________________
ગાથા-૧૬૬
એ તો કોઈ અલૌકિક વાતું છે !
અહીંયાં તો ચોથે ગુણસ્થાને પહેલો ધર્મ પ્રાપ્ત કર્યો, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો તો એ અવિરત (સમ્યગ્દષ્ટિ છે). ભલે રાગનો ત્યાગ નથી, ઇન્દ્રિયના વિષયનો પણ ત્યાગ નથી, છતાં અવિરત સમ્યક્દષ્ટિ(ને) દૃષ્ટિ સત્ય પ્રગટ થઈ છે. આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એ વિકાર રહિત છે અને પૂર્ણ આનંદ છે એમ અનુભવમાં ધર્મી જીવને શરૂઆતમાં ચોથે ગુણસ્થાને અવિરત સમ્યક્દષ્ટ હોય છે. આહા..હા...! એને પણ અજ્ઞાનમય રાગદ્વેષ હોતા નથી. સમ્યષ્ટિ - ધર્મી થયો એને અજ્ઞાનમય રાગ-દ્વેષ હોતા નથી.
મિથ્યાત્વ સહિત રાગાદિક હોય..' આહા..હા...! જેની શ્રદ્ધા મિથ્યાત્વ છે એ પાપ પરિણામમાં ઠીક – સુખ છે અને પુણ્ય પરિણામમાં ધર્મ છે એવી જેની દૃષ્ટિ છે એ મિથ્યાદૃષ્ટિ છે. એ જૈન નહિ. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! ‘મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે,...’ વિપરીત માન્યતા, રાગ-દ્વેષ મારા છે એવી જે માન્યતા છે, એવા મિથ્યાદૃષ્ટિનો રાગાદિ ભાવ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે,...’ એ અજ્ઞાન છે.
પોતાના સ્વરૂપનું ભાન નહિ અને રાગ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ મારો ધર્મ છે અને એનાથી ધર્મ થશે, એવી મિથ્યાષ્ટિ છે તેના અજ્ઞાનમય ભાવમાં (રાગ-દ્વેષ ગણાય છે). મિથ્યાદૃષ્ટિના અજ્ઞાનમય પક્ષમાં રાગ-દ્વેષ થાય છે. મિથ્યાત્વનો નાશ થયો અને સમ્યગ્દર્શન થયું તો અજ્ઞાન પક્ષમાં જે રાગ-દ્વેષ થાય છે એ થતા નથી. આવી વાત છે.
‘સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી.’ જેને પોતાનો સ્વભાવ પુણ્ય અને પાપના ભાવથી, શુભ-અશુભ ભાવથી ભિન્ન છે એમ અંતર દૃષ્ટિ થઈ એ સમકિત સહિત રાગાદિ અજ્ઞાનના પક્ષમાં નથી. એ સમિકતીને રાગ થાય છે પણ અજ્ઞાનના પક્ષમાં નથી. જ્ઞાની રાગનો જાણના૨ ૨હે છે. રાગ મારું કર્તવ્ય છે એમ જ્ઞાનીને હોતું નથી. આહા..હા...!
સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે.' આહા..હા...! ધર્મી પહેલા દરજ્જાનો એને કહેવાય કે, જેને દયા, દાન, વ્રત પરિણામ રાગ, એનાથી ભિન્ન જ્ઞાનધારા સદાય ચાલે છે. હું તો સદા જ્ઞાતા-દૃષ્ટા, આનંદ છું એવી દૃષ્ટિમાં રાગથી ભિન્ન ભેદજ્ઞાનની ધારા ચાલે છે. આહા..હા...! આવી વાત છે. લોકોને નવરાશ નહિ (અને) બહારથી ધર્મ માની લે. આહા..હા...! આ જાત્રા કરી આવ્યા (એટલે) ધર્મ થઈ ગયો. ‘સમેદશીખર’ની જાત્રા, એ તો પુણ્ય છે, ધર્મ નહિ. ગિરનાર’ની જાત્રા, શેત્રુંજય’ની જાત્રા એ તો રાગ છે. રાગથી મને ધર્મ થશે એ તો મિથ્યાદૃષ્ટિ છે. એ મિથ્યાષ્ટિના પક્ષમાં જે રાગ-દ્વેષ થતા હતા એવા સમ્યષ્ટિને અજ્ઞાન પક્ષના રાગ-દ્વેષ હોતા નથી. આહા..હા...! રાગ-દ્વેષ થાય છે પણ એ મારા છે અને મને લાભદાયક છે એવી સમકિતી જીવને દૃષ્ટિ હોતી નથી.
આહા..હા...!
નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે.’ જ કહ્યું છે. હું તો જાણનાર-દેખના૨ જ
૨૬૯