________________
૨૪૬
સમયસાર સિદ્ધિ-૬ (બનાવી. કુંદકુંદાચાર્યદેવે” તીર્થકર જેવું કામ કર્યું અને “અમૃતચંદ્રાચાર્યદેવે” એના ગણધર જેવું કામ કર્યું ! આ...હા..હા...! આવી વસ્તુ છે. આ ત્રણ લીટીમાં કેટલું ભર્યું !
રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ બધો કષાય છે. એ આસવો છે. એ પોતાના પરિણમનના નિમિત્તે થાય છે. આહાહા....! “માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે. આહા! આત્માની જ એ વિકારદશા છે. એ જડની વિકારદશા નથી. આહાહા...!
મુમુક્ષુ – પહેલા અધિકારમાં તો એને અજીવપણું કહ્યું છે.
ઉત્તર :– ઈ કઈ અપેક્ષાએ કીધું? પોતાના સ્વભાવ શુદ્ધની દૃષ્ટિ કરાવવા એ વિકારની ઉત્પત્તિ પુદ્ગલને કારણે થઈ માટે એને અજીવ કીધાં. નિમિત્તને આધીન થઈને થયા તેને અજીવ કીધાં. પણ છે તો આત્માની પર્યાયમાં થતા પોતાના પરિણામનો અપરાધ છે. આહા..હા...સમજાણું કાંઈ ? આહા...હા...!
મુમુક્ષુ :- નિશ્ચયથી શું છે ? એમ ભાઈ પૂછે છે.
ઉત્તર :- આ નિશ્ચય, નિશ્ચય છે. આ અશુદ્ધ નિશ્ચય છે. એ જીવની પર્યાયમાં છે. શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિ કરાવવા એ પરિણામ પુદ્ગલના છે એમ કરીને કાઢી નખાવવા માટે (કહ્યું). સમજાય છે કાંઈ ? અશુદ્ધ નિશ્ચય કહો કે વ્યવહાર કહો. આહાહા...! એ એની પર્યાયમાં થાય છે. એના પરિણામ, પરિણમનને કારણે થાય છે. પરને કારણે બિલકુલ નહિ. આહા...હા...! તેથી તો કહ્યું કે, તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે.” આત્માની ચિદાભાસ, જ્ઞાનાભાસ જેવી એની ઈ દશા છે. આહા..હા..!
હવે, એનો વિસ્તાર (કરે છે). મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પુદ્ગલપરિણામો.” કયા ? એ પૂર્વના. એ પૂર્વના જે કર્મ છે ને, એની અહીંયાં વાત છે. મિથ્યાત્વ (એટલે) દર્શનમોહ, અવિરતિ (એટલે) ચારિત્રમોહ, કષાય અને યોગ એ પુદ્ગલપરિણામ જડ છે. એ “જ્ઞાનાવરણાદિ ગુગલકર્મના આસવણનાં (-આવવાના) નિમિત્ત હોવાથી, શું કહે છે ? પૂર્વના જે કર્મ જડ છે એ પુદ્ગલના પરિણામ છે. કર્મ. કર્મ. ધ્યાન રાખજો, બાપુ ! એ પુદ્ગલપરિણામ છે. “જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસવણનાં (આવવાનાં) નિમિત્ત...” છે. શું કહે છે ? જૂના જડ કર્મ, એ નવા કર્મને આવવાનું નિમિત્ત અને આસવ છે. સાંભળજો ! જૂના જડ કર્મ, મિથ્યાત્વ, અવ્રત, કષાય, યોગ ગુગલપરિણામ એ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસવના નિમિત્ત હોવાથી. ખરેખર એ પૂર્વના કર્મનો ઉદય છે એ આસવ છે. હવે (કહે છે), તેમને (
મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસવણના નિમિત્તપણાનું નિમિત્ત...” એ પૂર્વનું જડ જે છે એ આસવ નવા આવવાનું કારણ કહ્યું. પણ કોને ? કે, તે પૂર્વના કર્મ છે, તેમાં જે રાગ-દ્વેષ ને મોહ જેમાં નિમિત્ત થાય છે એને કારણે એ નિમિત્ત નવા કર્મનું કારણ થાય છે.