________________
૨૪૮
સમયસાર સિદ્ધિ-૬. દ્વેષ-મોહ નિમિત્તપણે આવે તો તે નિમિત્ત નવા આવવાનું કારણ કહેવાય, પણ રાગ-દ્વેષમોહ જીવ ન કરે તો જૂનું કર્મ નવા (કર્મ) આવવાનું કારણ બને નહિ. આહા...હા...! ભાષા તો સમજાય એવી છે, પણ બાપા ! માર્ગ એવો છે કોઈ. આહા..હા..!
ભગવાન પોતાના પરિણમનમાં જ્યારે અજ્ઞાની પોતાના સ્વરૂપને ન જાણતા, રાગ-દ્વેષ ને મોહરૂપે પરિણમે છે એ પરિણમનમાં કારણ આત્મા છે. એમાં કર્મ (કારણ) નહિ. હવે અહીં કહે છે કે, જૂના કર્મ નવાનું કારણ થાય ક્યારે ? કે, જૂના કર્મના નિમિત્તમાં અહીં રાગ-દ્વેષ ને મોહ જીવ કરે તો તેને નવા આવવાનું કારણ નિમિત્ત કહેવાય, પણ રાગ-દ્વેષ, મોહ જીવ ન કરે તો જૂના કર્મ નવા આવરણ થવાનું કારણ પણ છે નહિ. આહા..હા...! આવી વાત છે. અટપટી વાત જેવું લાગે.
મુમુક્ષુ – આમ હોય તો જ છૂટી શકાય.
ઉત્તર :– પણ આમ જ છે. જો કર્મનો ઉદય માત્ર (કારણ) હોય તો સર્વને ઉદય છે. એ સંસ્કૃત ટીકામાં છે – જયસેનાચાર્યદેવની ટીકામાં છે કે, ઉદયથી જો થતું હોય તો ઉદય તો સર્વને છે. તો કદી બંધરહિત થઈ શકે નહિ. પણ ઉદયમાં રાગ-દ્વેષ, મોહ પોતે કરે તો તે નિમિત્ત નવા આવવાનું કારણ થાય, ન કરે તો છૂટી જાય. આહા...હા...!
જયસેનાચાર્યદેવની સંસ્કૃત ટીકામાં છે. છે અહીં ? “સમયસાર'. આ પ્રવચનસાર' છે ? હિન્દી. હિન્દી (જોઈએ). આ તો નિયમસાર’ છે, નથી લાગતું. પ્રવચનસાર આવ્યું નથી. શું કહ્યું ?
ફરીને, એક વાત તો પહેલી એ કરી કે, જેટલા પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ થાય એ જીવના પરિણમનથી થાય. આ તો “સમયસાર છે, “સમયસારની ટીકા જોઈએ. નથી. આમાં “જયસેનાચાર્યદેવની ટીકા નથી. અહીં છે, લ્યો ને, આટલામાં જ આ (આવી જાય છે. એક સિદ્ધાંત કે, જીવ પોતે રાગ-દ્વેષ, મોહપણે પરિણમે તો તે પરિણમનનું કારણ જીવ થાય. પણ એ પરિણમે તો કર્મનું કારણ કહેવાય, એમ નથી. આહા...હા...! એક સિદ્ધાંત તો એ સિદ્ધ કર્યો.
બીજો સિદ્ધાંત કે, પૂર્વના કર્મનો ઉદય નવાને નિમિત્ત થાય. નિમિત્ત થાય ને ! ઉપાદાન તો આવે ઈ છે. નવા કર્મ આવે ઈ ઉપાદાન છે અને આ તો નિમિત્ત (છે). પણ નિમિત્ત ક્યારે થાય ? કે, જો જીવ મિથ્યાત્વ ને રાગ-દ્વેષનું પરિણમન કરે તો તે નિમિત્ત નવા આવવાનું કારણ થાય. પણ જો રાગ-દ્વેષ-મોહ ન કરે તો એ નિમિત્ત ખસી જાય અને નવા કર્મ આવે નહિ. આહા..હા...! ભારે કામ ! છે ને એમાં ?
મુમુક્ષુ :- એમ જ હોય ને ! તત્ત્વ તો જે છે તે જ છે.
ઉત્તર :– આમ જ છે, વસ્તુ આ છે. વસ્તુની સ્થિતિ જ આ છે. ભગવાને કાંઈ કરી નથી. ભગવાને તો જેવી છે એવી જાણી છે. જાણી છે એવી કહી છે. ભગવાન કંઈ એની