________________
૨૪૨
સમયસાર સિદ્ધિ-૬ આદિ કર્મનું IRU) કારણ નિમિત્ત) (ભવન્તિ થાય છે () અને (તેષામ્ છે તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) (રાગદ્વેષાદ્વિમાવવર: નીવડ) રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ (મતિ) કારણ (નિમિત્ત) થાય છે.
(ટીકા – આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ – એ આસવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે -જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્ધિકાર છે).
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ – એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસવણનાં –આવવાનાં) નિમિત્ત હોવાથી, ખરેખર આસવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને આસ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસવો છે. અને તે તો –રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે).
ભાવાર્થ – જ્ઞાનાવરણાદિ કર્મોના આસવણનું –આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિકર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસવો છે. વળી તેમને કર્મઆસવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહ જ આસવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસવો હોય છે.
ગાથા ૧૬૪-૧૬૫ ઉપર પ્રવચન
હવે ગાથા ૧૬૪-૧૬૫. “આસવનું સ્વરૂપ.'
मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु। बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा।।१६४।। णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति।
तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो।।१६५।। નીચે હરિગીત.
મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ “અસંજ્ઞ છે, “એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪.