________________
શ્લોક-૧૧૩
ગડબડી બધે બહુ થઈ ગઈ. આહા...હા...!
?
એ પુણ્ય અને પાપનો ભાવ આવ્યો. શું કહેવાય ? સંગ્રામમાં. સંગ્રામમાં જેમ આવે ને ? એમ મહા મદથી ભરેલો મદમાતા. આહા..હા...! પુણ્યને નામે ધર્મ મનાવીને મેં તો મહાત્માને માર્યા છે, દુર્ગતિમાં નાખી દીધા છે. (એમ) આસવને અભિમાન થઈ ગયું છે. કારણ કે અત્યાર સુધી એની જીત છે. આત્મા એનાથી ભિન્ન છે એની જીત થઈ નથી. આહા..હા...! આ તો ઝીણી વાત છે, બાપુ !
આ તો સમયસા’ છે ! આ કાંઈ વાર્તા-કથા નથી. આ ભગવત આત્મા એની વાર્તા, અધ્યાત્મકથા છે. એક એક કડી કે એક એક લીટી સમજવું કઠણ છે, ભાઈ ! આ..હા..હા...! ભાષા કેવી (છે), જોઈ ? મહામવનિર્મર” ભરેલો એવો મંથર, મદમાતો. આહા..હા..! છેવટે ભગવાનની ભક્તિ કરશું, (ઈ) કરતા કરતા કલ્યાણ થશે. ભજન કરો. પણ ઈ ભજનબજન છે ઈં પડવાનું ભજન છે, ઈ બધો શુભરાગ છે, એ ધર્મ નથી. તને ખબર નથી. ધર્મ તો આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે એનું અવલંબન લઈને ધર્મ થાય. બહારનું અવલંબન લઈને તો રાગ જ થાય, ભાઈ ! સ્ત્રી, કુટુંબનું અવલંબન લે તો અશુભરાગ થાય, દેવગુરુ-શાસ્ત્રનું અવલંબન લે તો શુભરાગ થાય, પણ બેય રાગ છે. આહા...હા...!
એ મહા મદથી ભરેલા મદમાતા આસ્રવને હવે ‘ઝયમ્ વુર્નયવોધધનુર્ધર:' આહા..હા...! આ દુય જ્ઞાન-બાણાવળી...' (અર્થાત્) અંદર પુણ્ય-પાપથી ભિન્ન સ્વરૂપનું જે જ્ઞાન પ્રગટ્યું તે દુય જ્ઞાન-બાણાવળી... એ બાણાવળી (એટલે) એક પછી એક જ્ઞાનની બાણાવળી અંદરથી જાગી. રાગને તોડી નાખ્યો. આ..હા...! દુય જ્ઞાન (એટલે) જે જ્ઞાનને જીતવું (અસંભવ છે), જગતમાં કોઈ જીતી શકે નહિ. એવું દુય આત્માનું જ્ઞાન કેવું છે ?
‘ધનુર્ધર:’ બાણાવળી છે. આહા..હા...! એ દયા, દાન, વ્રત, તપના વિકલ્પથી ભિન્ન પડીને આત્માનું જ્ઞાન થયું એ જ્ઞાનને જીતવા હવે કોઈ સમર્થ નથી. એ જ્ઞાન બાણાવળી એક પછી એક બાણ છોડે છે. પુણ્ય ને પાપનો નાશ કરે છે અને આત્માની શાંતિની જાગૃતિ કરે છે. આહા..હા..! એક કલાકમાં આવી વાતું ! ચાલતામાં તો આ કરો, આ કરો, ભક્તિ કરો ને વ્રત કરો, તપ કરો, મંદિર બનાવો, પૂજા કરો. ધૂળ તારા લાખો-કરોડો ખર્ચ ને ! એ પ૨ની ક્રિયા કરી શકું છું એ માન્યતા જ મિથ્યા ભ્રમ છે. એમાં ભાવ હોય તારો તો શુભભાવ પુણ્ય છે. એ બંધનું કારણ છે. આહા...હા...!
એને આ દુય જ્ઞાન-બાણાવળી જીતે છે...' એ જે આસવ મદમાતો હતો એને આ દુય જ્ઞાન સમ્યજ્ઞાન રાગથી ભિન્ન પડેલું જ્ઞાન તેને જીતે છે. આહા..હા...! ‘રવાર્ામીરમહોય:’ કેવું છે ? કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે...’ આ..હા..હા...! રાગના વિકલ્પથી, દયા, દાન, વ્રત, તપના વિકલ્પથી (જ્ઞાન) ભિન્ન પડ્યું પ્રભુ ! એનું જે જ્ઞાન થયું એ જ્ઞાન ઉદાર છે. મહાન ઉદય ઉદાર છે...’ છે ? ‘ઉવારશમીરમહોય:'
-
-
-
૨૩૫