________________
સમયસાર સિદ્ધિ-૬
૨૮૬
ક્યાંથી આવશે ? આહા..હા...!
પહેલી જડ જ કાપી નથી. રાગનો સૂક્ષ્મ વિકલ્પ અને એનાથી પણ પ્રભુ તો અનંત ગુણનો સૂક્ષ્મ... આહા..હા...! એવી સૂક્ષ્મતાની સાથે સૂક્ષ્મ નાનામાં નાનો રાગ, પર્યાયબુદ્ધિથી જેણે એકત્વ કર્યું છે, તેના જીવભાવને મિથ્યાત્વ ભાવ કહે છે. આહા..હા...! પછી ચાહે તો ભલે દિગંબર સાધુ હો, હજારો રાણી છોડી, પંચ મહાવ્રત પાળતો હોય. પણ જેને એ સૂક્ષ્મ સ્વરૂપ ત્રિકાળ સ્વભાવ, એની સાથે આ રાગ સ્થૂળ છે. આમ સૂક્ષ્મ પણ અત્યંત સ્થૂળ પુણ્ય-પાપ અધિકાર'માં કીધું છે ને ? અત્યંત સ્થૂળ શુભરાગ પણ અત્યંત સ્થળ. પ્રભુ તો અંદર અનંત સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવનો સાગર પ્રભુ (છે). આહા..હા...! એની સાથે આ રાગ અત્યંત સ્થૂળ છે). આહા..હા...! પથરા જેવો અંદ૨ સ્થૂળ એની (સાથે) એકત્વ કર્યું છે. જેણે એ આત્માના સ્વભાવમાં એ રાગને એકત્વ માન્યો છે, એનાથી મને લાભ થશે, એમ માનનારે રાગને એકત્વપણે જ માન્યો છે. આહા..હા...! દયા, દાન, વ્રત પરિણામથી...
મુમુક્ષુ :– અજ્ઞાનમાં ક્યાં ખબર પડે કે આ રાગ છે ?
ઉત્તર ઃ– એને ખબર જ ક્યાં છે ? એના માટે તો વાત ચાલે છે. આહા..હા...! વ્રત ને તપ ને રાગ છે, કોણ કહે છે ? પણ એને ખબર જ કયાં છે ? વૃત્તિ ઊઠે છે એ વિકાર છે અને એ સ્થૂળ છે. પ્રભુ તો અંદર અતિ સૂક્ષ્મ અરૂપી ભગવાન (છે). આ..હા...! એવા સૂક્ષ્મ સ્વભાવી પરમાત્મા, એને સ્થૂળ સ્વભાવી ભાવી વિકાર રાગ, એનાથી જે જુદો પડ્યો.. આહા..હા...! છે ?
રાગાદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી.’ આહા..હા...! ‘આ રીતે...’ ઉત્પન્ન થયેલો, શું ? ‘રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ...’ ઉત્પન્ન થયેલો શું ? પેલો તો ગયો. રાગની એકતાબુદ્ધિનો મિથ્યાત્વ ભાવ તો ગયો. હવે ઉત્પન્ન શું થયું ? પેલાનો વ્યય થઈ ગયો. ઉત્પન્ન શું થયું ? આહા...હા...! આ રીતે ઉત્પન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે.’ ભગવાન જેમ સદાકાળ રહે છે તેમ રાગની એકતા તૂટીને જ્ઞાન ને આનંદમય ભાવ થયો, વીતરાગી પિરણિત થાય (એ) સદાકાળ રહે છે. પરિણતિ, હોં ! વસ્તુ તો વસ્તુ છે), ઈ નહિ. આ...હા...! આવું સમજવું મુશ્કેલ પડે. એટલે પછી કો ધર્મ, પુણ્ય ને પાપના પરિણામ. પુણ્યના (પરિણામ) કરે (એટલે) એને થઈ ગયો ધર્મ ! આહા..હા...!
આ રીતે ઉત્પન્ન થયેલો, જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે.' આહા..હા..! પછી તે રાગની સાથે એકત્વ થતું જ નથી. ભગવાનની ધારા, જ્ઞાન અને આનંદની ધારા રાગની ધારાથી સદાય છૂટી જ રહે છે. આહા..હા...! ઈ આવી ગયું છે ને આપણે ! બે ધારા – કર્મધારા અને જ્ઞાનધારા. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય...’ રાગ અને વિકલ્પથી એકતા જેણે તોડી છે અને સ્વભાવની એકતા પ્રગટી છે એને હવે મિથ્યાત્વ ભાવ તો ઉત્પન્ન
-