ જ આસ્રવ છે. ખરેખર મિથ્યાત્વ જ સંસાર છે. ખરેખર મિથ્યાત્વ જ પાપ છે. આહા...હા...!
‘તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી. સામાન્ય એટલે જે અનંત સંસારનું કારણ મિથ્યાત્વ હતું, અનંત સંસારનું કારણ મિથ્યાત્વ, એ નથી. એ સામાન્ય સંસાર કહેવાય. અલ્પ સ્થિતિ રસ