________________
૨૭૦
સમયસાર સિદ્ધિ-૬ છું. હું તો જ્ઞાતા-દષ્ટા છું. એ દયા, દાન, વ્રતના પરિણામ પણ મારું કર્તવ્ય નથી. આહા..હા...! તેને અહીંયાં પ્રથમ દરજ્જાનો સમકિતી કહેવામાં આવે છે. આહાહા..! “સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજોરીથી...” ચોથા ગુણસ્થાનમાં સમ્યક્દષ્ટિને અજ્ઞાનમય રાગ-દ્વેષ હોતા નથી. ત્યારે પૂર્વના ચારિત્રના બળના દોષે, ચારિત્રમોહના કારણે “જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી;.” સમકિતી ભલે ગૃહસ્થાશ્રમમાં હો અને રાગાદિ ચારિત્રમોહનો ઉદય હો પણ ધર્મી તેનો સ્વામી નથી. સ્વામી તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એનો હું સ્વામી છું. આવી વાત છે, ભાઈ !
ચારિત્રમોહના ઉદયથી ધર્મીને પણ રાગ-દ્વેષ, વિષયવાસના આદિ હોય છે પણ એમાં સ્વામીત્વ નથી, એમાં સુખબુદ્ધિ નથી, એમાં હિતબુદ્ધિ નથી. આહાહા! “રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે.” આહા..હા....! ધર્મી એને કહીએ કે, જેને રાગ થાય છે અને રોગ સમાન જાણે. એ તો રોગ છે, મારી દશા નહિ. આહાહા...! ધર્મની પહેલી સીઢીવાળો, એને રાગ આવે છે પણ રાગને એ રોગ સમાન જાણે છે. આહા...હા...!
છ ખંડનું રાજ હોય). ‘ભરત ચક્રવર્તી સમકિતી હતા પણ એના) સ્વામી નહિ. રાગનો સ્વામી તો નહિ પણ પરનો સ્વામી તો છે જ નહિ. રાગમાં દેખાવા છતાં પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ રાગથી ભિન્ન છે), એના સ્વામી થઈને રાગ આવે છે તેના સ્વામી થતા નથી. આહા...હા...! આ તો જ્યાં-ત્યાં દયા, દાન, વ્રત, જાત્રા, ભક્તિના પરિણામ કર્યા એ મારા છે અને મને લાભ થશે એમ માનનાર) તો મિથ્યાષ્ટિ અજ્ઞાની છે, એને ધર્મ નથી. એ તો અજ્ઞાની છે. આહા..હા..! આકરી વાત છે.
‘રાગાદિકને રોગ સમાન જાણીને...” જેમ રોગ આવે છે તો એને ભલો જાણે છે ? એમ ધર્મીને રાગ આવે છે પણ રોગ સમાન જાણે છે. એનો સ્વામી હું નહિ. મારી ચીજ તો એનાથી ભિન્ન છે. એવો બોધ અને સમ્યગ્દર્શન થયું, (તે) રાગ(ને) રોગ સમાન જાણે છે. અજ્ઞાની રાગને પોતાનો માની હિતકર માને છે. આહા..હા..! આ “આસ્રવ અધિકાર"
પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે.” આ.હા..! ધર્મી જીવ, પોતાનો શુદ્ધ ચિદાનંદ પ્રભુ, જિનસ્વરૂપી ભગવાન આત્મા, એનું ભાન, સમ્યગ્દર્શન થયું, (એમને) પૂર્વના કારણે રાગ આવે છે પણ એ રાગને કાપે છે, રાગને રાખતા નથી. આહાહા..! રાગ આવે છે એની રક્ષા કરતા નથી. આ..હા...! રાગને કાપતા જાય છે. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. ધર્મીની પહેલે દરજે, ચોથેગુણસ્થાને આવી માન્યતા હોય છે. પાંચમું ગુણસ્થાન શ્રાવક એ તો બાપુ ! ઊંચી ચીજ છે. સમકિત વિના શ્રાવક હોય નહિ. સમકિત વિના સાધુ પણ હોય નહિ. પહેલું સમકિત આ ચીજ છે કે, ચાહે તો શુભ-અશુભ ભાવ હો એ મારા નથી,