________________
૨૩૬
સમયસાર સિદ્ધિ-૬ જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે (અર્થાત્ આસવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે).” આહાહા..! આવું આકરું કામ છે. એક એક શ્લોક સમજવો કઠણ, બાપા ! આમ ભણી જાય, વાંચી જાય, વાંચી ગયા (એમ ન ચાલે). આહાહા...!
એ જ્ઞાન કેવું છે ? ઉદાર છે. એટલે ? વિકારને નાશ કરવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તે જ્ઞાન પૂરો પાડે છે. આહા...હા...! ઉદાર છે. જ્ઞાન અંદરથી ઉદાર થઈને પ્રગટ્યું છે. જેટલું જોઈએ તેટલું (એટલે) રાગને નાશ કરવા માટે જેટલું) જ્ઞાન જોઈએ તેટલું પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતા એની સાથે સમ્યફજ્ઞાન થતા એ જ્ઞાનની ધારા એવી છે કે રાગને નાશ કરવાનો જેટલો પુરુષાર્થ જોઈએ એટલો તૈયાર થઈને જ જાગે છે. આહા..હા...! ઉદાર છે.
“ગંભીર છે અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શકતા નથી. આહા..હા..! “મોદયો” મહા ઉદય. “મહોદયો”નો પહેલો અર્થ બાણાવળીનો મહાન ઉદય કર્યો. જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય અને ઉદાર છે. ગંભીર છે. જેનો પાર પામવો... આ.હા..હા....! અલંધ્ય છે. અંદર મધ્ય પામવું કે આ જ્ઞાનનો શું અર્થ છે ? અપાર.. અપાર ! પ્રભુનો જ્ઞાનસ્વભાવ અપાર અપાર છે. એવો એ ગંભીર છે. જેનો પાર અલ્પજ્ઞાની પામી શકતા નથી. આહાહા....!
એક કોર કહ્યું કે, મતિ ને શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનનો અંશ છે. આ એની મહિમા બતાવે છે. અપાર જ્ઞાન છે. ચૈતન્યના જ્ઞાનસ્વરૂપ છે, જેના જ્ઞાનનો મહિમાનો પાર ન મળે. અપાર... અપાર. અપાર... અપાર.... અપાર. અનંત. અનંત... અનંત. અનંત... અનંત.... અનંત... અનંત... એવું જ્ઞાન ગંભીર છે. આહાહા...! એણે રાગ-દ્વેષને જીત્યા અને પોતાનું સામર્થ્ય પ્રગટ કરી જન્મ-મરણ રહિત થયો એની આ વાત છે. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
સોમવાર, જેઠ સુદ ૯, તા. ૦૪-૦૬-૧૯૭૯
પ્રવચન નં. ૨૪૪ શ્લોક-૧૧૩ ગાથા-૧૬૪-૧૬૫
આ ‘સમયસાર', એના (“આસવ અધિકારના) પહેલા કળશનો ભાવાર્થ. પહેલો કળશ કાલે થઈ ગયો છે ને ? “અહીં નૃત્યના અખાડામાં...” નાચવાના સ્થાનમાં “આ વે પ્રવેશ કર્યો...” એ રીતે લીધું છે. શુભ-અશુભ ભાવ એ બેય આસ્રવ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ એ બધો આસ્રવ (છે). આસ્રવ એટલે નવા આવરણ આવે. વહાણમાં જેમ છિદ્ર હોય, છિદ્ર (એમાંથી) પાણી આવે એમ ભગવાન આત્મામાં મિથ્યાત્વ અને શુભાશુભ ભાવ, એ બધા આસવો છે. નવા આવરણનું કારણ છે. એ આસવે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. નાટકની ઉપમા આપી છે ને ! રંગભૂમિમાં આસ્રવ એટલે પુણ્ય-પાપના પરિણામે પ્રવેશ કર્યો.