________________
ગાથા-૧૬૬
૨૭૧
હું એનો નથી. હું એનો સ્વામી નથી અને હું મારી શુદ્ધ ચીજનો સ્વામી છું. આવો માર્ગ છે.
પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે.’ પોતાનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ કરીને રાગને કાપતા જાય છે. રાગ પોતાનો માની સ્વામી થાય છે એ જ્ઞાની નહિ. આહા..હા....! આવો વીતરાગનો માર્ગ છે. અત્યારે તો દુનિયા(એ) બહારથી વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને જાત્રામાં ધર્મ માની લીધો, છે રાગ. એને ધર્મ માની લીધો. (એ) મિથ્યાદૃષ્ટિ છે, એ જૈન નથી, એને જૈનની ખબર નથી. આહા..હા...!
માટે જ્ઞાનીને...’ આ..હા...! જે રાગાદિક હોય છે તે...’ રાગાદિ, દ્વેષાદિ, રિત, અતિના પરિણામ થાય છે તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા છે;...’ છે છતાં નથી, એના સ્વામી નથી અને પોતામાં નથી (એમ માને છે). વ્યવહાર રત્નત્રયનો, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એ પણ પોતાનો નહિ. રાગ ૫૨ છે. આહા..હા...! એવો ધર્મી. ઝીણી વાત છે, બાપુ ! અનંત કાળમાં મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો’ અનંત વાર મુનિ થયો, દિગંબર સંત (થયો) પણ ‘આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' સમકિત પ્રગટ) ન કર્યું તો બધું નિરર્થક છે. વ્રતના પરિણામ પુણ્ય થયા, સ્વર્ગાદિ મળ્યા (પણ) જન્મ-મ૨ણનો અંત ન આવ્યો. મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો' નવમી ત્રૈવેયકે દિગંબર સાધુ થઈને અનંત વાર ગયો પણ આતમજ્ઞાન (વિના). પુણ્ય-પાપના વિકલ્પથી મારી ચીજ ભિન્ન છે અને પુણ્યપાપ બેય બંધના કારણ છે, મારી ચીજ નહિ એવું આત્મજ્ઞાન કર્યું નહિ. આત્મજ્ઞાન વિના લેશ સુખ ન મળ્યું. એ મહાવ્રતના ને અઠ્યાવીસ મૂળગુણના પરિણામ તો દુઃખરૂપ છે, આસવ છે. આહા..હા...!
આ ‘આસ્રવ અધિકા૨’ છે ને ! ધર્મીને જરી ચારિત્રદોષના રાગાદિ થાય છે એ વિદ્યમાન હોવા છતાં ‘અવિદ્યમાન જેવા છે;... મારી ચીજ નહિ, મારામાં નહિ, એમાં હું નહિ. આહા..હા...! (એવું) ભેદજ્ઞાન જેને વર્તે છે. એ રાગમાં હું નહિ અને મારામાં રાગ નહિ. છે ? તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી,..’ સામાન્ય સંસારનો અર્થ અનંત સંસારનું બંધન હો એ સામાન્ય સંસાર. સમકિતીને રાગાદિ આવે છે પણ સામાન્ય સંસાર નહિ, પણ અલ્પ રાગ છે તો સ્થિતિ અને રસ, અનુભાગ પણ થોડો પડે છે, પણ અનંત સંસારનું કારણ નથી. આહા...હા....!
સામાન્ય સંસારનો બંધ કરતા નથી...' અનંત સંસારનું કારણ મિથ્યાત્વ છે એવો સંસાર એને નથી. માત્ર અલ્પ સ્થિતિ-અનુભાગવાળો...' થોડી સ્થિતિ, કર્મની સ્થિતિ, રસ પડે છે પણ એના પણ એ તો જ્ઞાતા-દૃષ્ટા છે. આહા..હા...! આકરી વાત છે, ભાઈ ! ધર્મ - વીતરાગ માર્ગ પરમેશ્વર જિનેશ્વરે જે ધર્મ કહ્યો એ કોઈ અલૌકિક વાત છે ! અત્યારે તો બધી ગડબડ ચાલી છે. બહારની પ્રવૃત્તિ અને એમાં ધર્મ (માની બેઠા). આ વ્રત કરો ને