________________
૨૬૬
સમયસાર સિદ્ધિ-૬ “માટે જ્ઞાની, આસવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મને બાંધતો નથી,” લ્યો ! આસવો જેને નિમિત્ત છે. નવા કર્મને આસ્રવ નિમિત્ત છે, અહીં (એ) લેવું છે. એવા મિથ્યાત્વ, રાગ-દ્વેષનો કર્તા થાય. દયા, દાનના પરિણામનો કર્તા થાય એ મિથ્યાષ્ટિ છે. કેમકે એ રાગ છે. આહાહા...! એ મિથ્યાદૃષ્ટિને જે રાગદ્વેષ ને અજ્ઞાનભાવ હતા તે જ્ઞાનીને નથી. તેથી આસવ જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ પુગલકર્મને બાંધતો નથી,” તે આઠ કર્મને બાંધતો નથી અથવા એ અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વ એને હોતું નથી. આહા..!
સદાય અકર્તાપણું હોવાથી” ધર્મી તો રાગનો ને દયા, દાનનો વિકલ્પ આવે પણ તેનો કર્તા થતો નથી તેનો જાણનાર-દેખનાર રહે છે. આહા..હા...! “સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને,...” આહાહા! શુદ્ધ જ્ઞાન, આનંદ છે તે હું છું, એમ ધર્મીને પહેલે દરજે ભાન થાય છે. આહાહા...! તેના ભાનમાં એને “પૂર્વબદ્ધ કમને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે.” જોયું ? પેલું પૂર્વકર્મ જે હતું તેનો સંસર્ગ કરે છે, અજ્ઞાની પરિચય કરે છે, એના ઉપર લક્ષ (કરે છે. અહીં લક્ષ છોડી દે છે. આ જ્ઞાની) જૂના કર્મની સાથે સંબંધ કરતો નથી. પોતાના સ્વરૂપની સાથે સંબંધ કર્યો છે. તેથી પૂર્વનું કર્મ જે છે તેને કેવળ જાણે જ છે.”
‘(જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી” ધર્મી રાગ ને દયા, દાનના પરિણામનો પણ કર્યા નથી. આહાહા...! આવું ગળે ઉતરવું કઠણ પડે). “(જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કતપણું હોય તો કર્મ બાંધ)' પરની, શરીરની, વાણીની ક્રિયા કરી શકું છું અને પુણ્ય-પાપના પરિણામ પણ મારા કર્તાથી થાય છે એમ જેની કર્તાબુદ્ધિ પડી છે. આ.હા..! એ તો નવા કર્મને બાંધે છે. જ્ઞાનીનો જ્ઞાનસ્વભાવ (છે), કર્તાસ્વભાવ નથી. ‘(કર્તાપણું હોય તો કર્મ બાંધે, એ પુણ્ય-પાપ ને પરનો કર્તા થાય તો નવા કર્મ બાંધે. જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી).’ આહા...હા..! બહુ સરસ !
પહેલા દરજ્જાનો ચોથે ગુણસ્થાને સમકિતી, ધર્મની પહેલી સીઢીવાળો, એવો સમકિતી જ પહેલો. પાંચમુ ગુણસ્થાન એ તો વળી આગળ (છે). શ્રાવક કોને કહેવા ? મુનિ એ તો આગળ બહુ ચીજ આકરી છે. આ તો હજી સમ્યક્રદૃષ્ટિ જીવ. આહાહા..! રાગ ને પરની ક્રિયાનો કર્તા થતો નથી અને પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ્ઞાતા-દષ્ટા રહે છે. તેથી તેને કર્મ બંધાતા નથી. (જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી.” વિશેષ કહેવાશે લ્યો...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)