________________
ગાથા-૧૬૭
૨૭૯
ત્યાંથી તો આ વાત આવી છે. પ્રભુ બિરાજે છે. પ્રભુનો પાંચસે ધનુષનો દેહ છે. પ્રભુનું કરોડ પૂર્વનું આયુષ્ય છે. ‘સીમંધર’ ભગવાન મહાવિદેહ ક્ષેત્ર ઉપર બિરાજે છે, હોં ! આ..હા..હા...! ત્યાં આગળ સંવત ૪૯માં ‘કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા, ત્યાંથી આવીને આ બનાવ્યું. અને ટીકાકાર પણ એવા નીકળ્યા... આ..હા...હા...! કે, કુંદકુંદાચાર્યદેવ’ને જે ભાવ કહેવા છે એ જ ભાવ ‘અમૃતચંદ્રાચાર્યદેવ” કહે છે.
પ્રભુ ! તું રાગનો કર્તા કેવી રીતે થયો ? તું તો જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ ! એ દયા, દાન, રાગનો કર્તા કેમ થયો ? કે, તારા જ્ઞાનનો સંસર્ગ નામ પરિચય, અનુભવ છોડીને એ રાગનો પરિચય અને રાગના કર્તાપણાની બુદ્ધિ તને થઈ અને તારી દૃષ્ટિ રાગ ઉપર રહી, એ કારણે રાગનું કર્તાપણું તારામાં ઉત્ન થયું. આહા..હા...! જે શુભ-અશુભ રાગ થયા એની ઉપર તારી દૃષ્ટિ રહી. સંસર્ગનો અર્થ એ છે. એ કારણે તારામાં એ પુણ્યપાપના ભાવના કર્તાનો અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો. આહા..હા...! કહો, ચેતનજી' ! આ ક્યાં તમારે શ્વેતાંબરમાં ક્યાંય હતું ? આ દાખલો તો જુઓ ! આહા....હા...!
ભગવાન ચૈતન્યમૂર્તિ પ્રભુ ! જ્ઞાન ને શ્રદ્ધા ને આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ ! એનો જેણે પરિચય ન કર્યો. શ્રુત, પરિચિત ત્યાંથી આવ્યું, લ્યો ! એ.....! ભાઈ ! શ્રુત પરિચિત આવ્યું ને ? આહા..હા...! એ રાગનો જેણે પરિચય કર્યો, ચાહે તો શુભાગ હો, તો એના પિરચયથી તારામાં એ રાગ મારું કર્તવ્ય છું, એવી કŕબુદ્ધિ અને કર્મબુદ્ધિ તારામાં ઉત્પન્ન થઈ. આહા..હા...! પણ એ રાગ, પુણ્ય-પાપ એ મારી ચીજ જ નથી. હું તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છું. જેની દૃષ્ટિમાં જ્ઞાતાપણાના સ્વભાવ ઉપર દૃષ્ટિ છે એનો રાગ સાથે પરિચય નથી. પિરચય નથી તો કર્તાપણું નથી અને કર્તાપણું નથી તો એ એનું કાર્ય છે, એમ છે નહિ. આહા..હા...! આવી વાત છે. દુનિયાથી બીજી જાત લાગે. વ્યવહા૨ લોપ કરે છે ને એકાંત છે એમ કહે. કહો, પ્રભુ કહો ! આ તો પ્રભુના ઘરની વાત છે. આહા..હા....!
અહીં પરમાત્મા કહે છે એ વાત આચાર્ય દૃષ્ટાંત દઈને સિદ્ધ કરે છે. આ..હા..હા...! લોકોને ખ્યાલ આવે કે, એકલી સોય લોહચુંબક પાસે ન જાય તો સંસર્ગ વિના ખેંચાવાની તાકાત ઉત્પન્ન થતી નથી. આહા..હા....! એમ ભગવાનઆત્મા પુણ્ય-પાપના પરિણામના પરિચયમાં ન જાય... આહા..હા...! અને પોતાના જ્ઞાતા-દૃષ્ટાના પરિચયમાં આવે તો રાગના કર્તાપણાની બુદ્ધિ, અજ્ઞાનપણું જ્ઞાનીને થતી નથી. આહા..હા...! આવું છે. થોડી વાતે પણ વાત મોટી બહુ, ભાઈ !
‘કુંદકુંદાચાર્યદેવ’ પેલામાં આવ્યું છે ને ! મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલં’ ત્રીજે નંબરે ‘કુંદકુંદાચાર્યદેવ’ આવ્યા ! આવે છે ને ? મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલં કુંદકુંદાર્યો’ ‘ગૌતમ’ પછી ‘કુંદકુંદાચાર્યદેવ’ આવ્યા. અલૌકિક ‘કુંદકુંદાચાર્યદેવ’ હતા ! ભગવાન પાસે ગયા હતા. આ..હા..હા...! ત્યાં