________________
ગાથા-૧૬૬
૨૬૧
સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવે જે આત્મા કહ્યો એ આત્મા અનંત ગુણનો ભંડાર અંદર આત્મા છે. એ જિનસ્વરૂપી પ્રભુ આત્મા, ભગવત સ્વરૂપ આત્મા અંદર છે. આહા..હા...! એવા ભગવત સ્વરૂપ પ્રભુનું જેને ભાન છે તેને ભાવાસવ એટલે અજ્ઞાનથી થતા રાગ-દ્વેષ ભાવ તે થતા નથી. તેથી તેને જૂના કર્મ નવા બંધનનું કારણ થતું નથી. એને બંધન જ થતું નથી. આહા..હા...! સમજાય છે કાંઈ ? અરે...! આવી વાતું !
ભગવાનઆત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર કઈ વાતે (તું) પૂરો નથી ? કઈ વાતે તું અધૂરો છો ? પ્રભુ ! આહા..હા...! જ્ઞાનથી પૂરો, આનંદથી પૂરો, શાંતિથી પૂરો, સ્વચ્છતાથી પૂરો, પ્રભુતાથી પૂરો. એવી અનંતી શક્તિથી પ્રભુ તું પૂરો ભગવાન છો અંદર. એવું જેને પૂરો પરમાત્મ સ્વભાવ (લક્ષમાં આવ્યો), પરમાત્મા એટલે પોતે હોં ! એનું જેને જ્ઞાન થયું, એનો જેને આદર થયો તેને મિથ્યાત્વ સંબંધી જે આસ્રવ થતા પુણ્ય-પાપના ભાવ, એ એને થતા નથી. આહા..હા...! અહીં તો મિથ્યાત્વ એ સંસાર અને સમિત એ મોક્ષ, બે વાત છે. પછી બીજી વાતું. આહા..હા...!
ધર્મી – જ્ઞાનીને, જ્ઞાની એટલે ધર્મીને. ધર્મી એટલે ? પોતાના જે અનંત ગુણ – ધર્મ સ્વભાવથી ભરેલો ભગવાન, એની સન્મુખ થઈને રાગ ને નિમિત્ત ને પર્યાયથી વિમુખ થઈને ભગવાન પોતાના પૂર્ણ સ્વરૂપને જેણે જાણ્યું એવો જે ધર્મી નામ સમિકતી. આહા....હા....! તે સમિકતીને અહીંયાં જ્ઞાની કહ્યો. એ જ્ઞાનીને આસવોનો એટલે કે અજ્ઞાનભાવે જે પુણ્યપાપનો કર્તા થઈને જે આસ્રવ થતા, એ આસ્રવ એને થતા નથી.
આસવ એટલે નવા કર્મને આવવાનું કારણ. આસ્રવવું. વહાણમાં જેમ છિદ્ર પડે અને પાણી આવે એમ ભગવાનઆત્મામાં પોતાના સ્વરૂપના અજ્ઞાનભાવે છિદ્ર પડેલા તેથી તેને વિકારભાવનો ભાવઆસ્રવ થાય છે. ધર્મીને તે ભાવાસવનું છિદ્ર બુરાઈ જાય છે. આહા..હા...! ભલે એ ચક્રવર્તીના રાજમાં બેઠો હોય. અહીં સમિકતીની વાત લેવી છે. પણ છતાં અંદર ચૈતન્ય ભગવાનનું એને ભાન છે. એ સ્વરૂપના ભાનના આદર આગળ કોઈ ચીજ તેને કિંમતી લાગતી નથી. ચક્રવર્તીના રાજ પણ સમકિતીને કિંમતી લાગતા નથી. આહા..હા...! પોતાના અણમૂલ એવા ભગવાનની જ્યાં કિંમત ટાંકી, એવો જે ધર્મી સંસારમાં ભલે હો, પણ એને પોતાના આત્માની કિંમત આગળ બીજી કોઈ ચીજની તેને કિંમત દેખાતી નથી. આહા..હા...!
ધર્મીને, જ્ઞાની એટલે ધર્મી. ધર્મી એટલે ચોથા ગુણસ્થાનવાળો સમકિતી. જેને રાગથી ભિન્ન પડીને આત્માના સ્વરૂપનું વેદન, ભાન થયું છે એવો ધર્મી. ધર્મની પહેલી સીઢીવાળો, ધર્મની પહેલી શ્રેણીવાળો. એ જ્ઞાનીને આસ્રવો.’ એટલે પુણ્ય-પાપના ભાવાસવોનો અભાવ છે એમ બતાવે છે ઃ–' ૧૬૬ ગાથા.