________________
૨૨૪
સમયસાર સિદ્ધિ-૬ પરમસત્ય કોઈ એવી ચીજ છે. જગતને અનંત કાળથી મળી નથી). “અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને મૂકયા નહિ અભિમાન.” સાચા સંત શું કહે છે ? અને એણે શું કહ્યું એની ખબર વિના અનંત કાળથી ચોરાશીના અવતારમાં રખડે
એ અહીં કહે છે, પોતાની શક્તિથી ઉખેડી નાખી.” તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું. જાણક સ્વભાવ ચૈતન્ય જ્ઞાયકમૂર્તિ હું છું. હું અતીન્દ્રિય આનંદનો ભરચક ભરેલો ભંડાર છું. એવું જ્યાં ભાન થાય છે તે ભાન પુણ્યના, પાપના ભાવને મૂળમાંથી ઉખેડીને કાઢી નાખે છે. એ નહિ, એ ધર્મ નહિ અને ધર્મનું કારણે નહિ. આહા..હા..! આવું આકરું પડે પ્રભુ ! અનંત અનંત કાળ ગયો, ચોરાશી લાખની યોની ! ચોરાશ લાખ યોનિએ એક એક યોનિમાં અનંત વાર અવતર્યો છે. કાં તો પાપના પરિણામમાં મીઠાશ વેદી. હિંસા, વિષયવાસના, ભોગમાં મીઠાશ માની એ પણ મિથ્યાત્વ – ભ્રમ છે અને કાં પુણ્ય પરિણામમાં ધર્મ માન્યો એ મીઠાશ પણ મિથ્યાત્વ છે. આહા..હા..!
એને મૂળથી ઉખેડી નાખી જ્ઞાનજ્યોતિ ચૈતન્ય ઝળહળ જ્યોતિ પ્રભુ અંદર આત્મા સંપૂર્ણ સામર્થ્ય સહિત...” પોતાના પૂર્ણ બળ સહિત પ્રકાશિત થઈ. શું પ્રકાશિત) થઈ ? જ્ઞાનજ્યોતિ. આહા..હા..! જે પુણ્ય અને પાપના ભાવની પ્રસિદ્ધિ હતી, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનની ભક્તિ આદિ ભાવની પ્રસિદ્ધિ હતી એ તો રાગની પ્રસિદ્ધ હતી, એ કંઈ આત્મા નહિ. આહા..હા..! એ પ્રસિદ્ધિને મૂળમાંથી ઉખેડી અને હું તો જ્ઞાન અને આનંદ છું એની પ્રસિદ્ધિ આત્માએ પ્રગટ કરી. એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યફજ્ઞાન, ધર્મની પહેલી સીઢી, પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આ વિના બધા થોથાં છે. આહા..હા...!
નરસિંહ મહેતાએ કહ્યું ને ! “જ્યાં લગી આત્મા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ આત્મા શું ? ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ છે. આહા...હા...! એને જાણે નહિ. એને અનુભવે નહિ, એને આદરે નહિ, એનો સત્કાર કરે નહિ. તે વિના જેટલા સાધનો ભક્તિ, પૂજા, દાન, દયા એ બધા નિરર્થક છે. નિરર્થક નથી પણ સંસારમાં રખડવામાં સાર્થક છે. ધર્મને માટે નિરર્થક છે. આકરી વાત છે, પ્રભુ ! આ.હા...હા...!
“જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ.” આ..હા.હા...હું તો ચૈતન્યસ્વરૂપ છું. એ રાગના દયા, દાનના, વ્રતના, પૂજાના ભાવથી પણ પૃથક્ મારી ચીજ તો ચૈતન્ય છે. શુદ્ધ આનંદકંદ પ્રભુ છું એમ જ્ઞાનજ્યોતિ એટલે આત્મા પોતાના સામર્થ્યથી પુણ્ય-પાપથી ભિન્ન પડીને પ્રકાશિત થઈ. આત્મખ્યાતિ થઈ, આત્મા પ્રસિદ્ધ પામ્યો. આહા...હા.! જે અનાદિથી પુણ્ય અને પાપની પ્રસિદ્ધિ હતી અને એને જ બધું સર્વસ્વ માનતો હતો.... આહા હા..! એને જ્ઞાનજ્યોતિના ભાનથી પોતાનો પ્રકાશ કરી પ્રસિદ્ધ પામ્યો. હું તો આત્મા શુદ્ધ ચૈતન્ય છું, મારામાં પૂણ્ય અને પાપ નથી અને પુણ્ય-પાપના ભાવ મને મારા ધર્મનું કારણ નથી. મારી ચૈતન્યજ્યોતિને સમજવા માટે પણ એ કારણ છે નહિ. આ...હા...હા...!