________________
૨૭૨
સમયસાર સિદ્ધિ-૬ અપવાસ કરી ને પૂજા કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો એ ધર્મ. એ બધો રાગ છે અને એમાં ધર્મ માને છે. મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે. મિથ્યાત્વનો સંસાર એની પાસે છે. મિથ્યાત્વ એ જ સંસાર છે. છે એમાં ? છે, આમાં છે. જુઓ ! ૬૮ ગાથામાં છે. ૧૬૮ (ગાથા) છે ને !
સંસારનું કારણ મિથ્યાત્વ જ છે;” ૧૬ ૮ ગાથાથી પાછળ છેલ્લે છેલ્લું પદ, ૧૬૯ (ગાથા) પહેલાં. ૧૬ ૮ની છેલ્લે. છે ? “સંસારનું કારણ મિથ્યાત્વ જ છે;” અલ્પ રાગાદિ થાય છે એ સંસારનું, મૂળ સંસારનું કારણ નથી. છે એમાં ? છે કે નહિ ? આહાહા.... પણ મિથ્યાત્વ કોને કહેવું એ ખબર નહિ. એ જાણે કે જૈનધર્મમાં આવી ગયા અને આ વ્રત કરીએ ને તપસ્યા કરીએ ને પૂજા, ભક્તિ કરીએ તો ધર્મ થશે એમ માને). ધૂળમાંય ધર્મ નથી. એવું તો તેં અનંત વાર કર્યું છે. અત્યાર કરતાં નવમી રૈવેયક ગયો ત્યારે તો અનંત વાર મુનિપણું પાળ્યું. પણ એ પંચ મહાવ્રત અને અઠ્યાવીસ મૂળગુણ તો રાગ અને આસ્રવ છે. એનાથી ભિન્ન મારી ચીજ આનંદ છે તેનું સમ્યજ્ઞાન વિના, એ બધો મિથ્યાત્વનો આસવ એને સંસાર છે. આહા..હા...!
અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી.” ૧૬ ૬ (ગાથા) પૂરી. “આ રીતે જ્ઞાનીને...” ધર્મીજીવને રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન છે. ધર્મી એને કહીએ કે, પોતાના સ્વરૂપમાં રાગની ભિન્નતા છે. રાગમાં હું નહિ અને મારામાં રાગ નહિ. દયા, દાન, વ્રતના પરિણામ પણ રાગ છે એ મારામાં નથી અને હું એમાં નથી. એવું ભેદજ્ઞાન સમ્યક્દષ્ટિને થયું છે.
આ રીતે જ્ઞાનીને આસવ નહિ હોવાથી બંધ થતો નથી.” મિથ્યાત્વ સંબંધી આસ્રવ નથી તો એ સંબંધી અનંત સંસારનું કારણ એવો બંધ નથી. આહાહા...!
રાગ રાગમાં રહ્યો છે, મારા સ્વરૂપમાં પ્રવેશ થયો જ નથી
મારી ચૈતન્યસ્વરૂપ ચીજ તો અનાદિથી એવી ને એવી છે. મારા ધામમાં કોઈએ પ્રવેશ કર્યો જ નથી. રાગ રાગમાં રહ્યો છે, ઉપર ઉપર રહ્યો છે. મારા સ્વરૂપમાં એ કોઈનો પ્રવેશ થયો જ નથી. મારું કાંઈ ખોવાણું નથી. મારું કાંઈ ઓછું થયું નથી. આમ જાણીને હે ભાઈ ! તું પ્રસન્ન થા, પ્રસન્ન થા.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓક્ટોબર-૨૦૦૨