________________
ગાથા-૧૬૪ થી ૧૬૫
૨૪૫ આ ધૂલી.. ધૂલી ! એ ઝીણી ધૂળ છે, અજીવ છે, માટી છે. એને કંઈ ખબર નથી કે, અમે કર્મ છીએ કે નહિ, એની એને કયાં ખબર છે ? આહા..હા....!
ઓહો..હો...! મથાળામાં કેટલું બાંધ્યું ! એ આસવો પોતાના પરિણામના કારણે થાય છે, કર્મને કારણે નહિ. સ્ત્રી, કુટુંબ-પરિવાર, દીકરાને કારણે રાગ-દ્વેષ થાય છે (એમ) નહિ. માટે તેઓ જડ નહિ હોવાથી.” એ રાગ-દ્વેષ ને મોહ, તે જડ નહિ હોવાથી ચિદાભાસ છે.” ચિદાભાસ છે. આત્માનું) પ્રગટ ચિદાનંદ સ્વરૂપ નથી, ચિદાભાસ – ચૈતન્યનો આભાસ છે (એવા) એ પરિણામ છે. આહાહા...! છે ? –જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિકિકાર છે).' આહાહા..! આમાંય ફેર. વાત વાતમાં ફેર. તત્ત્વની ખબર ન મળે. આહા....! પહેલેથી કહે, કર્મને લઈને રખડ્યો, કર્મને લઈને રખડ્યો, કર્મને લઈને રખડ્યો. પણ કર્મ તો જડ છે.
મુમુક્ષુ – કર્મનો નાશ કરવા માટે અમે પૂજામાં ધૂપ નાખીએ છીએ.
ઉત્તર :- ધૂલ કોણ નાખે ? ધૂપના પરમાણુ પણ ત્યાં પડવાના હતા), એને આત્મા નાખે, એ ત્રણકાળમાં ખોટી વાત છે. આહાહા....! તે પરમાણુની તે સમયની અવસ્થા થવામાં એ પરમાણુ કારણ છે, આત્મા કારણ નથી. આમ સ્વાહા (કરે એમાં) આ હાથ હલે છે એ આત્માથી નહિ. આહા...હા...! એની – આ જડની, શરીરની પર્યાય છે. એ શરીરના પરિણામ છે, આત્માના નહિ. આહા..હા..! અને જીવના જે રાગ-દ્વેષ, મોહ પરિણામ છે) એ જડના નહિ, એ કર્મના નહિ. આહા...હા...!
માટે તેઓ જડ નહિ હોવાથી..” જ્ઞાનાભાસ. વાસ્તવિક ચૈતન્ય સ્વરૂપ નથી, પણ ચિદાભાસ છે). ચૈતન્ય જેવો આભાસ થાય) એવા પરિણામ એના છે. –જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્વિકાર છે). આહા...હા..! અઢી લીટીમાં તો કેટલું ભર્યું છે ! દિગંબર સંતોના વાણી ઘણી ગંભીર ! આ..હા...! શ્વેતાંબર અને સ્થાનકવાસીમાં એ કંઈ છે જ નહિ. આ.હા..! શ્વેતાંબર અને સ્થાનકવાસીને તો ‘ટોડરમલે પાંચમા અધ્યાયમાં અન્ય મતમાં નાખ્યા છે. એ જૈન મત જ નથી. આહા...હા..! આ વસ્તુની સ્થિતિ છે. આહા...હા....!
મુમુક્ષુ – ઇચ્છા ન હોય તોય રાગ થઈ આવે છે, એનું શું ?
ઉત્તર :- ઇચ્છા નથી કોણ કહે છે ? રાગ થયો એ જ ઇચ્છા છે, રાગ થયો એ જ ઇચ્છા છે. રાગના બે પ્રકાર, માયા અને લોભ, લોભ રાગમાં આવી ગયો. દ્વેષના બે પ્રકાર – ક્રોધ અને માન. દ્વેષના બે પ્રકાર – ક્રોધ અને માન. રાગના બે પ્રકાર – માયા અને લોભ. ઇચ્છા આવી ગઈ. રાગ થયો એ જ ઇચ્છા થઈ. આહા..હા...! બહુ ફેર, ભાઈ !
વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ “સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. ત્યાંથી આ વાણી આવી છે. આહા...હા...! કુંદકુંદાચાર્યદેવ’ ત્યાં ગયા હતા, આઠ દિ' રહ્યા હતા. ત્યાંથી આવીને આ શ્લોકો બનાવ્યા છે. એની ટીકા “અમૃતચંદ્રાચાર્યદેવે’ હજાર વર્ષ પછી