________________
૨૫૦
સમયસાર સિદ્ધિ-૬ આહા...હા...! અજ્ઞાની રાગથી ધર્મ માનનારા, પુણ્યથી ધર્મ માનનારા એવા મિથ્યાષ્ટિનું અજ્ઞાન, એ અજ્ઞાન પરિણામ એનામાં પોતામાં છે. તે અજ્ઞાન પરિણામ જૂના કર્મને નિમિત્ત થાય છે. ત્યારે જૂનું કર્મ નવાને નિમિત્ત થાય છે. આમાં કાંઈક વાત તો ચોખ્ખી થાય છે. આમાં કાંઈ ગડબડ ચાલે એવું કાંઈ નથી. આહાહા...!
આ વાત તો અમારે (સંવત) ૧૯૭૧થી ચાલે છે. ૧૯૭૧ની સાલ ! કેટલા વર્ષ થયા? ચોસઠ ! ચોસઠ વર્ષ પહેલા ૧૯૭૧માં વાત બહાર પાડી હતી. ૧૯૭૧નું ચોમાસુ, ચોસઠ વર્ષ પહેલા. લાઠી ચોમાસામાં હતા. આત્મામાં જે કંઈ મિથ્યાત્વ ને રાગ-દ્વેષ થાય એ કર્મને લઈને નહિ. ૧૯૭૧માં વાત બહાર પાડી હતી. સંવત ૧૯૭૧. ચોસઠ વર્ષ પહેલા. ટૂંઢિયામાં દીક્ષા હતી ને ! સ્થાનકવાસી. એમાંય આ સત્ય વાત છે નહિ. આહાહા...! વિકાર જીવમાં થાય એ કર્મને લઈને નહિ. (આટલું કહ્યું ત્યાં) એ.. શરૂઆત થઈ. ભડક્યું.. ભડક્યું !
૧૯૭૧ની સાલ, ચોસઠ વર્ષ પહેલા. શ્વેતાંબરનું “ભગવતીસૂત્ર છે. સોળ હજાર શ્લોક છે અને એક લાખની ટીકા છે. એ સત્તર વાર વાંચ્યું હતું. આ વાત એમાં ન મળે. પણ આટલી વાત એમાંથી કાઢી હતી કે, વિકાર થાય તે કર્મને લઈને નહિ. વિકાર કરે તો આત્માને કર્મ નિમિત્ત કહેવામાં આવે. બાકી કર્મનો ઉદય થયો માટે અહીં વિકાર કરવો પડે છે એ વાત તદ્દન મિથ્યા (છે). બીજાના પરિણામને લઈને પોતાના પરિણામ થાય એ વાત) તદ્દન મિથ્યા છે.
બીજી વાત, આપણે “પ્રવચનસારમાં આવી ગયું કે, પોતાના પરિણામને દ્રવ્ય પોતે પહોંચી વળે છે. પછી મિથ્યાત્વનું હોય કે રાગ-દ્વેષના હોય કે નિર્મળ પરિણામ હોય). સમ્પર્શનના પરિણામને પણ આત્મા પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વના પરિણામને પણ આત્મા પ્રાપ્ત કરે છે. એ એને પહોંચી વળે છે. એક ગાથા આવી ગઈ છે. બીજી ગાથા કે, પર્યાય દ્રવ્ય-ગુણથી થાય છે. ૯૩ મી ગાથા. “પ્રવચનસાર’ શેય અધિકારની પહેલી ગાથા.
દ્રવ્ય-ગુણને દ્રવ્ય અને ગુણથી પર્યાય થાય છે, પરથી નહિ. તો વિકારી, અવિકારી પર્યાય પણ પોતાના દ્રવ્ય-ગુણથી થાય છે, પરથી નહિ. આહાહા...! આવું જ શેયનું સ્વરૂપ છે. શેય અધિકાર છે. પ્રવચનસારનો શેય અધિકાર છે. ૯૨ ગાથા (સુધી) જ્ઞાન અધિકાર (છે), ૯૩ થી ૨૦૦ (ગાથા સુધી) શેય અધિકાર છે), પછી ૭૫ (ગાથામાં) ચરણાનુયોગનો અધિકાર (છે). એ તો બધા ઘણી વાર જોયા છે.
અહીંયાં કહે છે કે, પર્યાય દ્રવ્યમાં થાય છે એ એના દ્રવ્ય-ગુણને લઈને થાય છે). ચાહે તો વિકારી થાય કે અવિકારી (થાય). આ..હા...! એ આપણે બપોરે આવી ગયું કે, દ્રવ્યથી થાય છે, પરથી નહિ. આહાહા..! દરેક દ્રવ્યના પરિણામ - પર્યાય – વર્તમાન દશા જડની કે ચૈતન્યની, તે પર્યાય તેના દ્રવ્ય-ગુણને લઈને થાય છે, પરને લઈને નહિ. અને દરેક પર્યાયને તેનું દ્રવ્ય પહોંચી વળે છે. દરેક પર્યાયને તેનું દ્રવ્ય પ્રાપ્ત કરે છે, પામે