________________
શ્લોક-૧૧૩
૨૩૭ નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય.” શાંતરસ, અદ્ભુતરસ, વીરરસ આદિનું) વર્ણન (હોય છે). “અહીં રસવત્ અલંકાર વડે શાંત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે “જ્ઞાનરૂપી બાણાવળી.” આ.હા.! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાયકભાવ, એનું જ્ઞાન, જ્ઞાયકભાવ ધ્રુવભાવ સદ્દશ નિત્ય ભાવ, એવું જે આત્માનું સ્વરૂપ, એનું જ્ઞાન. શાસ્ત્રજ્ઞાન કે બાહ્યજ્ઞાનની અહીં વાત નથી. આત્મા જે છે, આત્મજ્ઞાન (એની વાત છે).
આત્મા અનંત શુદ્ધ ગુણનો પિંડ છે. આત્મા અનંત ચૈતન્ય રત્નાકર, ચૈતન્યના રત્નના દરિયા, સ્વભાવથી ભરેલો છે, એનું જ્ઞાન. એ આત્માનું જ્ઞાન કે જે આસ્રવને નાશ કરવાની તાકાતવાળું છે. આહા...હા...! છે ? જ્ઞાન(રૂપી) બાણાવળી. બાણાવળી કેમ કહ્યું ? કે, આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે એ કર્મથી તો અભાવ સ્વરૂપ છે, પર શરીરાદિથી તો અભાવ સ્વરૂપ છે, પણ પુણ્ય અને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા અને કામ, ક્રોધ એ ભાવથી પણ પ્રભુઆત્મા ભિન્ન છે. આહા..હા...! એવા આત્માનું જ્ઞાન થતાં. સ્વ-આત્મજ્ઞાન. આત્મજ્ઞાનનો અર્થ એવો નથી કે, કોઈ નિમિત્તનું જ્ઞાન, રાગનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન, એમ નહિ. આત્મજ્ઞાન. આત્મા જે ત્રિકાળી ધ્રુવ ચિદાનંદ પ્રભુ ! ભૂતાર્થ, સત્યાર્થ, એનું જ્ઞાન, એનું દર્શન અને એમાં લીનતા. એ જ્ઞાનરૂપી બાણાવળી. (અર્થાત) એક પછી એક જ્ઞાનની ધારા. સ્વભાવ શુદ્ધનો આશ્રય જેણે લીધો, સમ્યગ્દર્શને, એ એક પછી એક જ્ઞાનની ધારા, આત્માની ધારા શુદ્ધ વધતી જાય છે. આહા..હા.! ઝીણી વાત છે, પ્રભુ !
જ્ઞાનરૂપી બાણાવળી.” બાણની આવળી. જેમ એક પછી એક બાણ પડે એમ ભગવાન આત્મા આનંદ સચ્ચિદાનંદ પ્રભુ, એનું જ્ઞાન અને અનુભવ થતા, તેનું સમ્યગ્દર્શન થતા, તેમાંથી જ્ઞાન અને આત્માની પવિત્રતાની ધારા વહે એને અહીંયાં જ્ઞાનની બાણાવળી કહેવામાં આવે છે. આહા..હા...! એ “આસવને જીતે છે.” એ મિથ્યાત્વ અને પુણ્ય-પાપના ભાવ એ આસવ (છે), અને જ્ઞાનની ધારા – ભગવાન આત્માના સ્વભાવનું જ્ઞાન અને આનંદની ધારા, એ આસવને જીતે છે. એટલે ? જ્ઞાન આત્માનું અને આનંદ આત્માની દશાની જેમ ઉત્પાદ થાય છે તેમ તેમ પુણ્ય-પાપના પરિણામનો વ્યય થાય, નાશ થાય છે. આ..હા...!
આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસવ.” આખા જગતને આસવે ગાંડા બનાવ્યા છે, પાગલ ! આસ્રવ જ હું છું અને એનાથી મને લાભ થશે (એમ) આસવે (ગાંડા બનાવ્યા છે). “જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસવ...” એને અભિમાન થયું કે, મેં તો મોટા માંધાતાને પાડ્યા છે. મુનિ થયા દિગંબર દ્રવ્યલિંગી, એને પણ પંચ મહાવ્રતના પરિણામ આસવ છે, એનાથી મને લાભ થાય છે. એવાઓને પણ આસ્રવ કહે છે કે, મેં પાડ્યા છે. આહા..હા...! નવમી રૈવેયકે ગયો. આવે છે ને ! “મુનિવ્રત ધાર અનંત વાર મુનિવ્રત ધાર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો મુનિવ્રત ધાર, અઠ્યાવીસ મૂળગુણ લીધા, પંચ મહાવ્રત લીધા પણ એ તો આસવ છે. આ..હા...! એ દુઃખ છે. એ