________________
ગાથા–૧૬૭
૨૭પ
ખેંચાવાનો ભાવ ઉત્પન્ન થયો. એ લોહચુંબકથી નહિ. સોયએ લોહચુંબકનો સંસર્ગ કર્યો તો પોતાની પર્યાયમાં લોહચુંબક તરફ ખેંચાય જાય એવી પર્યાય ઉત્પન્ન થઈ. આ..હા...! છે?
(લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ....” સંસર્ગથી ઉત્પન્ન થયેલો ભાવ. ભાવ તો પોતામાં થયો છે. એ લોહચુંબક તો નિમિત્ત છે. લોહચુંબક તો પરવસ્તુ છે, સોય પરવસ્તુ છે. સોયમાં એ બાજુ ખેંચાવાની જે પર્યાય થઈ એ લોહચુંબકના સંસર્ગથી થઈ, પણ પોતાથી થઈ છે. આહા..હા...! “લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને ગતિ કરવાને) પ્રેરે છે.” એ સોય લોહચુંબક તરફ જાય છે.
“તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી....... આહાહા...! શું કહે છે ? અજ્ઞાની, જેમ લોહચુંબકના સંસર્ગથી સોયમાં ગતિ કરવાની પર્યાય થઈ, એમ અજ્ઞાની કર્મના ઉદયમાં રાગદ્વેષ અને સંસર્ગ કરે છે, એનો પરિચય કરે છે. આહાહા.! રાગ મારો, દ્રેષ મારો. આહાહા...!
મુમુક્ષુ :- પરપદાર્થથી થયું એમ ચોખ્ખું કીધું. ઉત્તર :કોઈ પરપદાર્થે કર્યું એમ) કીધું નથી. પોતાથી થયું એમ કહ્યું છે.
એનો – પેલા લોહચુંબકનો સંસર્ગ કર્યો માટે ઉત્પન્ન થયું. ‘તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી....... દેખો ! અજ્ઞાની પોતાનો સ્વભાવ ચૈતન્ય આનંદ સચ્ચિદાનંદ પ્રભુ, એને ભૂલીને અજ્ઞાની એ પુણ્ય-પાપનો રાગ અને દ્વેષનો સંસર્ગ કરે છે, પરિચય કરે છે.... આહા..હા..! એની સાથે જોડાણ કરે છે. ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ.” રાગ-દ્વેષના પરિણામનો પરિચય કરવાથી, એ મારા છે (એવો) સંસર્ગ (કરવાથી) આત્મામાં અજ્ઞાનમય ભાવ થયો. જેમ સોયમાં લોહચુંબકના પથ્થરનો સંસર્ગ કરવાથી એમાં ખેંચાવાની પર્યાય પોતાથી પોતામાં થઈ. એમ રાગ-દ્વેષ અને મોહ, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ હો પણ છે રાગ, એનો પરિચય કર્યો – સંસર્ગ કર્યો. આહા..હા...! છે ?
“રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ...” પોતામાં રાગની એકત્વબુદ્ધિથી, એ પુણ્ય પરિણામ મારા છે અને મને લાભદાયક છે... આહાહા...! એવા અજ્ઞાનભાવથી “અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે.....” આહા.હા. એ અજ્ઞાનભાવ જ વિકાર કરવાને પ્રેરે છે. વિકાર કર્મ મારું છે, એ અજ્ઞાનભાવ પ્રેરે છે. અજ્ઞાનભાવ રાગનો કર્તા થાય છે. દયા, દાન પરિણામ મારું કર્મ છે અને હું કર્તા છું, એ અજ્ઞાનમય ભાવ છે. આહા...હા..! છે કે નહિ અંદર ? આ...હા...!
“આત્માને કર્મ કરવાને...” કર્મ એટલે વિકાર પરિણામ કરવામાં. વિકાર પરિણામના કર્તા થવામાં, વિકારના પરિણામની સાથે પરિચય કર્યો તો વિકાર કર્મ મારું છે, એમ કર્તા થાય છે. કર્મ કરવા માટે પ્રેરિત થાય છે. રાગ મારો છે એમ પ્રેરિત થાય છે. આહા..હા...! ઝીણી વાત.