________________
ગાથા૧૬૪ થી ૧૬૫
૨૫૩
એવી ઉત્પન્ન થાય કે (એ) લોહચુંબકમાં ખેંચાય જાય. શું કહ્યું? લોહચુંબક જે છે એ સોયને ખેંચે છે, એ કેમ ? કે, સોય પોતે લોહચુંબકના સંસર્ગમાં આવતા સોયમાં પોતામાં તે તરફ ગતિ થાય તેવો ભાવ ઉત્પન્ન થાય છે. આહાહા...!
એમ નવા કર્મ બાંધવામાં જૂના કર્મનું નિમિત્ત થાય છે, ક્યારે ? કે, જીવ પોતે રાગદ્વેષ-મોહ (કરે છે). એ કર્મના નિમિત્તના સંસર્ગે, નિમિત્તથી નહિ, પણ પોતાનો સ્વભાવ શુદ્ધ ચિઘન આનંદકંદ છે તેનો પરિચય છોડી દઈ અને જૂના કર્મના નિમિત્તના પરિચયમાં આવે છે તેથી તેને પોતામાં મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન થાય છે અને મિથ્યાત્વ ભાવ તે રાગ-દ્વેષમોહને કરે છે અને તે રાગ-દ્વેષ-મોહ જૂના કર્મને નિમિત્ત થતા નવા કર્મ બંધાય છે. હવે આટલું યાદ રાખવું. છે ?
તેમને... એટલે જૂના કર્મને પણ નવા આવવાનું નિમિત્ત ત્યારે થાય છે, તેમને કર્મઆસવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહ.” જીવને રાગ-દ્વેષ-મોહરૂપ ‘(અજ્ઞાનમય) પરિણામ...” ભાષા દેખો ! અજ્ઞાન છે, સ્વરૂપનું એને ભાન નથી. આહા...હા...! પ્રભુ ! ચૈતન્યસ્વરૂપ અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા છે. તેનું એને અજ્ઞાન છે. એ અજ્ઞાનને લઈને રાગ-દ્વેષ-મોહનો કર્તા થાય અને તેથી રાગ-દ્વેષ-મોહ પૂર્વના કર્મને નિમિત્ત થાય ત્યારે પૂર્વનું કર્મ નવાને નિમિત્ત થાય. આહાહા....! “ચીમનભાઈ પકડાય છે? અરે..રે....! શું ? સંસારમાં કેમ રખડ્યો એની વાત કરે છે. ચોરાશીના અવતારમાં પરિભ્રમણ કરીને ઈ દુઃખી છે. કરોડોપતિ, અબજોપતિ જીવ હોય એ મહાદુઃખી બચારા ભિખારી છે. કારણ કે પરવસ્તુ માગે છે.
અહીં તો એમ કહેવું છે કે, આત્મામાં કર્મના નિમિત્ત છે તેનો સંસર્ગ કરતા, પરિચય કરતા આત્મામાં પોતાના સ્વભાવનું અજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ અજ્ઞાન તે રાગ-દ્વેષ-મોહના કર્તા થાય તે રાગ-દ્વેષ-મોહનો કર્તા થાય. તે ભાવ જૂના કર્મને નિમિત્ત થાય છે. ત્યારે જૂનું કર્મ નવાને નિમિત્ત થાય છે. આહા..હા...! સમજાય છે કાંઈ ?
મુમુક્ષુ :- રાગ-દ્વેષ-મોહ ભાવ નવા કર્મને નિમિત્ત થાય છે કે જૂના કર્મને ?
ઉત્તર :– જૂના કર્મને, કીધું નહિ ? કાલેય કીધું હતું. અત્યારેય કહીએ છીએ. જૂનું કર્મ નિમિત્ત થાય છે, ક્યારે ? જૂના કર્મ નવાને નિમિત્ત કયારે થાય ? કે, જૂના કર્મના નિમિત્તનો આત્મા પરિચય કરતા, પોતાના સ્વભાવને ભૂલી અને તે તરફના લક્ષમાં અજ્ઞાન કરી અને અજ્ઞાનને લઈને રાગ-દ્વેષ-મોહનો કર્તા થાય, તે રાગ-દ્વેષ-મોહ જૂના કર્મને નિમિત્ત થાય અને જૂનું કર્મ નવા આવવાને નિમિત્ત થાય. આહા...હા....! આવું છે. અરે..! તત્ત્વની ખબર ન મળે. અનાદિકાળથી બિચારા રખડી મરે છે.
મુમુક્ષુ - એનો અર્થ એ થયો કે, જેને જૂના કર્મ હોય એને જ નવા કર્મ આવે. ઉત્તર :- નવા કર્મ, જૂના કર્મ હોય એને આવે) પણ પરિચય કરે એને જૂના કર્મની