________________
ગાથા-૧૬૪ થી ૧૬૫
ફરીને, ખરેખર ‘(મિથ્યાત્વાદિ પુદ્દગલપરિણામોને)...’ એટલે જડને. ‘કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું...' જુના જડ કર્મને નવા કર્મને આવવાનું નિમિત્ત છે તેને, ‘રાગદ્વેષમોહ...’ આહા..હા...! તે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે...' જીવના પરિણામ છે. આહા..હા...!
ફરીને, જૂના કર્મ જે જડ છે, એ નવા કર્મનું આસ્રવનું નિમિત્ત કહ્યું. પણ એ નિમિત્ત પણ ક્યારે થાય ? કે, જ્યારે આત્માને રાગ, દ્વેષ, મોહ થાય, રાગ-દ્વેષ, મોહ કરીને જ્યારે નિમિત્તને (આધીન) થાય ત્યારે નવા કર્મનો આસવ નિમિત્તને કહેવામાં આવે. આ.......!
ફરીને, ભગવાનઆત્મા ! એમાં જે જોડે કર્મ જડ છે, માટી – ધૂળ (છે), એનો જે ઉદય છે એ નવા કર્મને આવવાનું નિમિત્ત છે. પણ એ નિમિત્ત ક્યારે ? તે જડ કર્મને આત્માના રાગ-દ્વેષ-મોહ નિમિત્ત થાય ત્યારે. આહા..હા..! શું કહ્યું સમજાણું કાંઈ ?
?
અહીંયાં તો માથે કહ્યું કે, રાગ-દ્વેષ-મોહ એ જીવના પરિણામ (છે), એ સિદ્ધ કરવું છે. એ પૂર્વના જડ કર્મ છે એ નવા આવવાનું કારણ છે, એ ક્યારે ? કે, એ નિમિત્તને રાગ-દ્વેષ ને મોહ જીવના પરિણામ મળે તો. રાગ-દ્વેષ ને મોહના જીવના પરિણામ ન મળે તો એ નિમિત્ત નવા કર્મનો આસ્રવ થતો નથી. આહા..હા...! સમજાય છે કાંઈ ? ભાઈએ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં નાખ્યું છે.
ફરીને, જૂના જડ કર્મ એ નવા કર્મને આવવાનું નિમિત્ત. પણ ક્યારે ? કે, જૂના જડ કર્મમાં જીવના રાગ-દ્વેષ-મોહ નિમિત્ત થાય તો. જીવના રાગ-દ્વેષ-મોહ નિમિત્ત ન થાય તો જૂનું કર્મ નવાનું આવરણ કારણ થાય નહિ.
મુમુક્ષુ :– ઉદયને લેવામાં ન આવ્યો.
ઉત્તર ઃ- ઉદય ઉદયમાં રહી ગયો.
૨૪૭
અહીંયાં રાગ-દ્વેષ ને મોહ જીવ કરે તો જૂના કર્મને નિમિત્ત નવા આવવાનું કહેવામાં આવે, પણ રાગ-દ્વેષ-મોહ જીવ ન કરે તો જૂના કર્મને નવા આવવાનું કારણ પણ કહેવાય નહિ. આહા..હા..! અરે.....! આવી વાતું છે. શું કીધું ?
ફરીને, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એ પૂર્વના પુદ્ગલના પરિણામ (છે). પૂર્વના કર્મની વાત કરી. એ જ્ઞાનાવરણી પુદ્ગલકર્મના આવવાના નિમિત્ત (છે). એ પૂર્વના કર્મનો ઉદય, નવા કર્મને આવવામાં નિમિત્ત (છે). પણ તેમને મિથ્યાત્વાદિ પુદ્દગલપરિણામોને) કર્મઆસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે...' અહીંયાં અજ્ઞાની રાગ-દ્વેષ-મોહ કરે તો જૂના કર્મને નવા કર્મનું નિમિત્તકારણ કહેવાય. રાગ-દ્વેષ ન કરે તો જૂનું કર્મ નવાનું આવવાનું નિમિત્ત પણ છે નહિ. આહા..હા...! સમજાય છે ? ભાષા તો સાદી છે પણ પ્રભુ શું થાય ? માર્ગ તો પ્રભુનો એવો છે. આહા..હા...!
જૂના કર્મને નવા કર્મનું નિમિત્ત કહ્યું. પણ ક્યારે ? કે, એ જૂના કર્મને જીવના રાગ