________________
૨૫૮
સમયસાર સિદ્ધિ-૬ પચાસ પચાસ માળના મોટા બંગલા ! ઓ...હો...! આ...હા...હા...! હોય. ગમે એટલા ઊંચા લઈ જાય. પચાસ-પચાસ તો અહીં “મુંબઈમાં છે ને ! જમીન થોડી હોય ત્યારે આમ ઊંચાઈ ઉપર કરે અને વસ્તી વધારે. આમ માય નહિ પછી આમ માય. અરેરે..! આવું મનુષ્યપણું મળ્યું પણ એમાં તેં આત્માને ન જાણ્યો, પ્રભુ ! આ..હા..! અનંત વાર આવા મનુષ્યપણા મળ્યા. પ્રભુ ! તને પહેલું મળ્યું) નથી. અબજોપતિ અનંત વાર મનુષ્યપણે થયો છો. આહા હા..આહા...હા...! ત્રણ તો આપણે અહીં જોયા ને ! “શાંતિલાલ ખુશાલ !
મુમુક્ષુ શાંતિલાલ ખુશાલ' તો ઘણા બુદ્ધિવાળા હતા.
ઉત્તર :- બુદ્ધિવાળા લાવે, ધૂળેય નહિ. બુદ્ધિવાળા ઘણા હોય તોય રખડે છે. પૈસા આવે એ તો પૂર્વના પુણ્યના પરમાણુ પડ્યા હોય. એ આપણે ત્રણ તો મોટા જોયા ને ! શાંતિલાલ ખુશાલ” આપણા “પાણાસણાવાળો દશાશ્રેિમાળી. બે અબજ ચાલીસ કરોડ ! મરી ગયો. છોકરો હમણા “મુંબઈમાં આવ્યો હતો. દર્શન કરવા આવ્યો હતો. ઈ છોકરો ખ્રીસ્તીને પરણ્યો છે. પૈસા બે અબજ ચાલીસ કરોડ ! મગજ ફાટી ગયેલા ! દર્શન કરવા આવ્યો હતો. એમ બોલ્યો, મહારાજ ! મારા બાપ મરી ગયા છે પણ એને તમારી પાસે આવવાનો ભાવ હતો.
આપણા “શાહુજી ! “દિલ્હી' ચાલીસ કરોડ ! અહીં આવતા ને, આવે છે ને ! હમણા મરી ગયા, ગુજરી ગયા. એમાં ધૂળમાં શું થયું ? તમારો શેઠ. “રામલાલ ! પચાસ કરોડ ! એની પાસે પચાસ કરોડ છે. “મુંબઈ' ! આવ્યા હતા, દર્શન કરવા આવ્યા હતા. વૈષ્ણવ છે, બૈરાઓ બધા આપણા શ્વેતાંબર જૈન છે અને ઘરના બધા આદમી વૈષ્ણવ. આવો ધર્મ ! બાઈયુંને પ્રેમ (હતો). એમને કંઈ ધૂળ-ધાણી ને વાહપાણી ! એની પાસે પચાસ કરોડ રૂપિયા છે. આહા..હા...! ચારે કોર મકાન ને બંગલા દુનિયા ગાંડી એને શેઠ કરીને બોલાવે). ઓ.હો.હો....! તમારા શેઠ હતા. એમાં ઈ નોકર હતા ને ! આહા..હા...! પ્રભુ ! આ મોટો શેઠ - શ્રેષ્ઠ તો આ ભગવાન છે ને ! અરે..! એના અજ્ઞાનને લઈને રાગ-દ્વેષ-મોહનો કર્તા થઈ, જૂના કર્મને નિમિત્ત થઈ અને નવા કર્મ બંધાય છે, ભાઈ ! આહાહા...!
માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપ આસવો હોય છે. દેખો ! એ મિથ્યાત્વ સંબંધીના ગણવા છે, હોં ! મિથ્યાદૃષ્ટિ એટલે ચૈતન્ય ભગવાનને ભૂલી અને પર વસ્તુ મારી છે, જે એનામાં પોતે નથી એ આમાં નથી, બાયડીમાં આત્મા નથી, આત્મા બાયડીમાં નથી છતાં બાયડી મારી, છોકરા મારા, પૈસા મારા, આબરૂ મારી (કરે છે). મારી નાખ્યા ! મારા બધા ઊભા કરી મરી ગયો. આહાહા...! એ મિથ્યાષ્ટિ અજ્ઞાનીને જ રાગદ્વેષ-મોહરૂપ આસ્રવ થાય. જ્ઞાનીને નહિ, આ એમ કહે છે. જ્ઞાનીને રાગાદિ થાય એ થોડા છે, અલ્પ છે એની અહીં ગણતરી નથી. અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વની અહીં વાત છે. એ શ્લોક ત્યાં પૂરો થયો.