________________
૨૭૪
સમયસાર સિદ્ધિ-૬ મિશ્રિત (–મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક –પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.
ભાવાર્થ :- રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે.
ગાથા ૧૬૭ ઉપર પ્રવચન
‘હવે, રાગદ્વેષમોહ જ આસવ છે એવો નિયમ કરે છે - ભગવાન કુંદકુંદાચાર્યદેવ દિગંબર સંત સંવત ૪૯ માં ભરતક્ષેત્રમાં બે હજાર વર્ષ પહેલાં થયા. ભગવાન પાસે ગયા હતા. સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહમાં વિચરે છે. પાંચસો ધનુષનો દેહ છે. ત્યાં ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્ર બનાવ્યું છે. આહા..હા...! એ કહે છે, “હવે, રાગદ્વેષમોહ જ આસવ છે.” એ મિથ્યાત્વ સંબંધી જે રાગ-દ્વેષ-મોહ છે એ જ આસ્રવ છે. આહા...હા...! ૧૬૭ (ગાથા).
भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।।१६७।। રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો;
રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭. આહા..હા...! ઝીણી વાત બહુ, બાપુ ! અહીં તો કહે છે કે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જશે. એ અજ્ઞાનીની માન્યતા છે. રાગ કરતા કરતા ધર્મ થઈ જશે. આહા...હા...! લસણ ખાતા ખાતા કસ્તૂરીનો ઓડકાર આવી જશે. એમ ક્રિયાકાંડ દયા, દાન, વ્રત, ભક્તિ કરતા કરતા સમકિત થશે એ બધા મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! એ મિથ્યાષ્ટિના “રાગદ્વેષમોહ જ આસવ છે...”
ટીકા – “ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ...” છે ને? લોહચુંબક પથ્થર. સંત દિગંબર મુનિ ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ દૃષ્ટાંત આપે છે. લોહચુંબક પથ્થર છે તેની સાથે સંસર્ગથી...” એના સંસર્ગમાં. (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ.” એના સંસર્ગથી, એનાથી નહિ. શું કહ્યું ? લોહચુંબક પથ્થર છે (અને) સોય છે). સોયે (લોહચુંબકનો) સંસર્ગ કર્યો તો