________________
૨૫૨
સમયસાર સિદ્ધિ-૬
પ્રવચન નં. ૨૪૫ ગાથા-૧૬૪ થી ૧૬૬ મંગળવાર, જેઠ સુદ ૧૦,
તા. ૦૫-૦૬-૧૯૭૯
‘સમયસાર' ૧૬૪–૧૬ ૫ ગાથા, એનો ભાવાર્થ. “જ્ઞાનાવરણાદિ કર્મોના આસવણનું – આગમનનું) કારણ....” શું કહે છે? નવા કર્મ જે જ્ઞાનાવરણીય આદિ બંધાય છે, એનું કારણ તો મિથ્યાત્વાદિ કર્મના ઉદયરૂપ પુગલના પરિણામ છે....” પૂર્વના જે મિથ્યાત્વાદિ કર્મના પરિણામ છે એ જડના પરિણામ એ જડને લાવવામાં નિમિત્ત છે. આહાહા.... આ ક્યાં વિચારે કે દિ ? આ આત્મા છે એ તો શુદ્ધ ચિદ્દઘન આનંદકંદ છે. ત્યારે એને કર્મ નવા આવે છે ને ? તો કહે છે. એ તો પૂર્વના મુદ્દગલ કર્મ જે જડ પડ્યા છે. પૂર્વના બંધાયેલા પડ્યા છે), એ કર્મ નવા આવવાનું નિમિત્ત છે. નવા આવે છે પરિણામ તો એના ઉપાદાનથી. નવા કર્મ આવે છે એ તો એના ઉપાદાનથી, પણ એનું નિમિત્ત પૂર્વના જડકર્મ છે. એક વાત (થઈ).
(માટે) તે ખરેખર આસવો છે. પૂર્વના કર્મનો ઉદય, બાંધેલા જે કર્મ છે એનો જે ઉદય, એ નવા કર્મને બંધનું કારણ છે. વળી તેમને કર્મઆસવણના નિમિત્તભૂત નિમિત્ત એટલે કે જૂના કર્મ જે છે, નવા કર્મને આવવાનું નિમિત્ત, નવા કર્મ આવે છે તેના ઉપાદાનથી પણ આ નિમિત્ત છે. પણ એ નિમિત્તને પણ નવા આવવાનું કારણ ક્યારે થાય ? કે, જીવ રાગ-દ્વેષ અને મોહ કરે તો. જીવાના) રાગ-દ્વેષ અને મોહ, એ ભાવ જૂના કર્મને નિમિત્ત થાય ત્યારે જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થાય. સમજાણું કાંઈ ? થોડો કંઈક અભ્યાસ હોય તો ખબર પડે. આ તત્ત્વની ખબર વિના અનાદિથી ચાર ગતિમાં ચોરાશીના અવતારમાં રખડે છે. આહા...!
કહે છે કે, ભગવાન આત્મા ! એ તો પૂર્ણ શુદ્ધ અને ચિદ્મન છે. છતાં એણે પૂર્વના બાંધેલા કર્મો એ નવા આવવાનું નિમિત્ત થાય, એ નિમિત્ત થાય કયારે ? કે, જીવ પોતે રાગ-દ્વેષ અને અજ્ઞાન કરે તો જૂના કર્મને નિમિત્ત થાય, તો જૂનું કર્મ નવાને બાંધે. આહાહા...! આટલું યાદ રાખવું (કઠણ પડે), આ તો હજી સાધારણ વાત છે. અભ્યાસ ન મળે. અનાદિથી ચોરાશીના અવતારમાં રખડે છે. ચોરાશી લાખ યોનિમાં એક એક ઉત્પત્તિના સ્થાનમાં અનંત વાર ઊપજ્યો. હેતુ મિથ્યાત્વ છે. અજ્ઞાન આગળ કહેશે.
મુમુક્ષુ :- મિથ્યાત્વ એ જ અજ્ઞાન.
ઉત્તર :- એ અજ્ઞાન, મિથ્યાત્વ. પેલો લોહચુંબકનો દાખલો આપે છે ને ! પછી આવશે કે, લોહચુંબક છે અને સોય છે. એ સમયમાં લોહચુંબકના સંસર્ગથી સોયમાં પોતામાં પર્યાય