________________
૨૭૮
સમયસાર સિદ્ધિ-૬. સોય લોહચુંબકના સંસર્ગ કરે તો સોયમાં ગતિ કરવાની પર્યાય ઉત્પન્ન થાય છે. એમ અજ્ઞાની રાગ અને પુણ્ય પરિણામનો સંસર્ગ કરે તો પુણ્ય પરિણામનો કર્તા અજ્ઞાનભાવથી ઉત્પન્ન થાય છે. આહા..હા..! અને સોય લોહચુંબકના સંસર્ગમાં આવતી નથી અને પોતાના ભિન્ન સ્વભાવમાં રહે છે. એમ ધર્મી જીવ એને કહીએ, જ્ઞાની – ધર્મી ચોથે ગુણસ્થાને (એને કહીએ) કે, રાગ ને દ્વેષના પરિણામ થાય છે, એની ઉપર દૃષ્ટિ નથી, એનો સંસર્ગ નથી, એનો પરિચય નથી, ભગવાનનો સંસર્ગ છે, પોતાના સ્વભાવનો પરિચય છે તો પોતાના સ્વભાવમાં જ્ઞાનમય રહે છે. આહાહા..! આવી વાત છે. દિગંબર સંતોની વાતું બહુ ઝીણી. એવી વાત ક્યાંય બીજે છે નહિ). શ્વેતાંબર અને સ્થાનકવાસીમાં આવી વાત ક્યાંય નથી.
મુમુક્ષુ :- આ દુકાન જ બીજી જાતની છે. આ માલ કયાંય મળે નહિ.
ઉત્તર :- આહા! દિગંબર સંતો તો કેવળજ્ઞાનીના કેડાયત છે. કેવળજ્ઞાનીના પેટ ખોલીને મૂક્યા છે. પેટ ખોલીને (કહે છે કે, આ માર્ગ છે, ભાઈ ! દુનિયા માને, ન માને (ઈ જાણે). સમાજની તુલના રહે કે ન રહે, એની સંતોને દરકાર નથી. નાગા બાદશાહથી આઘા ! નગ્સ મુનિ અંતરમાં આનંદકંદમાં ઝુલવાવાળા, રાગ આવે છે તેના પણ જાણનાર (છે), એના કર્તા નથી. મહાવ્રતના પરિણામ પણ મુનિને આવે છે પણ મુનિ એને કહીએ કે, એના કર્તા નથી અને પોતાના જ્ઞાતા-દૃષ્ટા આનંદમાં રહે છે. આહાહા..! એમને રાગનો સંસર્ગ નથી એ કારણે રાગના કર્તા થતા નથી. આહા...હા...!
લોહચુંબકનો દાખલો “અમૃતચંદ્રાચાર્યદેવે’ આપ્યો છે. ધર્મીને તો જ્ઞાનમય ભાવ (છે). આહાહા...! હું તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું. રાગનો ભાવ થયો એની ઉપર દૃષ્ટિ નથી તો એનો પરિચય નથી તો એનો સંસર્ગ નથી તો એનું કાર્ય કરવાનો – એ કાર્ય મારું, એ કરવાનો ભાવ ન થયો. આહા..હા...! રાગનો સંસર્ગ નથી તો પોતાના જ્ઞાતા સ્વભાવમાં જ્ઞાનમય હોવાથી, રાગનું કાર્ય મારું નહિ, પણ રાગનો હું જાણનાર છું, એવો સ્વભાવ ભાવ ઉત્પન્ન થાય છે. આહાહા! છે ? થોડી ઝીણી વાત છે, ભાઈ ! ભાવ તો જે હોય ઈ આવે. હિન્દીમાં પણ ભાવ તો હોય ઈ આવે ને ! આહા...હા...!
ભગવાન આત્મા ! અતીન્દ્રિય અનંત ગુણનો પિંડ પ્રભુ છે. એ ઇન્દ્રિયના સંસર્ગના કારણે જે રાગાદિ ઉત્પન્ન થાય છે તે રાગનો કર્તા અજ્ઞાની થાય છે. આહાહા..! એ અણિન્દ્રિયનો પરિચય નહિ અને ઇન્દ્રિયનો પરિચય ને ઇન્દ્રિયના વિષયનો પરિચય ને ઇન્દ્રિયના વિષયમાં પ્રેમ – રાગ (કરીને) રાગનો પરિચય (કરે છે). આહાહા.! એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ (છે). રાગનો પરિચય જ્ઞાનીને નથી. થાય છે તો એનો પરિચય નથી કે, એ મારો છે અને એ મારું કર્તવ્ય છે એ પણ નથી. એ કારણે રાગનું અકર્તાપણું જ્ઞાનીને હોય છે અને જ્ઞાનમય, જ્ઞાનમય જ્ઞાનના કર્તા થાય છે. ભારે આવ્યું ! આ.હા...!
આવી વાત ક્યાં છે ? વીતરાગના પેટ છે ! ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવ બિરાજે છે