________________
૨૬૮
સમયસાર સિદ્ધિ-૬ અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસવો હોતા નથી.” એ કારણે જ્ઞાની – ધર્મીને મિથ્યાત્વનો નાશ થયો અને સમ્યગ્દર્શન – સ્વરૂપની પ્રતીતિ અનુભવ થયો તો મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહ એને થતા નથી. આ..હા..! અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વ ભાવ ધર્મીને હોતા નથી. આહા..હા...! પહેલી વાત જ કઠણ છે.
આસવો નહિ હોવાથી.” ધર્મીને પોતામાં શુદ્ધ શ્રદ્ધા – સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આત્મામાં અનુભવથી થયા એ કારણે એને મિથ્યાત્વ સંબંધી આસ્રવ થતો નથી. ‘આસવો નહિ હોવાથી નવો બંધ થતો નથી.” આહાહા..! “આ પ્રકારે જ્ઞાની સદાય અકર્તા હોવાથી....” ધર્મી એને કહીએ કે, પરનો કર્તા તો છે નહિ પણ પુણ્ય પરિણામનો એ કર્તા નથી. આહા..હા..! પાપનો તો કર્તા નથી પણ પુણ્ય પરિણામનો કર્તા પણ ધર્મી (નથી). પહેલે દરજજે ધર્મી અકર્તા હોવાથી (અર્થાત) પરનો કર્તા નહિ અને રાગનો પણ કર્તા નહિ, ધર્મી તો પોતાના જ્ઞાન સ્વરૂપ આનંદનો કર્તા છે. આહા...હા...! આવી વાત છે.
આ પ્રકારે જ્ઞાની સદાય અકર્તા હોવાથી..” ધર્મી તો પરથી, પરપદાર્થની કોઈપણ પર્યાય થાય છે તેનો આત્મા કર્તા નહિ. આ શરીર ચાલે છે, વાણી બોલાય છે એ ક્રિયાનો આત્મા કર્તા નથી. આહાહા..! અજ્ઞાની પરનું કરી તો શકતો નથી પણ માને છે કે હું પરનું કરું અને કરી શકે છે એ કે, પુણ્ય-પાપના ભાવનો અજ્ઞાની કર્તા થાય છે. જ્ઞાની એ પુણ્યપાપનો પણ કર્તા થતો નથી. તેનો જાણનાર રહે છે.
પૂર્વે બંધાયેલાં જે કર્મો.” નવા કર્મ બાંધતો નથી કેમકે મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ નથી તો એ સંબંધીનો આસ્રવ નથી તો નવા કર્મ બંધાતા નથી. અને જૂના કર્મો જે બંધાયેલા પડ્યા હતા તેનો માત્ર “જ્ઞાતા જ રહે છે. પૂર્વકર્મ બંધાયેલા પડ્યા છે તેનો તો ધર્મી જાણનાર છે. એ કર્મ મારા છે અને મારામાં બંધ છે, એમ ધર્મી માનતો નથી. બહુ ચીજ ઝીણી છે, ભાઈ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એની ધર્મની શરૂઆતવાળી ચીજ કેવી છે એ બહુ કઠણ છે અને સમ્યગ્દર્શન વિના તો જ્ઞાન અને ચારિત્ર તો હોતા જ નથી. આ...હા...!
અહીંયાં તો કહ્યું કે, સમ્યક્દૃષ્ટિને મિથ્યાત્વ અને રાગ-દ્વેષ અનંતાનુબંધીના થતા નથી તો એટલો બંધ પણ થતો નથી. અને પૂર્વ બંધ છે એને જાણનાર રહે છે. પૂર્વ બંધ જડ છે એ મારી ચીજ નહિ. આહા...! મારામાં છે નહિ એ તો જડમાં છે. એમ ધર્મી જૂના કર્મ પડ્યા છે તેનો જાણનાર-દેખનાર રહે છે. નીચે.
અવિરતસમ્યગ્દષ્ટિને..” હજી ગૃહસ્થાશ્રમમાં હોય, સમકિતી છે. “શ્રેણિક રાજા આદિ અવિરત સમ્યક્દષ્ટિ (છે). હજી અંતરમાં નિવૃત્તિ નથી. પુણ્ય અને પાપથી નિવૃત્તિ નહિ, વ્રત ને પચ્ચખાણ આદિ ચારિત્ર પણ નથી પણ અવિરતસમ્યફદૃષ્ટિ, જેને અવ્રત છે પણ છે સમ્યફદૃષ્ટિ. ચોથે ગુણસ્થાને. ચોથું ગુણસ્થાન. (તેને પણ) “અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી.” ચોથે ગુણસ્થાને પાંચમા (ગુણસ્થાનનો) શ્રાવક થયા પહેલાં. છઠ્ઠ (ગુણસ્થાન) મુનિપણું