________________
ગાથા-૧૬૪ થી ૧૬૫
૨૫૭
આત્માનો ચિદાભાસ છે. એ ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. આત્માનો એ વિકાર છે એમ પણ કહેવામાં આવે છે. આ.હા.હા...!
તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે.’ જોયું ? એ રાગ-દ્વેષ ને મોહ જીવને ભગવાનના સ્વરૂપના ભાન વિના અજ્ઞાન અવસ્થામાં તે રાગ-દ્વેષ-મોહ હોય છે. આહા..હા...! મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે.' જોયું ? પોતે પ્રભુ પૂર્ણ છે તેને વિપરીત માનતા – રાગવાળો છું, હું પુણ્યવાળો છું, હું પૈસાવાળો છું, હું બાયડીવાળો છું, છોકરાવાળો છું એવો જે મિથ્યાત્વ ભાવ. આહા..હા...! એ મિથ્યાત્વ ભાવ સહિત જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે.’ અજ્ઞાન કેમ કહ્યું ? કે, પેલો મિથ્યાત્વ ભાવ છે તો તેને અજ્ઞાન કહ્યું. આ..હા...! અને એ અજ્ઞાનભાવ રાગ-દ્વેષ-મોહનો કર્તા થતા જૂના કર્મને તે નિમિત્ત થાય અને જૂનું કર્મ નવા આવવામાં નિમિત્ત થાય. આવું હવે બધું... અભ્યાસ ન મળે હજી તો સાંભળવાનો અભ્યાસ ન મળે. સમજવાની વળી કયાં (વાત કરવી) ? આહા..હા...! અરે......!
રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસવો હોય છે.’ જોયું ? જ્ઞાની (કે જેને) આત્માનું ભાન છે તેને રાગ-દ્વેષ-મોહ છે જ નહિ. અલ્પ જે રાગાદિ થાય છે તેની અહીં ગણતરી ગણી નથી. આહા..હા...! આત્મા ચૈતન્યમૂર્તિ ભગવાન ! અનંત ગુણ ગંભીર, એવો અનંત ગુણનું ગોદામ પ્રભુઆત્મા ! એનું જ્યાં જ્ઞાન થાય છે... આહા..હા...! ત્યારે તેને અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય છે અને તેથી તે મિથ્યાત્વનો નાશ થતા તેને રાગ-દ્વેષ થાય છે તેનો એ કર્તા થતો નથી. થોડા રાગ-દ્વેષ હોય છે પણ તેનો કર્તા થતો નથી. તેથી તેને અજ્ઞાન ભાવથી બંધાતા જે કર્મ તે એને બંધાતા નથી. સમજાણું કાંઈ ? આવું ઝીણું છે. એક તો બહા૨ની વિભૂતિ પૈસા, બાયડી, છોકરા, ધૂળ, મકાન એ બહા૨ની મસાણની વિભૂતિ છે. એના ભપકામાં ખેંચાયને બચારો પડ્યો છે, મૂઢ થઈને મરી ગયો છે. આહા..હા...!
જાગતી જ્યોત ચૈતન્ય ભગવાન ! આ..હા..હા...! એના સ્વભાવને તો જાણ્યો નહિ, અનુભવ્યો નહિ, આદર્યો નહિ અને અજ્ઞાન ભાવે સ્વરૂપના અજ્ઞાનથી બહા૨ની વિભૂતિ, સંસારની આ જે મસાણની ચમક દેખાય, મસાણમાં (જેમ) હાડકાની ચમક દેખાય એવી આ બધી બહારની ચમક છે. મકાન ને બાયડી ને છોકરા ને પૈસા ને.. અબજોપતિ ને પૈસા ને ધૂળ ને.. આહા...હા....! આ..હા..હા...!
મુમુક્ષુ :– અમેરિકા’ના લોકો કહે છે કે અમોને શાંતિ નથી.
ઉત્તર :- છે કયાં ? ધૂળમાં. ત્યાં અબજોપતિ છે. શાંતિ નથી જરીયે. પછી ‘મુંબઈ’માં આવીને આ ઢોંગ કરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.. મુંબઈ’માં આવે જ છે ને ! જોયા છે ને બાવા ! એ બધું કૃત્રિમ છે. આહા..હા...! અબજોપતિ છે ત્યાં. કેટલા માળ ? માળા