________________
ગાથા– ૧૬૪ થી ૧૬૫
૨૪૩
વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને,
ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫. આ..હા...! ટીકા :- ‘આ જીવમાં....” પર્યાયમાં જે રાગ ને દ્વેષ છે એ જીવના પરિણામ છે. આહા...હા.... “આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ-એ આસવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે...” એ શું કહે છે ? કે, રાગ-દ્વેષ ને મોહ કોઈ કર્મને કારણે થયા છે એમ નહિ. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિ પાયી આહા..હા..! એ અહીં કહે છે કે, “આ જીવમાં ભગવાન આત્મામાં, એની પર્યાયમાં “રાગ, દ્વેષ અને મોહ-એ આસવો છે. મિથ્યાત્વ આસ્રવ છે તેમ હિંસા, જૂઠું, ચોરી, ભોગ, વાસના આસવ છે તેમ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ આસવ છે. આહાહા..!
એ “રાગ, દ્વેષ અને મોહ-એ આસવો પોતાના પરિણામના નિમિત્તે..” એ શું કહેવા માગે છે ? કે, મોહ, રાગ, દ્વેષના પરિણામ થયા એ કોઈ એમ કહે કે, કર્મને કારણે થયા એમ નથી. પોતાના પરિણામને કારણે થયા છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? સંસ્કૃત ટીકા છે. “સ્વપરિણામનિમિત્તા: સંસ્કૃત છે. “સ્વપરિણામનિમિત્તા: આહા...હા...! નિમિત્ત એટલે કારણ. પોતાના પરિણામને કારણે થયા છે. એ કર્મને કારણે રાગ, દ્વેષ ને મોહ થયા છે એમ નથી. કર્મ જડ બીજી ચીજ છે, ભગવાન ચૈતન્ય બીજી ચીજ છે. એક ચીજ બીજી ચીજને કદી અડતી નથી. આહા..હા..! અડે નહિ, અડે નહિ, સ્પર્શે નહિ. કર્મ આત્માને સ્પર્શતું નથી, આત્માનો રાગ કર્મને સ્પર્શતો નથી. આહા..હા...! ઝીણી વાતું બહુ, બાપુ !
મુમુક્ષુ :- કર્મે વાળ્યો આડો આંક. ઉત્તર :- ઈ વાતું લોકની. એ માટે તો આચાર્ય મહારાજ પોતે કહે છે.
આસવો “રવપરિણામનિમિત્તા: પોતાની પરિણતિને કારણે આસવો થયા છે, કર્મને લઈને નહિ. કર્મ જડ છે, અજીવ છે અને આ પરિણામ જીવે પોતે કર્યા, તે જીવના પરિણામ જીવ છે.
મુમુક્ષુ :- કર્મ-શાસ્ત્રમાં તો કર્મના કારણે વિકાર થાય એમ આવે છે). ઉત્તર :– એ તો નિમિત્તના કથન છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ પણ કરે (એ) ત્રણકાળ, ત્રણલોકમાં નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી ને ! એ તો ત્રીજી ગાથામાં કહી ગયા. “સમયસાર' ત્રીજી ગાથા. દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને ચૂંબે છે. ત્રીજી ગાથામાં આવી ગયું છે. દરેક દ્રવ્ય, દરેક આત્મા ને દરેક પરમાણુ પોતાના ગુણ ને પર્યાયને ચૂંબે છે. પરને કદી ચૂંબતું નથી. એ ત્રીજી ગાથામાં આવી ગયું. આહા..હા...! બહુ ફેર. આ તો કહે, કર્મ કરાવે. કર્મનો ઉદય આકરો આવે એટલે આત્માને રાગ-દ્વેષ કરવો પડે. એ અહીં આચાર્ય ના પાડે છે.
પોતાના પરિણમનને કારણે રાગ, દ્વેષ અને મોહ થયો છે. છે ? “આ જીવમાં....” આ