________________
૨૧૬
સમયસાર સિદ્ધિ-૬, આહાહા...! એણે અંધકારનો નાશ કરી નાખ્યો. આ..હા...!
“જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે....” (હેતા-ન્મિત) આ..હા...હા..! અરે..! એ તો લીલામાત્રથી અજ્ઞાનનો નાશ કર્યો છે. આહા..હા...! રમતમાં, આત્માની રમતું કરતા કરતા નાશ થઈ ગયો છે. આહા...હા...! શબ્દો તો જુઓ ! આ.હા..હા...! કંઈક કષ્ટ પડ્યું છે ને બહુ બહારનું જોર કરવું પડ્યું છે, કોઈની મદદ લેવી પડે છે એમ નહિ. (હેતાઉન્મિત) લીલામાત્રથી. આહાહા.! પ્રભુની લીલા – આત્માની લીલામાત્રથી, અનંત ગુણથી જાગૃત થયો એની લીલામાત્રથી અમે એને હણી નાખ્યા છે. આહા..હા...!
(તા-ન્મિત) “લીલામાત્રથી....” એટલે કે અંતરના સ્વાભાવિક પુરુષાર્થથી. આહાહા...! ‘અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે.” (વતિતતમ:) છે ને ? અને (તા-ન્મિત) છે. દેતા' એટલે લીલામાત્રથી. ઉન્મિત્ત આહાહા...! તેનો નાશ કર્યો. લીલામાત્રથી - સહજ પુરુષાર્થથી) ઊઘડતી-વિકસતી જાય છે....” ત્યાં તો એમ કીધું. (હેતા-ઉન્મિત્ર) લીલામાત્રથી વિકસીત થતું જાય છે, કહે છે. આહા..હા...! “લીલામાત્રથી (–સહજ પુરુષાર્થથી) ઊઘડતી-વિકસતી જાય છે...” શું કીધું ?
આ.હા..હા...! ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ, જ્યાં એનો સ્વીકાર થયો, સત્કાર કર્યો, સચ્ચિદાનંદ પ્રભુ જ્યાં દૃષ્ટિમાં આવ્યા. આ..હા..હા...! (દેના-ન્જિન) લીલામાત્રથી તેની શક્તિ વધતી જાય છે. રમતુંમાં, આનંદની રમતમાં ઈ શક્તિઓનો શુદ્ધતાનો વિકાસ થતો જાય છે. આ...હા...હા...! આવું સ્વરૂપ છે. સાંભળવાનું મુશ્કેલ પડે. (લોકોને) પેલા વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો આદિ (સહેલું લાગતું હતું). આહા..હા..! જુઓ ! આ પુણ્યપાપના (અધિકારનો) પૂર્ણતાનો છેલ્લો કળશ. આહાહા..!
ન્જિનત’નો અર્થ શું કર્યો? ઉન્મિના વધારી દીધું એમ કહે છે). પેલામાં ઉન્મિતિ' એટલે મૂળમાંથી અંધકારને તોડી નાખ્યો. અહીં દેતા' લીલામાત્રથી આત્મા શાંતિ અને શાંતિની રમતુંમાં, આનંદમાં રમતા રમતા આનંદને વધારી નાખ્યો. આહાહા...! શુદ્ધતાના સ્વભાવમાં રમતા શુદ્ધતા વધારી નાખી. આહા..હા..! એ પૂણ્ય-પાપના ભાવથી અહીં કંઈપણ લાભ થયો એમ નથી). એક જણો વળી એમ કહેતો, પેલા છોટાલાલ’ કહેતા કે, વ્યવહારમાં આવે તો થોડો વિશ્રામ મળે. અરે..રે...! ભગવાન ! પછી ફરી ગયા હતા. પછી છેલ્લે ફરી ગયા હતા. છેલ્લે ફરી ગયા હતા. પહેલું ઠીક હતું, વચમાં અઠીક હતું, પછી ફરી ગયું. આ વાત...! આ...હા...! અરે.રે...!
એક ક્ષણનો પુણ્ય-પાપનો દોષ એ પર્યાયમાં (છે), અને જે મારું માનીને... આહાહા...! રખડતો હતો, આહાહા...! એણે પોતાના ભગવાન આત્માના સ્વભાવના નિધાન ખોલી નાખ્યા. આહાહા...! શક્તિરૂપે સ્વભાવ જે પરમાત્મસ્વરૂપ છે એને વ્યક્તરૂપે પર્યાયમાં પ્રગટ કરી અતીન્દ્રિય આનંદમાં રમતા રમતા પ્રગટ કરી. આહા..હા...! કન્મિત્ત વધારી દીધું છે.