________________
ગાથા-૧૬૪ થી ૧૬૫
૨૫૧ છે. ઈ પહેલી ગાથામાં આવી ગયું. આહા...હા.! સમજાય છે કાંઈ ? આહા..હા..!
માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને...” જૂના. “આસવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસવો છે. આહા...હા...! હવે આવી ચોખ્ખી સ્પષ્ટ વાત છે (તોય તકરાર કરે). જૂના કર્મ નવા આવવાનું નિમિત્ત છે, ક્યારે કે તે નિમિત્તને – જડના ઉદયને અહીં જીવ રાગ-દ્વેષ-મોહ કરે તો. આહા..હા..! એ જીવના અજ્ઞાન પરિણામ છે, રાગ-દ્વેષ-મોહ એ અજ્ઞાન પરિણામ છે. આ..હા...! ભેગો મોહ છે ને ! મિથ્યાત્વ પરિણામ અને રાગ-દ્વેષ પરિણામ, એ જીવના પરિણામ છે. આહા..હા...!
માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને)... જૂના. “આસવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસવો છે. આહાહા..! અને તે તો (રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીને જ હોય છે....” જ્ઞાનીને આત્માનું જ્ઞાન હોવાથી તેને મોહ, મિથ્યાત્વ હોતો નથી અને મિથ્યાત્વને લગતા જે રાગ-દ્વેષ છે એ જ્ઞાનીને હોતા નથી. જ્ઞાનીને અસ્થિરતાના રાગ-દ્વેષ હોય, ચારિત્રદોષ (હોય), પણ મિથ્યાત્વને લગતા જે અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વ એ જ્ઞાનીને હોતા નથી. આ તો અજ્ઞાનીને હોય છે. આહા...હા..!
જેને આત્મા ચિદાનંદ પ્રભુની ખબર નથી. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા નિર્મળાનંદ અનંત ગુણનો પિંડ છે, એવો જેણે અંદરમાં આદર કર્યો નથી અને જેને રાગ ને દ્વેષના, પુણ્ય, દયા, દાનના પરિણામનો આદર કર્યો છે, તે મિથ્યાષ્ટિને મિથ્યાત્વ અને રાગ-દ્વેષ અને અજ્ઞાન હોય છે. આહા..હા..હા..! “ગોવિંદરામજી ! આમાં ક્યાં ઢાંકીને વાત કરીએ છીએ), અહીં (તો) ઢંઢેરો પીટીને વાત ચાલે છે. અહીં કાંઈ ગુપ્ત વાત નથી. બાવીસ લાખ પુસ્તક અહીંના બહાર પડી ગયા છે. બધામાં આ લખાણ છે. આહાહા...!
એ રાગ-દ્વેષ-મોહ તો “અજ્ઞાનીને જ.” આ.હા...હા..! જૂના કર્મમાં નિમિત્તપણે અજ્ઞાનીના રાગ-દ્વેષ-મોહ થાય. તે રાગ-દ્વેષ-મોહ અજ્ઞાનીને હોય છે. આહા...! મોહ ભેગો નાખ્યો છે ને, મિથ્યાત્વ ! “એમ અર્થમાંથી જ નીકળે છે. એ ટીકા છે, ટીકામાં છે હોં ! “નિમિત્તત્વ રાકાષણોદા વાત્રવાડા તે વાજ્ઞાનિક ઇવ ભવન્તીતિ ગર્ચાવા દ્યતે' એવો અર્થ એમાંથી નીકળે છે. “અમૃતચંદ્રાચાર્યદેવની સંસ્કૃત ટીકા છે. આહા..હા...!
‘ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે). શું આશય? કે, જૂના કર્મને અજ્ઞાનીના રાગ-દ્વેષ-મોહ પરિણામ પોતે કરેલા પરિણામનું કારણ પોતે, અજ્ઞાનીને તે પરિણામ જૂના કર્મને નિમિત્ત થાય ત્યારે જૂનું કર્મ નવા (કર્મ) આવવાને નિમિત્ત થાય. આહા...હા...! જૂના કર્મને, જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહ નથી. આહા...હા...! જેને આત્મા આનંદ, જ્ઞાતા-દૃષ્ટા છે એવું ભાન સમકિતમાં થયું એને આ મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષ-મોહ નથી તો જૂના કર્મને નિમિત્ત પણ થતું નથી, તો જૂના કર્મ નવાને નિમિત્ત થતા નથી તો) એને આવરણ પણ આવતું નથી. આહાહા..! (એમ) ગાથાના અર્થમાંથી નીકળે છે. વિશેષ કહેશે..
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)