________________
૨૬ ૨
સમયસાર સિદ્ધિ-૬. णत्थि दु आसवबंधो सम्मादिहिस्स आसवणिरोहो।
संते पुवणिबद्धे जाणदि सो ते अबंधंतो।।१६६।। નીચે હરિગીત.
સુદષ્ટિને આસવનિમિત્ત ન બંધ, આસવરોધ છે;
નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬. આહા...હા...! આમાં એ લીધું પાછું. પૂર્વે જે બંધાયેલું છે, ભલે સત્તા પડી હોય, કહે છે. એને એ જાણે છે. આ..હા..! એમાં એ મિથ્યાત્વસહિત જોડાતો નથી. આહા...હા...! ભગવાનનો માર્ગ બહુ અલૌકિક છે, ભાઈ ! સુખના પંથ આ, સુખના પંથી, સુખનો પંથ કોઈ અલૌકિક છે ! બાકી આ બધા દુઃખના પંથે દોરાય ગયા છે. આખી દુનિયા દુઃખને રસ્તે દોરાય ગઈ છે. આહા...હા...! સુખનો પંથ તો એ પરમાત્માએ કહ્યો તે એક જ છે. એ આત્મા આનંદ ને જ્ઞાનની મૂર્તિ, તેના સ્વભાવનું ભાન કરીને તેમાં જાય એ સુખનો પંથ છે. આહા...હા...! આ બહારના સુખની વાત નથી, હોં ! બહારના ધૂળ સુખ નથી, એ તો દુઃખ છે. અબજોપતિ હોય એ દુઃખી મોટા, ભિખારી પ્રાણી બિચારા માગે છે, માગે. છે. આ લાવ, આ લાવ, આ લાવ. પૈસા લાવ, આબરૂ લાવ, બાયડી લાવ, બાયડી એક હોય ને છોકરા ન થાય તો બીજી લાવો, ભિખારા એક પછી એક માગ્યા જ કરે છે, માળા ! માગણો !
મુમુક્ષ :- વાણિયા માગતા હશે ? વાણિયા ન માગે. ઉત્તર :- જ્ઞાની માગતો નથી. વાણિયા એટલે ? વાણિયા તો મોટા ભિખારા. મુમુક્ષુ :- બ્રાહ્મણ માગે.
ઉત્તર :- અરે...! વાણિયા મોટા ભિખારા ! કીધું નથી પેલાએ ? હમણાં આવ્યું નથી ? જાપાનમાંથી જાપાનનો એક લેખ આવ્યો છે. મોટો ઇતિહાસિક છે કોઈ, ૬૭ વર્ષની ઉંમર છે. મોટો ઇતિહાસિક ! લાખો પુસ્તક તેણે વાંચ્યા). એણે કહ્યું કે, ભઈ, જિનધર્મ તે કોને કહેવો ? અનુભૂતિ જિનધર્મ છે. આત્મા આનંદસ્વરૂપ છે એનો અનુભવ કરવો એ જૈનધર્મ છે. પણ પછી એણે જરી લખ્યું, પણ આવો જૈનધર્મ વાણિયાને મળ્યો. વાણિયા વેપારમાં પાપ આડે નવરા થાતા નથી. એમ બિચારાએ લખ્યું છે. જાપાનથી લેખ આવ્યો છે. આવો જેનધર્મ વાણિયાને મળ્યો ને વાણિયા વેપાર આડે આખો દિ હોળી સળગે આખી ! આ લાવો ને આ દીધુ ને આ ઘરાક આવ્યા ને આ આપ્યું ને આ માલ થઈ રહ્યો છે, “મુંબઈથી નવો લવો, જૂનો થઈ રહ્યો છે ને નવો લાવો, આ ભાવે આવશે, આ ભાવે (જાશે). અરે....! હોળી આખો દિ સળગે. અર....! એમાંથી એણે નીકળવું.
અહીં કહે છે કે, એ બધું હો પણ છતાં જેને આત્મજ્ઞાન થયું... આહા..હા...!