________________
ગાથા૧૬૪ થી ૧૬૫
૨૪૯
સ્થિતિમાં કરતા નથી. આ..હા...! ઈશ્વરકર્તા છે એમ કંઈ નથી આ. આ.હા..! જગતનો કર્તા ઈશ્વર, જૈનના વિકારનો કર્તા જડ કર્મ. આહાહા...! એને જડ વધી ગયો. પેલાને કહે કે, બધાનો ઈશ્વરકર્તા છે. ત્યારે આ કહે કે, અમારા વિકારનો કર્તા જડ કર્મ. આહાહા...!
મુમુક્ષુ – ઈશ્વર તો કલ્પિત છે અને જડ તો વસ્તુ છે.
ઉત્તર :- આ તો કર્મ વસ્તુ છે. ઈશ્વર તો કલ્પિત (છે), ઈશ્વર હતો કે દિ' ? વસ્તુ છે એને કર્તા કોણ ? છે એને કર્તા કોણ ? અને નથી એને કર્તા કોણ ? આહાહા..! અનાદિઅનંત વસ્તુ સ્વતંત્ર છે. એ તો અહીંયાં કહેવા માગે છે. આહા..હા...!
કર્મનો ઉદય જડ છે. એ નવાને નિમિત્ત થાય. પણ ક્યારે ? કે, જો જીવ રાગ-દ્વેષમોહ, મિથ્યાત્વ કરે તો. પુણ્ય પરિણામથી ધર્મ થાય, રાગ છે એ મારું સ્વરૂપ છે એવું મિથ્યાત્વ કરે અને પુણ્ય-પાપના ભાવ કરે તો એ જૂના કર્મના નિમિત્તને તે પરિણામ નિમિત્ત થાય. તેથી નવા કર્મ આવે એ આ રાગ-દ્વેષ-મોહને કારણે છે. ખરો તો રાગ-દ્વેષ-મોહ જ આસ્રવ છે. આહા.!
મુમુક્ષુ – કર્મનો ઉદય આવે તો ડિગ્રી ટુ ડિગ્રી રાગ થાય જ.
ઉત્તર :- થાય એ વાત જુદી, ન થાય એમ નહિ. તો તો પછી ઉદયથી તો આમાં પહેલી વાત કરી ને ! ઉદય તો બધાને છે. ઉદયમાત્રથી બંધ થાય તો કોઈ દિ બંધથી છૂટવાનો પ્રસંગ આવે નહિ. ઉદય કે દિ નથી ? બધાને છે. ઈ છે, જયસેનાચાર્યદેવની ટીકામાં. છે ને ! આમાંય છે, આના અર્થમાંય છે. આના અર્થમાં છે. પુસ્તક ત્યાં રહી ગયું. પણ અહીં લ્યો ને ! અહીં આ શું વાંચ્યું ? ગડબડ... ગડબડ, જગતને ગડબડ કરીને મારી નાખ્યા. કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. તીવ્ર કર્મનો ઉદય આવે તો આત્માને મિથ્યાત્વ થાય અને મંદ આવે તો શુભભાવ થાય. આહાહા..
અહીં કહે છે કે, ઈ જીવના પરિણામ પોતાના પરિણામનું કારણ પોતે છે. એને કર્મ કારણ છે નહિ. અને અહીંયાં જે કર્મકારણ નવાને કીધું એ ક્યારે ? કે, જીવ જો રાગદ્વેષ-મોહ કરે તો. રાગ-દ્વેષ-મોહ ન કરે તો જૂના કર્મ નવાનું કારણ થાય નહિ અને બેય ખરી જાય. જૂનું કર્મ છે ઈ ખરી જાય, નવું તો આવે નહિ. આહાહા..! આવી વાત છે, ભાઈ ! પ્રભુનો માર્ગ તો આવો છે. જિનેશ્વરદેવ ત્રિલોકનાથ પરમાત્મા, એનો હુકમ આ છે. એમાં આડીઅવળી ગડબડ કરે તો એની વિપરીત માન્યતા થાય. આહા...હા...!
કર્મ-આસવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે.' જોયું ? રાગ-દ્વેષ-મોહ એ તો અજ્ઞાનમય જીવના પરિણામ છે. એ કંઈ જડના પરિણામ નથી. કર્મનો ઉદય છે એ તો જડના પરિણામ છે. આહાહા...! જૂના કર્મ નવાનું કારણ છે, પણ ક્યારે ? કે, તેને નિમિત્તપણાનું નિમિત્ત રાગ-દ્વેષ-મોહ હોય તો. કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. અજ્ઞાનમય પરિણામો છે). જ્ઞાનીને તો રાગ-દ્વેષ-મોહ છે નહિ.