________________
ગાથા–૧૬૪ થી ૧૬૫
૨પપ
એમ માને અને મનાવે અને એને માનનારાઓ મિથ્યાદૃષ્ટિઓ, વસ્ત્રસહિત સાધુ માને એવા મિથ્યાષ્ટિઓ એ નિગોદમાં જવાના. એમ શાસ્ત્રમાં પાઠ છે. નિગોદ છે એ તિર્યંચગતિનો એક ભાગ છે.
મુમુક્ષ :- મિથ્યાત્વ છે એટલે તો નિગોદમાં જાય છે.
ઉત્તર :- નિગોદ) એ તિચય છે, તિર્યચ. આહાહા..! અરે..રે...! પોતાની જાતને જાણી નહિ અને જે એમાં નથી, એનું નથી એવા પુણ્ય ને પાપના ભાવ અને પુણ્ય-પાપના બાહ્ય ફળ, પૈસા, બાયડી, છોકરા, કુટુંબ, હજીરા – મકાન જે પર છે એને મારા માની મિથ્યાત્વથી રાગ-દ્વેષનો કર્તા થઈ અને નવા કર્મ બાંધવામાં જૂના કર્મને નિમિત્ત થાય છે. આહા...હા...! શું શૈલી !
એ અજ્ઞાનમય પરિણામ છે. આહાહા...! વસ્તુના ભાન વિનાના એ પરિણામ છે. ભગવાન જ્ઞાતા-દષ્ટ પ્રભુ ! અને તેના જીવને અતીન્દ્રિય અનંત ગુણનો મોટો ભંડાર છે, જેની સંખ્યાનો પાર નથી, એવા ગુણનો ભંડાર પ્રભુ ! એનું જેને અજ્ઞાન છે એટલે કે જેના સ્વરૂપની તેને ખબર નથી, એવો જે અજ્ઞાની રાગ-દ્વેષ-મોહને કરે છે. તે રાગ-દ્વેષ-મોહ જૂના કર્મને નિમિત્ત થાય છે અને જૂનું કર્મ નવા આવવાને નિમિત્ત થાય છે. આહા..હા...! મૂળ કારણ પેલું અજ્ઞાન લીધું, ભાઈ !
આહા..હા....! ધીરેથી સમજવાની વાત છે, બાપુ ! જે વાત ઇન્દ્રો અને ગણધરો સાંભળવા આવતા હશે એ કેવી વાત હશે, ભાઈ ! ઇન્દ્ર મોટા બત્રીસ લાખ વિમાનનો સ્વામી ! એક એક વિમાનમાં અસંખ્ય દેવ ! એવા બત્રીસ લાખ વિમાનનો સ્વામી) શક્રેન્દ્ર ! એક ભવે મોક્ષ જનારા છે, મનુષ્ય થઈને મોક્ષ જવાના છે. એ ભગવાનની વાણી સાંભળવા આવતા હશે, એ વાણી કેવી હશે !! આ તમે દયા પાળો, વ્રત કરો એવી વાતું હશે ? એવી વાતું તો) કુંભારે કરે છે. આ..હા...હા...!
ત્રિલોકનાથ જિનેશ્વરદેવની વાણીમાં આમ આવ્યું એ સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ ! તારા સ્વરૂપનું અજ્ઞાન.... આહાહા..! અને તે અજ્ઞાનને લઈને જૂના કર્મના લક્ષમાં જતા તેના જૂના કર્મને તારા અજ્ઞાનભાવના રાગ-દ્વેષ નિમિત્ત થતા નવા આઠ કર્મ – જ્ઞાનાવરણાદિ બંધાય. આહા.હા..! અને એને લઈને એ ચાર ગતિમાં રખડે. નરક ને નિગોદમાં (જાય). આહાહા...! અંતર્મુહૂર્તમાં એક નિગોદના ભવ, લસણ ને ડુંગળીમાં એક અંતર્મુહૂર્ત – અડતાલીસ મિનિટની અંદરમાં અઢાર ભવ કરે. મરીને જન્મ, એવા ભવ) અનંત વાર કર્યા ભાઈ ! એ ભૂલી ગયો.
આ કાલે આવ્યું નહોતું ? “વાદીરાજનું ! (કહે છે), પ્રભુ ! જ્યારે પૂર્વના દુઃખ યાદ કરું છું. આ મુનિ કહે છે. આહાહા..! ભાવલિંગી સંત જેને એક-બે ભવે કેવળ લેવાનું છે. એ “વાદીરાજ’ મુનિ એમ કહે છે, પ્રભુ ! હું પૂર્વના દુઃખને યાદ કરું ત્યાં કંપારી આવે