________________
ગાથા-૧૬૭
૨૭૭
અને જેમ લોહચુબેંક-પાષાણ સાથે અસંસર્ગથી...' સોયે લોહચુંબકનો સંસર્ગ જ કર્યો નહિ, નજીક જ ગઈ નહિ. આહા...હા...! સોય લોહચુંબકના પથ્થર પાસે ગઈ જ નહિ, સંસર્ગ કર્યો નહિ. આ..હા...! છે ? અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે...’ સોય પોતાના સ્વભાવમાં ૨હે છે. સોયે લોહચુંબકનો સંસર્ગ ન કર્યો તો ગતિ કરીને લોહચુંબક પાસે જાતી નથી, પોતાના સ્વભાવમાં રહે છે. આહા..હા...! એ દૃષ્ટાંત (આપ્યો).
‘તેમ રાગદ્વેષમોહ...’ ભગવાનઆત્મા તો જ્ઞાતા-દૃષ્ટા છે. એમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, અંદર ઈશ્વરતા (ભરી છે) એવી અનંત શક્તિઓનો સાગર પ્રભુ તો છે. આત્મા ! અહીં તો આત્માને પ્રભુ કહે છે. આ..હા...! એ આત્મા પોતા તરફનો સંસર્ગ છોડીને રાગનો સંસર્ગ કરે છે તો એને રાગનો કર્તા ભાવ થાય છે. પણ પોતાના સ્વભાવના પરિચયવાળો ધર્મી... આ..હા...! રાગદ્વેષમોહ સાથે અસંસર્ગપણાથી...’ રાગ મારો છે અને મને લાભદાયક છે, એવી દૃષ્ટિ ધર્મીને નથી. આહા..હા...!
રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી...’ જોયું ? હું રાગ છું ને હું દ્વેષ છું, એમ મિશ્રિત નહિ થવાથી જ્ઞાનીને (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ,...' આહા..હા...! ધર્મી જીવ તો એમ જાણે છે કે, હું તો જ્ઞાન અને આનંદ છું. હું રાગના પરિચયમાં આવ્યો જ નથી. હું રાગ પરચીજ છે, એનો પરિચય શું ? આહા..હા...! મારી ચીજના પરિચયમાં આવના૨ રાગનો પિરચય જ્ઞાની કરતા નથી. આહા..હા...! છે ?
તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ,...’ એ રાગાદિ થાય છે પણ તેના તરફનું લક્ષ નથી, એનો પિરચય નથી, તેને પોતાનો માનવો એવો સંસર્ગ નથી. આહા..હા...! એમ જ્ઞાની નામ ધર્મી ચોથે ગુણસ્થાને સમકિતી પ્રવર્તે છે). શ્રાવક તો પંચમ ગુણસ્થાન. એ તો વળી આગળ દશા છે. એ તો અલૌકિક વાતું છે ! અત્યારે બધા માની બેઠા છે કે, અમે શ્રાવક છીએ. માનીને બેઠા, વસ્તુ નથી, બાપુ ! વસ્તુ જુદી છે. આહા..હા...!
રાગ-દ્વેષ અને મિથ્યાત્વની સાથે મિશ્રિત નહિ થવાથી, પોતાપણું નહિ માનતા હોવાથી... આહા..હા...! રાગ ને લોભની ઇચ્છા આદિ થઈ એમાં પોતાપણું નહિ માનવાથી ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ,...' એ તો જ્ઞાનમય (ભાવ). હું તો જ્ઞાતા-દૃષ્ટા છું. સમિકતી એમ જાણે છે કે, હું તો જ્ઞાનમય ભાવ છું. એ રાગમય ભાવ હું નહિ. આહા....હા...! ભારે (કામ) ! કમજોરીથી, ચારિત્રમોહના ઉદયથી રાગ આવે છે, પણ એનો સંસર્ગ નહિ, સ્વામીપણું નહિ, એની ઉ૫૨ દૃષ્ટિ નથી. એની ઉ૫૨ દૃષ્ટિ નહિ હોવાથી આત્મામાં રાગનું કર્તાપણું ઉત્પન્ન થતું નથી. આહા..હા....! સમજાય છે કાંઈ ? બહુ સરસ વાત કીધી !