________________
ગાથા-૧૬૬
૨૬૩
ભગવાનઆત્મા અંદર આનંદનો સાગર અને અનંત ગુણનો ભંડાર (બિરાજે છે), એવું સ્વસન્મુખ થઈને આત્મજ્ઞાન થયું તે જ્ઞાનીને ભાવાસવ એટલે મિથ્યાત્વ સહિત થતા રાગ-દ્વેષના ભાવ, એને છે નહિ. આહા..હા..! એમ બતાવે છે. છે ને ? આવી ગયું ને ઈ ? ‘સુદૃષ્ટિને આસ્રવનિમિત્ત ન બંધ, આસવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે.’
એની ટીકા. ટીકા છે ને ઓલી કોર ? ખરેખર જ્ઞાનીને...’ જેને આત્માની કિંમત જાગી છે... આ..હા..હા...! મારી ચીજ અણમૂલ અને એની એણે કિંમત ટાંકી. આહા..હા...! અણમૂલો હીરો પ્રભુ ચૈતન્ય ! એની જેણે અંદર જઈને કિંમત ટાંકી. આ..હા...! એનું જેને જ્ઞાન થયું, એ ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે...’ એને તો આત્માના જ્ઞાન, દર્શન, આનંદના ભાવ વડે. અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે...’ એટલી જ અહીં તો વાત છે. અજ્ઞાનથી ઉત્પન્ન થતા જે મિથ્યાત્વ ને રાગ-દ્વેષના ભાવ, એ જ્ઞાનીને થતા નથી. આહા..હા..!
ખરેખર શાની...’ એટલે આત્મજ્ઞાનીને. ભલે એ ગૃહસ્થાશ્રમમાં પડ્યો હોય પણ જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે..’ પોતાના જ્ઞાન, આનંદ ને શાંતિના ભાવ વડે ‘અજ્ઞાનમય ભાવો...' એવા જે રાગ-દ્વેષ ને મિથ્યાત્વ એ રોકાય જાય છે. રુંધાય છે, રોકાય છે – અભાવરૂપ થાય છે... આહા..હા...! ચૈતન્ય ભગવાનઆત્મા ! પૂર્ણાનંદનો સાગર નાથ પ્રભુ ! એવા આત્માનું જેને અંતર્મુખ થઈને બહારની કિંમત, બધી વિભૂતિની કિંમત છોડી દઈને, અંતરની વિભૂતિની કિંમત જેને અંદરથી જાગી ગઈ છે.. આહા..હા...! એવો જે ધર્મી તેને અજ્ઞાનમય ભાવ એટલે કે મિથ્યાત્વ ભાવ. રાગ ઠીક છે ને રાગમાં લાભ છે, એવો જે અજ્ઞાનમય ભાવ જરૂ૨ રોકાય છે, જરૂર અજ્ઞાનનો અભાવ થાય છે. આ..હા...! ઝીણી વાતું છે, બાપુ ! આહા..હા...! વીતરાગનો માર્ગ બહુ ઝીણો. પેલા તો કહે, કાંઈ ખબરું ન મળે, સામાયિક કરો, પોષા કરો, પડિકમ્મણા કરો. ક્યાં હતા પણ હવે ? હજી આત્મા શું છે એની ખબરું ન મળે, આ તારી સામાયિક આવી કયાંથી ? આહા..હા...! સામાયિકમાં તો સમતાનો લાભ આવે.
સામાયિકનો અર્થ શું ? સમતાનો લાભ, વીતરાગપણાનો લાભ. પણ વીતરાગપણાનો લાભ કોને હોય ? જે આત્મા વીતરાગ સ્વરૂપ જિન સ્વરૂપ છે, એવી જેને દૃષ્ટિ અને અનુભવ થયો છે, તેને તેમાં ઠરવાની સામાયિક આવે. આ..હા...! હજી વસ્તુની જ ખબર ન મળે (ત્યાં) તને સામાયિક આવી કયાંથી ? પોષા આવ્યા ને પડિકમ્મણા કર્યાં ને... ધર્મના પડિકમ્ભણા કર્યા. ધર્મથી પાછો વળ્યો ! વિકા૨થી પાછો વળવો જોઈએ, મિથ્યાત્વનું પ્રતિક્રમણ જોઈએ.. આહા..હા...!
મિથ્યાત્વનું પ્રતિક્રમણ એટલે ? કે, પુણ્ય અને પાપ છે એમાં મને લાભ છે એવો જે મિથ્યાત્વ ભાવ અને પુણ્યના ફળ તરીકે આ બહારમાં સામગ્રી ધૂળ મળે, એનાથી હું મોટો છું, એવો જે મિથ્યાત્વ ભાવ.. આહા..હા...! એનો જેને નાશ થાય તેને અહીંયાં જ્ઞાની