________________
ગાથા-૧૬૮
૨૮૩
ઉત્તર :- મિથ્યાત્વ ભાવ જીવભાવ છે. જડના ભાવનું અહીં કામ નથી. જડકર્મના નિમિત્તના સંબંધે પોતાના સ્વભાવને ભૂલી જે રાગ અને દ્વેષ મારા, એવો જે મિથ્યાત્વ ભાવ એ જીવનો ભાવ અહીંયાં કહેવામાં આવે છે. એવી વાત છે.
મુમુક્ષુ :– એકવા૨ એમ કહે કે એ જીવનો ભાવ નથી.
ઉત્તર ઃઈ કઈ અપેક્ષાએ ? એ જીવનું સ્વરૂપ નથી તે અપેક્ષાએ (કહ્યું છે). અહીં તો એની પર્યાયમાં સ્વભાવના ભાન વિના પર્યાયમાં જે પુણ્ય અને પાપ, શુભ-અશુભ ભાવ એ મારા છે (એવો જે મિથ્યાત્વ ભાવ). ઈ શુભ-અશુભ ભાવ ભલે હો, પછી શુભ-અશુભ ભાવ તો રહેશે. પણ એ શુભ-અશુભ ભાવ મારા છે, એવો જે જીવનો મિથ્યાત્વ ભાવ.
આહા..હા...!
‘એકવાર છૂટો પડ્યો થકો...' આહા..હા..! અહીં તો અપ્રતિહતની જ વાત છે. જેને એકવાર ચૈતન્ય ભગવાન અનંત ગુણગંભીર તત્ત્વ દૃષ્ટિમાં લીધું અને સ્વભાવની સાથે એકતા કરી એને જીવભાવ જે મિથ્યાત્વ ભાવ હતો તે છૂટી ગયો એ ફરીને ઉત્પન્ન નહિ થાય. આહા..હા...! આમ છે. આચાર્યોની વાત જ અપ્રતિહતની વાત છે.
ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પૂર્ણ ચિન એવી દ્રવ્ય વસ્તુ છે, વસ્તુ છે એનું જ્યાં ભાન થઈને પ્રતીત થઈને અનુભવ થયો ત્યારે તે જીવમાં મિથ્યાત્વ ભાવ હતો તે નાશ થઈ ગયો. ફરીને હવે એ મિથ્યાત્વ ભાવ થશે નહિ. અહીં તો ઈ કહે છે. ઈ હવે પડવાનું નથી એમ કહે છે. આહા..હા...! મૂળ પહેલી વાત મિથ્યાત્વ અને સમકિત, ઈ બેની વાત જ પહેલી સમજવી કઠણ (છે). પછી તો રાગ-દ્વેષ હોય ને ટળે ને અસ્થિરતા થાય એ બધી સાધારણ વાત છે. એ કોઈ ચીજ (નથી). આહા...! ભગવાન પૂર્ણાનંદ અને પૂર્ણ અતીન્દ્રિય ગુણનો ગંભી૨ ભગવાન, એની સાથે પુણ્ય અને પાપ એ મારા છે, એવો જે મિથ્યાત્વ ભાવ, એ જીવનો ભાવ (છે) એમ કીધું ને ? જડકર્મ છે એ તો જડ અજીવમાં ગયું. પણ આ ભાવ જે ખર્ચો છે કે, પુણ્ય-પાપ મારા, એ ભાવ જીવનો ભાવ છે. મિથ્યાત્વ (ભાવ છે). આહા..હા...! સમજાય છે કાંઈ ?
?
એ મિથ્યાત્વ ભાવ એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી.’ આહા..હા...! એ મિથ્યાત્વ ભાવ જે શરી૨, વાણી, મન તો એક કો૨ ભિન્ન રહ્યા પણ પુણ્ય ને પાપનો વિકલ્પ જે વિકૃત ભાવ છે, એની ઉપર જ્યાં સુધી દૃષ્ટિ છે ત્યાં સુધી તેને જીવનો મિથ્યાત્વ ભાવ કહેવામાં આવે છે. આકરું કામ છે. ચાહે તો પંચ મહાવ્રતધારી ત્યાગી થયો હોય, હજારો રાણીને છોડીને મુનિ થયો હોય પણ અંતરના એ શુભ પરિણામ જે છે એ મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ... આહા..હા...! એ જીવનો ભાવ છે, એ જીવમાં થયેલો ભાવ છે.
એક બાજુ એમ કહેવું કે, મિથ્યાત્વ ને અવ્રત ને પ્રમાદ, કષાય બધા પુદ્ગલના પરિણામ